[:gj]દેશનાં શહેરોમાં દર પાંચમો યુવાન બેરોજગારઃ એનએસઓ સરવે[:]

[:gj]નવી દિલ્હી,તા:૨૮

ભારતમાં એક તરફ વિકાસ મંદ ગતિએ છે તો બીજી તરફ બેરોજગારોની સમસ્યા પણ મોઢું ખોલીને  ઉભી છે. દેશના શહેરોમાં દર પાંચમો યુવા બેરોજગાર છે. આ આંકડો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશને જાહેર કર્યા છે. સામયિક લેબરફોર્સ સર્વેમાં જાહેર કરતા એનએસઓએ જણાવ્યું કે, ૨૦૧૮-૧૯ના અંતિમ ત્રિમાસિકમાં ભારતીય શહેરોમાં દર પાંચમો યુવા બેરોજગાર છે. જાન્યુઆરીથી લઈને માર્ચ ૨૦૧૯ની વચ્ચે જાહેર કરાયેલા લેટેસ્ટ આંકડાઓ અનુસાર દેશમાં ૧૫થી ૨૯ વર્ષની ઉંમર ધરાવતા અંદાજે ૨૨.૫ ટકા યુવા બેરોજગાર છે.

આંકડાઓના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું કે, શ્રમ બજાર ઘણી હદ સુધી બેરોજગારીના મુદ્દાઓને હલ કરવામાં અસફળ  રહ્યું છે. પીએલએફએસના લેટેસ્ટ આંકડાઓ પરથી જાણવા મળ્યું છે કે, એપ્રિલ-જુન ૨૦૧૮ અને જાન્યુઆરી માર્ચ ૨૦૧૯ વચ્ચે દરરોજ વેતન અને મહિને વેતન મેળવતા કર્મચારીઓની આવકમાં સામાન્ય વધારો થયો છે. આ દરમિયાન કમાણીમાં ૪૮.૩ ટકાથી વધીને ૫૦ ટકા વૃદ્ઘિ જોવા મળી. મહત્વનું છે કે, આ દરમિયાન પુરૂષોની સરખામણીએ મહિલાઓને સારું વેતન મળ્યું.

જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર છેલ્લા ચાર ત્રિમાસિક ગાળાઓમાં સંગઠિત ક્ષેત્રમાં કામ કરતી મહિલા કર્મચારીઓ ના વેતનમાં વૃદ્ઘિ થઈ છે. આ વૃદ્ઘિ પુરૂષ શ્રમિકોના ૧.૫ ટકાની તુલનામાં ૨.૧ ટકાની છે. આંકડાઓ પરથીએ પણ જાણ વા મળ્યું છે કે, બેરોજગારી મામલે મહિલાઓની સંખ્યા પુરૂષોની તુલનામાં ઘણી વધારે છે.[:]