[:gj]નેનો કાર અને ગીફ્ટ સિટી ઉપરાંત મોદીના 20 પ્રોજેક્ટ સદંતર નિષ્ફળ[:]

[:gj]ટેકનોક્રેટ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ અમદાવાદ ખાતે કહ્યું હતું કે, સરકારને નેનો કાર અને ગિફ્ટ સિટી જેવા આયોજનો દેખાય છે. પરંતુ મોદીના તે બન્ને પ્રોજેક્ટ નિષ્ફળ થઇ ગયા છે. ગિફ્ટ સિટીમાં 300 એકર જમીન વેરાન પડી છે. માત્ર બે ત્રણ બિલ્ડીંગો બનાવીને ફાયનાન્સિયલ હબ બની ન શકે. ગુજરાતની ભાજપ સરકારે ગિફ્ટમાં કંઇ મેળવ્યું નથી. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પર આર્થિક બાબતોની નિષ્ફળતા પર પ્રહાર કર્યા હતા.

મોદીના નિષ્ફળ પ્રોજેક્ટમાં  ધોલેરા સ્માર્ટ સિટી, ગુજરાતના 5 સ્માર્ટ સિટી, રિવરફ્રંટ, ઈન્ફો સિટી, સેઝ, સર, કોસ્ટલ હાઈવે, ગ્રામ્ય રસ્તા, શૌચાયલ, સિંચાઈ બંધ, નર્મદા નહેર પ્રોજેક્ટ, નર્મદા સોલાર પ્રોજેક્ટ, ચારણકા પ્રોજેક્ટ, સહકારી ડીરી પ્રોજેક્ટ, ખેતી વાડીના તમામ પ્રોજેક્ટ, કૃષિ પાક વિમા યોજના, નવી કૃષિ નીતિ, 52 યુનિવર્સિટીઓ, મહાત્મા મંદિર, ઓટોમેટિક ટોલ નાકા, પ્રવાસન સર્કીટ વગેરે જેવા પ્રોજેક્ટો નરેન્દ્ર મોદીએ તૈયાર કર્યા હતા જે તમામ નિષ્ફળ રહ્યાં છે. તે અંગે શામ પિત્રોડાએ બોલવાનું ટાળ્યું હતું.

સામ પિત્રોડાએ કહ્યું કે મોદીનું મોડલ ઓફ ડેવલપમેન્ટ રહ્યું નથી. કારણ કે મોદી સરકારે ગુજરાતમાં શરૂ કરેલા પ્રોજેક્ટ અત્યારે મૃતપ્રાય બની રહ્યાં છે અથવા પહેલેથી જ નિષ્ફળ રહ્યાં છે. યુવાનો પાસેથી રોજગારી છીનવાઇ રહી છે. રાજ્યમાં સોલાર પ્રોજેક્ટ કામ કરતા નથી. વિદેશી મૂડીરોકાણ આવતું નથી. રાજ્યનો મુખ્ય આધાર ખેતી અને ખેડૂત છે જેને કોંગ્રેસ આગળ લાવવા માગે છે.

સરકારની વિવિધ સંસ્થાઓ જેવી કે આરબીઆઇ, ઇન્કમટેક્સ, ઇડી અને સીબીઆઇનો દુરપયોગ વિરોધીઓને ખતમ કરવા માટે થઇ રહ્યો છે. હું માનું છું કે કોંગ્રેસની ઇમરજન્સી સારી ન હતી પરંતુ અત્યારે મોદી અને ભાજપની ઇમરજન્સી ખતરનાક છે. જે દેશને તોડી રહી છે. કોંગ્રેસની લડાઇ સત્યની છે. સત્યની લડાઇ લડતી વખતે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પરંતુ દેશની જનતા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સત્યને સ્વિકૃતિ આપશે તેવી આશા વ્યક્ત કરી પિત્રોડાએ કહ્યું કે મોદીના શાસનમાં બેરોજગારી વધી ચૂકી છે. એક વર્ષમાં એક કરોડ લોકોને નોકરી આપવાની વાતો કરતા મોદી પાંચ વર્ષમાં તેમના વાયદા ભૂલ્યા છે. આજે દેશમાં કિસાનોના પણ પ્રશ્નો છે. ખેડૂતોને પોષણક્ષણ ભાવ મળતા નથી. દેશમાં વિદેશી ઉદ્યોગકારો મૂડીરોકાણ કરવા તૈયાર નથી. જીએસટી અને નોટબંધીએ વેપારીઓ સાથે મધ્યમવર્ગની મુશ્કેલીઓ વધારી છે. નેશનલ હેરલ્ડના કેસનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે મને અને કોગ્રેસના આગેવાનોને મોદીએ ખોટી રીતે સંડોવ્યા છે. જો કેસ મજબૂત હોય તો પાંચ વર્ષમાં અમારી સામે કેમ કઠોર પગલાં લેવાયા નથી તેવો સવાલ તેમણે કર્યો હતો.[:]