[:gj]બનાસકાંઠાના EVMમાં ગરબડ થઈ હોવાનો આરોપ, ઉમેદવારે ધરણા કર્યા [:]

[:gj]બનાસકાંઠા લોકસભા સીટના ઇવીએમ જગાણા ખાતે સટ્રોન્ગ રૂમમાં છે. ત્યારે પોતાનું નસીબ અજમાવનાર એક અપક્ષ ઉમેદવાર ઇવીએમમાં ગરબડીની આશંકા જતાવતા કલેકટર કચેરીએ ધરણાં પર ઉતરતા તંત્ર હરકતમાં આવ્યું હતું.
બનાસકાંઠા લોકસભા સીટ પર વાવ તાલુકાના તખતપુર ગામના ભરતકુમાર ખેમાભાઈ ચરમટાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેઓ ઇવીએમમાં ગરબડીની આશંકાએ જગાણા સ્થિત સટ્રોન્ગ રૂમ ખાતે ધામા નાખ્યા હતા. પરંતુ ત્યાંથી તેઓને હાંકી કઢાયા હોવાના આક્ષેપો સાથે તેઓ કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા. જ્યાં તેઓ ધરણાં પર બેસી ગયા હતા. ઇવીએમમા ગરબડીની આશંકા એ સ્ટ્રોંગરૂમ ખાતે બેઠેલા અપક્ષ ઉમેદવારે કોઈ અરજી પણ ન સ્વીકારતું હોવાના આક્ષેપ કર્યો હતો. તેઓએ ન્યાય નહિ મળે ત્યાર સુધી કલેકટર કચેરીએ ધરણાં પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, નમો વાઇફાઇ એક્ટિવેટ થયા બાદ ગરબડી ની આશંકાએ ધરણાં પર ઉતરેલા અપક્ષ ઉમેદવારની પશ્ચિમ પોલીસે અટકાયત કરી હોવાના અહેવાલ સાંપડ્‌યા છે.

બનાસકાંઠા લોકસભાના બહુજન સમાજ પાર્ટી-બીએસપીના તેજા નેથી રબારી નામના ઉમેદવાર છે. પક્ષપલટો કરીને યુદ્ધમાં હથિયાર હેઠા મુકી દીધા હતા. તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. બનાસકાંઠા લોકસભા બેઠકમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે તેજાભાઇ નેથીભાઇ રબારીએ દાંતીવાડા ખાતે યોજાયેલા સંમેલનમાં કોંગ્રેસમાં જોડાઈ જતાં કોંગ્રેસની જીતની શક્યતા વધી છે.

સમાજની આડમાં રાજકીય રોટલા શેકવા અને સત્તા માટે સોદાબાજી કરી રહેલો અલ્પેશ ઠાકોર હવે ખરો ભરાયા છે. તેની જ ઠાકોર સેના હવે તેની સાથે નથી. તેવામાં બનાસકાંઠાની જનતાએ અલ્પેશની નિયત પર સવાલ ઉઠાવ્યા છે.

ઉમેદવારોની યાદી

પરથી ભટોળ – કોંગ્રેસ ડૉ. ચંદ્રાબેન રાજનભાઈ અપક્ષ તેજાભાઈ નેથીભાઈ રબારી બહુજન સમાજ પાર્ટી પરબતભાઈ સવાભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ઠાકોર મેલા મદારસિંહ ગરવી ગુજરાત પાર્ટી ચરમટા ભરતકુમાર ખેમાભાઈ અપક્ષ જગદીશજી પરથીજી ધારાણી અપક્ષ રબારી સગથાભાઈ વીરમાજી અપક્ષ નવિનભાઈ ભગાભાઈ પરમાર અપક્ષ પરમાર છગનચંદ્રરાજ ધનાભાઈ અપક્ષ દેસાઈ ઈશ્વરભાઈ મહાદેવભાઈ અપક્ષ પઢીયાર ભરતકુમાર ઈશ્વરલાલ અપક્ષ ઠાકોર સ્વરૂપ સરદારજી અપક્ષ[:]