[:gj]બાબુ બોખિરીયાનું સફેદ દૂધમાં કાળું કૌભાંડ, અમૂલને ખાનગી પેઢી બનાવવા ષડયંત્ર[:]

[:gj]અમુલ પેટર્ન પ્રમાણે ગ્રામ્ય કક્ષાએ 18,554 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ મારફતે 36  લાખ પશુપાલકોનું દૂધ એકઠું કરીને 18 જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મારફત પ્રોસેસિંગ અને પેકેજિંગ કરવામાં આવે છે. જેનું વેચાણ ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(GCMMF) અમુલ મારફતે કરવામાં આવે છે. જેનું વાર્ષિક રૂ.41 હજાર કરોડનો વેપાર થાય છે. ગુજરાતના લોકોએ ‘અમુલ’ને દેશની અવલ નંબરની વિશ્વ વિખ્યાત બ્રાન્ડ બાનાવી છે. જેને ભાજપ ખથમ કરવા ઊતર્યો છે. જેના પર ભાજપના વેપારીઓ કબજો કરી રહ્યાં છે. દૂધના સફેદ કારોબારમાંથી ‘મલાઈ’ ખાઈ લેવાની ભાજપ દ્વારા વચેટિયાઓ મારફતે અમુલનો વાર્ષિક રૂ.41 હજાર કરોડનો વ્યવસાય હાથમાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે.

શું કૌભાંડ કર્યું ભાજપના નેતા બાબુ બોખિરિયાએ ?

પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનું રજીસ્ટ્રેશન 2013માં કરવામાં આવ્યું હતું. ભાજપ સરકારનું દબાણ લાવીને સંઘને GCMMF- અમુલનું સભ્યપદ પણ અપાયું હતું. પોરબંદર દૂધ ઉત્પાદક સંઘનું અત્યારે રૂ.600 કરોડનું ટર્ન ઓવર છે. ઘેડ અને બરડા ડુંગરના માલધારીઓનું રોજનું એવરેજ 2.75 લાખ લિટર દૂધ આવે છે. સંઘની માંગણી મુજબ ફેડરેશને સંઘને 2 લાખ લિટર પ્રતિ દિન ક્ષમતાનો દૂધનો પ્લાન્ટ ઊભો કરવાની સૈદ્ધાંતિક મંજૂરી 21 ડિસેમ્બર 2015ના રોજ આપી હતી. પોરબંદર દૂધ ઉત્પાદક સંઘ ઉપર ભાજપ અને તે વખતના સહકાર અને પશુપાલન મંત્રી અને હાલના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાનો સંપૂર્ણ કબ્જો છે. 2 લાખ લિટર ક્ષમતાનો પ્લાન્ટ જિલ્લા સહકારી સંઘે પોતે સ્થાપવાને બદલે ખાનગી પેઢી કામધેનુ એન્‍ટરપ્રાઈઝને તે કામ આપી દેવાનું નક્કી કર્યું હતું. પેઢી સાથે કરાર કરીને 2 લાખ લિટર દૂધ, 10 ટન દહીં, 50 હજાર લિટર છાશ, 10 ટન કિલો ઘી બનાવવા ખાનગી ડેરી મધેનુને 20 વર્ષ માટે કામ આપી દેવાનું નક્કી કરાયું હતું.

ત્રણ ગણા ભાવથી ભાજપના નેતાને કામ અપાયું

સરકારના રાજ્ય રજીસ્ટ્રાર કે અમુલની કોઈ પરવાનગી લીધા વગર ખાનગી પેઢીને રૂ.2.05 પ્રતિ લિટરના ઊંચા ભાવે કામ આપી દેવાયું હતું. જે ત્રણ ગણા ભાવ હતા. જેમાં રૂ.15 લાખની રોજની આવક થવાની હતી. આમ સહકારી ભાવના છોડીને ખાનગી પેઢીને કામ આપી શકાય નહીં એવો વિરોધ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડીયએ પક્ષો લખીને કરતાં તે કામ પડતું મૂકવું પડ્યું હતું.

અમુલના સોઢીની શંકાસ્પદ ભૂમિકા

અમૂલે નક્કી કહ્યું કે થર્ડ પાર્ટી પેકેજિંગ થઈ શકે નહીં તે પ્રકારનો નિર્ણય લીધો હતો. પરંતુ કામધેનુને ખોટથી બચાવવા માટે અમુલના મેનેજિંગ ડાઇરેક્ટર સોઢીએ કામધેનુનો પ્લાન્ટ 10 વર્ષ કે તેનાથી વધારે લિઝ ઉપર મેળવવા માટે 30 મે 2018થી પ્લાન્ટનું માસિક ભાડું રૂ.19.50 લાખ કરી આપ્યું છે. ભાડું રૂ.70 લાખ કરી આપવા માટે રાજ્ય રજીસ્ટ્રારને રજૂઆત પોરબંદર સંઘે કરી હતી. અમુલના એમ.ડી. સોઢીએ અગાઉ કામધેનુની શરણાગતિ સ્વીકારી લીધી જ છે અને અમુલ પેટર્ન અને લાખો પશુપાલકો પ્રત્યે વિશ્વાશઘાત કર્યો છે.

સરકારે ફાયદો કરાવવા કામ કર્યું

પૂર્વ પશુપાલન પ્રધાન બાબુ બોખીરિયાની રજૂઆત બાદ ભાજપ સરકારના સહકાર મંત્રી ઈશ્વર પટેલે 1 ઓગસ્ટ 2018ના રોજ ગાંધીનગરના તેમના કાર્યાલયમાં પોરબંદર દૂધ સંઘ, અમુલના ચેરમેન અને એમ.ડી., સહકાર સચિવ તથા રાજ્ય રજીસ્ટ્રાર તથા કામધેનુ વતી બાબુ બોખીરિયાની હાજરી વચ્ચે બેઠક બોલાવીને કામધેનુને ફાયદો કરાવવા દબાણ કર્યું હતું. હવે તાત્કાલિક નિર્ણય કરવા માટે અમુલ ઉપર ચારે તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે.

દૂધ પ્રોસેસની ક્ષમતાનો પૂરતો ઉપયોગ નહીં

અમુલ પાસે આજે પણ સંઘોની માલિકીના પ્રોસેસિંગ-પેકેજિંગ પ્લાંટોનો પૂરી ક્ષમતાથી ઉપયોગ થતો નથી. છતાં ભાજપના નેતાને કમાવી દેવા માટે ખાનગીકરણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં રોજના 15.5 લાખ લિટર દૂધ પ્રોસેસીંગ કરવાની ક્ષમતા છે, પણ 9 લાખ લિટર દૂધ પ્રોસેસિંગ થાય છે.

41 હજાર કરોડનો ધંધો કબજે કરવાની ચાલ

અમુલના કાયદા પ્રમાણે પશુપાલકોનું શોષણ અટકાવવા માટે સહકારી મંડળીઓને જ દૂધનું કામ આપી શકાય છે તેમ છતાં હવે ખાનગી લોકોને કામ આપવામાં આવી રહ્યું છે. અમુલ-ફેડરેશનના ચેરમેન અને એમ.ડી. પણ ભાજપ સરકારના કહયાગરા બનીને ભાજપના આગેવાનો પાસે રૂ.41 હજાર કરોડનો કારોબાર ખાનગી કંપનીઓ મારફત આવી જાય તેવી રીતે વર્તી રહ્યા છે. અમુલનું ખાનગીકરણ કરીને ભ્રષ્ટ હાથોમાં દૂધ ઉત્પાદકોના માલીકીની અમુલ બ્રાન્ડ કોઈ પણ સંજોગોમાં જશે તો દૂધના વ્યવસાયમાં નભતા લાખો પશુપાલકોને મરણતોલ ફટકો પડશે. છતાં પણ સરકાર આ બાબતે ઘટતાં પગલાં નહીં લે તો કાનૂની અને આંદોલનાત્મક પગલાઓ લેવાશે. ડો. કુરિયનની વિશ્વ વિખ્યાત અમુલ પેટર્ન બનાવી છે તેની સામે ભાજપે કામધેનુ પેટર્ન તરીકે કમાણી શરૂ કરી છે.

અમુલને છીન્નભીન કરવાનું ષડયંત્ર

ખાનગીકરણ કરીને અમુલ પેટર્ન અને પશુપાલકોને દગો દેવામાં આવ્યો છે. ‘અમુલ બ્રાન્ડ’ને છિન્ન ભિન્ન અમુલ પેટર્નમાં ભાજપના ભ્રષ્ટ દલાલોએ પાછલા બારણેથી વચેટિયા તરીકે દાખલ થઈને પશુપાલકોની માલીકીની રૂ.41 હજાર કરોડનો ‘અમુલ પેટર્ન’થી ઊભો થયેલો દૂધનો કારોબાર ભાજપ દ્વારા ભ્રષ્ટ ‘કામધેનુ પેટર્ન’ ઊભી કરીને પાછલા બારણેથી અમુલનું ખાનગીકરણ કરીને અબજો રૂપિયાની મલાઈ તારવી જવાનું કાવતરું થયું છે. દસ્તાવેજો સાથે આક્ષેપ કરીને અર્જુનભાઈ મોઢવાડિયા અને કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકારને રૂક-જાઓ કહેવાની ચેતવણી આપીને આ ખાનગીકરણની ચાલ સામે દૂધ ઉત્પાદકોની પડખે ઊભા રહીને આંદોલન કરવાની ચેતવણી આપી હતી.[:]