[:gj]વાહન પર નંબર પ્લેટ શિવાય બીજું કંઈ લખાણ ન લખી શકાય – કોર્ટ [:]

[:gj]

પંજાબ અને હરિયાણા આદેશ આપ્યો હતો કે ચંડીગઢમાં મેયર, ધારાસભ્ય, પ્રેસ, ડોક્ટર વગેરે જેવા હોદ્દાના સ્ટીકરો વાહનો પર મૂકી છે પણ તેના પર હવે પ્રતિબંધ છે. નવા નિયમનો અમલ કરવા કોર્ટે વહીવટને 72 કલાકની સમયમર્યાદા આપી હતી, જે હવે પૂર્ણ થઈ ગઈ છે.

ન્યાયાધીશ રાજીવ શર્મા અને ન્યાયાધીશ અમોલ રતન સિંહની ડિવિઝન બેંચે સુઓ મોટુ જનહિતની અરજીની સુનાવણી દરમિયાન આદેશ આપ્યો હતો કે ખાનગી વાહનો પર હાઇકોર્ટ, આર્મી, પોલીસ, પ્રેસ, જર્નાલિસ્ટ, પ્રમુખ, ઉપરાષ્ટ્રપતિ જેવા શબ્દો લખવા પર પણ પ્રતિબંધ છે. આ માટે કોર્ટે અધિકારીઓને 72 કલાકનો સમય આપ્યો હતો.

અદાલતે આ આદેશ આપતાંની સાથે જ શહેરભરના લોકોએ પણ તેમના વાહનોમાંથી સ્ટીકરો હટાવવાનું શરૂ કરી દીધું છે. જસ્ટિસ રાજીવ શર્માના વાહન પરથી સ્ટીકર પણ તુરંત જ હટાવી દેવામાં આવ્યું હતું.

કોર્ટ આ નવા નિયમનો અમલ કરીને શહેરમાં વીઆઇપી સંસ્કૃતિને નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે એવા ઘણા કિસ્સા પણ બન્યા છે કે લોકો હોદ્દો ધરાવતા સ્ટીકરોનો દુરૂપયોગ કરતા જોવા મળ્યા છે.

વાહનની નંબર પ્લેટ ઉપર કોઇપણ પ્રકારનું લખાણ કે લોગો લગાડવો નિયમ વિરુદ્ધ છે. રાજ્યમાં ફરતા વાહનો પૈકી અનેક વાહનો પર ડોક્ટર, એન્જિનિયર, પોલીસનું લખાણ લખેલું જોવા મળે છે. ઉપરાંત ઘણા વાહનો પર નંબર પ્લેટ લાલ પટ્ટી મારી લખાણ લખતા હોય છે, જેથી વાહનો સરકારી હોવાનો ભ્રમ ઊભો થાય છે. ઉપરાંત ઘણા વાહનો પર વિભાગનો લોગો પ્રદર્શિત કરવામાં આવે છે અને પોલીસ, ડોક્ટર, એન્જિનિયર જેવા હોદ્દા લખવામાં આવતા હોય છે. આ પ્રકારનું લખાણ વાહનો પર પ્રદર્શિત કરવું એ મોટર વ્હીકલ એક્ટની નિયમ વિરૂધ્ધનું હોઈ દંડને પાત્ર છે.કાર્યવાહી કરવા માટે રાજ્યના તમામ આરટીઓ અધિકારીઓને પરિપત્ર કરી સુચના આપી છે.

વાહન વ્યવહારમાં કાયદાનો ભંગ કરનારને આકરો દંડ કરવામાં આવી રહ્યો છે, પણ સરકાર પોતે જ વર્ષોથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહી છે. ગુજરાત સરકારના 50 લાખથી વધુના વાહનો ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત’ એવાં લખાણ સાથે ફરે છે. જે કાયદાની વિરુદ્ધ છે. મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯ મુજબ કોઈ પણ સરકાર આવું લખાણ લખી શકે નહીં. છતાં ગુજરાત સરકાર વર્ષોથી ગેરકાયદે વાહનો ચલાવી રહ્યાં છે.

અધિકારીને દંડ કોણ કરશે

જે રીતે મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯નુ સખ્તાઈથી સામાન્ય માણસ સામે અમલ કરવામાં આવી રહ્યો છે તે રીતે સરકાર પોતે ભૂલ કબૂલીને જે તે અધિકારીને દંડ કરે એવી લોકોની માંગણી છે. પહેલા તો પોતે વધારે ચોક્કસાઈ અને સખ્તાઈથી નિયમો પાળવા પડે, પરંતુ પાળતી નથી.

ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ

૧૯૮૯ નિયમ ૧૨૫ ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯નો નિયમ ૧૨૫ સ્પષ્ટ જણાશે છે કે વાહન ઉપર વાહનના રજીસ્ટ્રેશન નંબર (નંબર પ્લેટ) સીવાય કોઇપણ લખાણ લખી શકાય નહીં. આ કાયદો કેન્દ્ર સરકારના મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯ ઉપર જ રચવામાં આવ્યો છે. જનસત્તા દ્વારા એ પણ જાણવાની કોશિશ કરવામાં આવી હતી અને સરકારમાંથી ખાતરી કરવામાં આવી હતી કે આ જોગવાઇઓમાં કોઈ સુધારો તો કરવામાં આવ્યો નથી.

વિધાનસભામાં નનૈયો

૩૧મી માર્ચ ૨૦૧૬ના રોજ જામનગર ગ્રામ્યના તે વખતે કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા વાહન વ્યવહાર મંત્રીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે નવા સચિવાલયમાં તેમજ જુના સચિવાલય (ડો. જીવરાજ મહેતા ભવન) સંકુલોમાં ગેરકાયદેસર રીતે લખાયેલા ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત’ શબ્દ વાળા કેટલાં સરકારી વાહનો છેલ્લા બે વર્ષમાં સરકારના ધ્યાને આવ્યાં છે? તેમજ આ વાહનો કયા કયા વિભાગના છે અને નિયમોનાં ભંગ બદલ જવાબદારો સામે શું પગલાં લેવામાં આવ્યાં છે? તેમજ ઉક્ત લખાણો દૂર કરવામાં આવ્યાં છે કે નહીં. જેના જવાબમાં તે વખતના વાહન વ્યવહાર મંત્રી અને હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આવું કોઈ વાહન સરકારના ધ્યાને આવ્યું નથી અને આથી પગલાં લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી

હોદ્દો દર્શાવતા અધિકારીઓ

ઘણા સરકારી અધિકારીઓ પોતાની (સરકારે આપેલી અને ખાનગી) ગાડી પર DEO, TDO, ફલાણાં કમિટીના ચેરપર્સન વગેરે પોતાના હોદ્દા દર્શાવીને જે પ્રજાના નાણાં વડે તેમનો પગાર થઈ રહ્યો છે તે જ સરકારી કાયદાનો ભંગ કરીને પ્રજા ઉપર રોફ જમાવી રહ્યા છે. ટ્રાફિકના નિયમોનુંસાર આવા હોદ્દા વાહનો ઉપર દર્શાવી શકાય નહીં.[:]