[:gj]સરકારને પડકારતી સરકાર એપ્લીકેશન [:]

[:gj]

રાજ્યમાં ૨૩ વર્ષથી ભય, ભ્રમ, ભ્રષ્ટાચાર અને ધૃણાની રાજનીતિ કરી સત્તામાં રહીને સતત પ્રજાને અન્યાય કરનાર ભાજપા સરકારમાં પ્રજાનો અવાજ સંભળાય અને તેમના હક્ક-અધિકાર માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે "“લોક સરકાર મોબાઈલ એપ્લીકેશનને લોન્ચ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના ૨૩
વર્ષના શાસનમાં પ્રજા આજે ત્રસ્ત થઈ ચુકી છે. જેમાં પણ સરકારના અલગ અલગ વિભાગો હોવા
છતાં આજે લોકોને પોતાની ફરિયાદ ક્યાં કરવી તેની કોઈ જાણકારી નથી. તેમજ રાજ્યની આ
અસંવેદનશીલ સરકાર માટે લોકપ્રશ્નો ગૌણ બન્યા છે. તેમજ લોકોની સમસ્યાની ગુંજ પણ તેના બહેરા
કાને અથડાતી નથી. આ સરકારના શાસનમાં પ્રજાનો અવાજ બુલંદ થવાને બદલે દબાયો છે. તેમજ
જો લોકો જેમ તેમ કરીને ફરિયાદ કરી પણ લે તો તેનું શું થયું અને ફરિયાદનો નિકાલ ક્યારે થશે તેની
કોઈ જ જાણકારી નથી.
લોક સરકાર મોબાઈલ એપ્લીકેશનને લોન્ચ કર્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમગ્ર
રાજ્યમાંથી આવેલા કોંગ્રેસ પક્ષના કાર્યકર-આગેવાનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે અમલમાં મુકેલો નાગરિક
અધિકારપત્ર પણ માત્ર શોભાના ગાંઠીયા સમાન બન્યો છે. જેના લીધે ગુજરાતની પ્રજાને આજે તેની
સમસ્યાના સમાધાન માટે માત્ર રઝળપાટ કરવાની નોબત આવે છે. રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચથી
સરકારની કામગીરી માટે તંત્ર કાર્યરત છે. પરંતુ તેના કેન્દ્ર લોકો નથી. જેના લીધે લોકોની સમસ્યા
આજે પણ તેમની તેમ છે અને લોકોની સમસ્યામાં વધારો થયો છે.
ગુજરાતના આ બધી લોક સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષ દ્વારા લોક
સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા માટે અને સરકારને લોકો પ્રત્યે જવાબદાર બનાવવા માટે "લોક
સરકાર" ની શરુઆત કરવામાં આવશે. લોક સરકાર WWW.LOKSARKAR.IN  વેબસાઈટના માધ્યમથી
દ્વારા શરુ કરવામાં આવશે.
લોક સરકાર મોબાઈલ એપ્લીકેશનને લોન્ચ કર્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમગ્ર
રાજ્યમાંથી આવેલા કોંગ્રેસ પક્ષના કાર્યકર-આગેવાનોને સંબોધન કરતાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના
નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, "લોક સરકાર "એટલે લોકો વતી,લોકો માટે ચાલતી

લોકશાહી સરકાર. લોક સરકારનો ઉદ્દેશ લોક સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા, લોક વેદનાને વાચા
આપવા, સરકારને લોકો પ્રત્યે જવાબદાર બનાવવા, સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા, સરકારી
યોજના લોકો સુધીથી સરળતાથી પહોંચાડવાનો છે. આ સરકારમાં લોકશાહીનો મૂળ આધાર લોકોની જ
સદંતર અવગણના કરવામાં આવી રહી છે. લોક સરકારનો ઉદ્દેશ લોકશાહી પ્રણાલીને વધુ મજબુત
બનાવી લોકોને સશકત કરવાનો અને સરકારને જવાબદાર બનાવવાનો છે. લોક સરકાર એક
મોબાઈલ એપ્લીકેશનને તૈયાર કરનાર શ્રી રોહન ગુપ્તા અને તેમની ટેકનીકલ ટીમને ખૂબ ખૂબ
અભિનંદન આપું છું.
એ.આઈ.સી.સી.ના મીડિયા કોઓર્ડીનેટરશ્રી રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, "લોક સરકાર" નો
ઉદ્દેશ એક વહીવટી સ્વરૂપમાં જનસેવાનો છે. જેમાં છેવાડાના માનવી સુધી જરૂરી તમામ સુવિધા પહોંચે
તે છે. લોક સરકાર"નો મુખ્ય ઉદ્દેશ અને તેના અસ્તિત્વનનો આધાર જ જન સેવા છે. લોક સરકારમાં
તાલુકો, જીલ્લો અને રાજ્ય ત્રિસ્તરીય માળખું હશે. તેવા સમયે લોક સરકાર લોકોની સમસ્યાના ઝડપી
નિકાલ માટે મદદરૂપ બનશે. તેમજ ફરિયાદ કરનાર વ્યકિતને તેના આધારસ્વરૂપે પાવતી આપવામાં
આવશે. લોક સરકાર આ તમામ સેવાઓ આપના દ્વારે WWW.LOKSARKAR.IN ના માધ્યમથી
પહોંચાડશે. આ ઉપરાંત લોક સરકાર આપને મોબાઈલ માં પણ એપ સ્વરૂપે ઉપલબ્ધ થશે.
લોક સરકાર મોબાઈલ એપ્લીકેશનને લોન્ચિંગ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી શૈલેશભાઈ પરમાર,
હિંમતસિંહ પટેલ, શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા, લલીતભાઈ વસોયા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પદાધિકારી
ડૉ.જીતુભાઈ પટેલ, ડૉ.વિજય દવે, ડૉ.મનીષ દોશી, જયરાજસિંહ પરમાર, હિમાંશુ પટેલ, દિનેશ શર્મા,
શશીકાંત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં
પ્રજાલક્ષી કાર્યક્રમ લોક સરકારમાં જોડાઈને કોંગ્રેસ પક્ષ માટે કામગીરી કરવાનો ઉત્સાહ દેખાડનાર
૧૦૦૦ કરતાં વધુ કાર્યકર-આગેવાનો ઉપસ્થિત રહી નિષ્ઠાપૂર્વક કામ કરવાની પ્રતિબધ્ધતા જાહેર કરી
હતી.[:]