સરકારી યોજનાની ભળતી વેબસાઈટ બનાવી છેતરપીંડીનો પ્રયાસ થતા ફરિયાદ

[:gj]અમદાવાદ, તા. 19

સરકારી યોજના અંગેની યોજના અંગે સરકારી વેબસાઈટના ભળતા નામની વેબસાઈટ બનાવીને સીએનજી સ્ટેશનની ઓનલાઈન એપ્લિકેશનની નોંધણી શરુ કરી હતી આ અંગે ગુજરાત ગેસ લિમિટેડને જાણ થતા આ મામલે અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાઇ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ્સ લિમિટેડની ગુજરાત ગેસ લિમિટેડ કંપની રાજ્યમાં ગેસ વિતરણનું કાર્ય કરે છે. આ કંપની કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ કરાયેલા વિસ્તારોમાં ઘરે ઘરે પાઈપલાઈન મારફત પીએનજી ગેસ કનેકશન છે.  આ  ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકોને પણ પાઈપલાઈન મારફત ગેસ આપવામાં આવે છે. આ ઉપરાંત કંપનીના સીએનજી સ્ટેશન દ્વારા સીએનજી ગેસનું વિતરણ કરવામાં આવે છે.
આ દરમિયાનમાં ગત જૂન-2019થી ગુજરાત સરકાર દ્વારા સીએનજી સહભાગી યોજના સંદર્ભે નવા સીએનજી સ્ટેશનો સ્થાપવા માટેની જાહેરાત કરાઈ હતી. આ યોજના સંદર્ભે જે કોઈ વ્યક્તિએ સીએજની સ્ટેશન સ્થાપવું હોય તે માટે www.cngsahbhaagi.com વેબસાઈટ ઉપર ઓનલાઇન અરજી કરવાની હોય છે. અને આ વેબસાઈટ ઉપર અલગ અલગ ઓથોરાઇઝ લોકેશન્સ આપેલા છે. જે લોકેશનના આધારે ઇચ્છુક વ્યક્તિ જે તે લોકેશનને અનુરૂપ જગ્યા પસંદ કરીને તે જગ્યા ઉપર સીએનજી સ્ટેશન સ્થાપવા માટે  ઉપરોક્ત વેબસાઈટ ઓનલાઇન અરજી કરવાની હોય છે અને તે માટે તે અરજદારે જમીનના દસ્તાવેજો સબમિટ કરીને નોન રિફંડેબલ અરજી ફીના  રૂ.10 હજાર ગુજરાત ગેસ લિમિટેડના નિયત બેન્ક એકાઉન્ટમાં બિલડેસ્ક થ્રુ ઓનલાઇન ભરવાના હોય છે. ત્યાર બાદ સ્ક્રુટિની કરીને આગળની કાર્યવાહી થાય છે. આ અંગેની કાર્યવાહી કંપની દ્વારા હાલમાં પણ ચાલી રહી છે.

આ દરમિયાનમાં તા.17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત ગેસ લિમિટેડના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર નિતેશ ભંડારીના ધ્યાનમાં આવ્યું હતું કે, ગુજરાત ગેસ લિમિટેડની વેબસાઈટના ભળતા નામની http://cngsahbhaagiyojana.com ચાલી રહી છે. આ વેબ સાઈટ દ્વારા સીએનજી સ્ટેશનો માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે. જેથી નિતેશ ભંડારીએ કંપનીના એસોસિયેટેડ વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ નટવરભાઈ ક્રિશ્ચિયનને આ અંગે જાણ કરી હતી. જેથી તેમણે કંપનીના આઈટી મેનેજરને જાણ કરીને તપાસ કરાવતા આ વેબસાઈટ ઓફિસનું સરનામું સીએનજી સહભાગી યોજના, ગેસ ટ્રાન્સમિશન ડિપાર્ટમેન્ટ, ત્રીજો માળ, જીએસપીસી ભવન, સનરાઈઝ પાર્ક, ગુરુકુળ, અમદાવાદ-52, જાણવા મળ્યું હતું. આથી ગુજરાત ગેસ લિમિટેડના એસોસિયેટેડ વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ નટવરભાઈ ક્રિશ્ચિયને સાયબર ક્રાઈમમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

 [:]