[:gj]11 હજાર લોકોએ એકી સાથે આરતી કરીને ઊમિયા ધામનો વિક્રમ [:]

[:gj]અમદાવાદમાં 2 લાખ ચોરસવાર જમીનમાં ઉમિયા માતાજીનું મદિર બની રહ્યું છે. 4 માર્ચે યોજાનારા મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ થયો હતો. વાહનોના પાર્કિંગમાં કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે 1 કરોડ 10 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 4 હજાર બાળકો આ કાર્યક્રમમાં સંસ્કૃતિક પર્ફોમન્સ કરશે અને એક સાથે 11,000 યજમાનો હસ્તેમાં ઉમીયાની મહાઆરતી કરીને એક વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવશે.

શું છે મા ઉમિયાના ધામની ખાસિયત?

100 મીટરથી ઊંચું માતાજીનું મંદિર બનશે.

આ મંદિરમાં 41 ફૂટ ઉંચી માતાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.

51 ફૂટનું માતાજીનું ત્રિશુલ લગાવવામાં આવશે.

મંદિરમાં સત્સંગ હોલ, કાયમી યજ્ઞશાળા અને ધર્મસભાનું આયોજન કરવામાં આવશે.

મંદિરની આસપાસ શૈક્ષણિક અને રોજગાર ભવન, સિવિલ સર્વિસીંગ ટ્રેનિંગ, આરોગ્ય સેવાલક્ષી ભવન, આરોગ્ય કેન્દ્ર, યોગ સેન્ટર, યોગ મેડિટેશન ટ્રેનિંગ, સિનિયર સિટિઝન ભવન, NRI ભવન, ગર્લ્સ હોસ્ટેલ, બોય્ઝ હોસ્ટેલ, જીમ, સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ સંકૂલનું નિર્માણ કરવામાં આવશે.[:]