[:gj]ગામડાઓમાં 1.35 લાખ પથારીઓમાં 7 દિવસમાં 7 લાખ દર્દીઓને સારવાર ? મોત કેટલાં ? [:en]7 lakh patients treated in 7 days in 1.35 lakh beds in villages? How many deaths?[:hn]गांवों में 1.35 लाख बेड में 7 दिन में 7 लाख मरीजों का इलाज? कितनी मौतें?[:]

[:gj]ગાંધીનગર, 8 મે 2021
રાજ્યના 33 જિલ્લાના 248 તાલુકાઓમાં 15 હજાર કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં 1.35 લાખ પથારીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. જેમાં 1થી 7 દિવસ લોકો સારવાર લઈ રહ્યાં છે. અઠવાડિયામાં 7 લાખ લોકો પણ સારવાર લઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોતનું પ્રમાણ ઊંચું હોવાથી આ સમિતિઓને મરણ જનારા વ્યક્તિઓની યાદી બનાવી જાહેર કરવા માટે સૂચના આપવા માટે સરકાર પર દબાણ વધી રહ્યું છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં શરેરાશ એક ગામમાં 5થી 100 લોકોની મોત થયા હોવાના અખબારી અહેવાલો છે.

ગામોમાં જ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ તૈયાર કરી ગામના જે લોકોને શરદી, ખાંસી, તાવ જેવા સામાન્ય લક્ષણ હોય તેમને આવા સેન્ટર્સમાં આઇસોલેશનમાં રાખવા તેમજ તેમના રહેવા-જમવા, દવાઓની કિટ વિતરણની વ્યવસ્થા રાજ્ય સરકાર અને ગ્રામીણ સમિતિઓએ કરી છે.

રાજ્યભરમાં ગ્રામીણ વિસ્તારોમાં આવા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ગામના શાળા સંકુલ, દુધ મંડળી કે સમાજની વાડી અથવા મોટા ખાલી મકાનોમાં જે-તે જિલ્લા વિકાસ અધિકારીઓના માર્ગદર્શનમાં ટી.ડી.ઓ અને તેમની ટીમે ગામના આગેવાનોની સમિતી અને યુવાઓના સહકારથી કાર્યરત કરેલા છે.

ગાંધીનગર જિલ્લામાં આરસોડિયાના આ સેન્ટર સહિત 286 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ 4585 બેડની કુલ ક્ષમતા સાથે ઊભા કરાયા છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં 466 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં 2924 બેડની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે છેલ્લા માસમાં કોરોના બેડની સંખ્યા 41 હજારથી વધારીને 1 લાખ કરાઇ છે. છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં કોરોના કેસ સ્ટેબલ છે. 12500 નવા કેસ સામે 13800 દર્દી સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યમાં 58 હજાર ઓક્સિજન બેડ અને 2 હજાર હોસ્પિટલમાં 1100 ટન ઓક્સિજનનો 24 કલાક અપાય છે. એક માસમાં 7 લાખથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શન અપાયા છે.[:en]Gandhinagar, 8 May 2021
1.35 lakh beds have been provided in 15 thousand community covid care centers in 248 talukas of 33 districts of the state. In which people are undergoing treatment for 1 to 7 days. 7 lakh people can also get treatment in a week. The high death rate in rural areas has increased the pressure on the government to direct these committees to list the dead. Because there are reports of an average of 5 to 100 deaths in a village in a rural area.

The state government and village committees have set up community covid care centers in the villages to keep people in the village who have common symptoms like cold, cough, fever segregation as well as to distribute their housing, medical kits.

In rural areas across the state, such Community Covid Care Centers have been set up in village school campuses, milk committees or community farms or in large vacant houses under the guidance of the District Development Officers in collaboration with the team of TDOs and their village leaders And young.

In Gandhinagar district, 286 Community Covid Care Centers have been set up, including this center in Arsodia, with a total capacity of 4585 beds. 2924 bed facilities have been set up in 466 Community Covid Care Centers in rural Ahmedabad district.[:hn]गांधीनगर, 8 मई 2021
राज्य के 33 जिलों के 248 तालुकाओं में 15 हजार सामुदायिक कोविड देखभाल केंद्रों में 1.35 लाख बेड उपलब्ध कराए गए हैं। जिसमें लोग 1 से 7 दिनों तक इलाज कर रहे हैं। एक हफ्ते में 7 लाख लोग भी इलाज करा सकते हैं। ग्रामीण क्षेत्रों में उच्च मृत्यु दर ने सरकार पर इन समितियों को मृतकों की सूची बनाने का निर्देश देने का दबाव बढ़ा दिया है। क्योंकि ग्रामीण इलाके के एक गाँव में औसतन 5 से 100 लोगों की मौत की खबरें हैं।

राज्य सरकार और ग्राम समितियों ने गाँव में ऐसे लोगों को रखने के लिए गाँवों में सामुदायिक कोविड देखभाल केंद्र स्थापित किए हैं, जिनके पास सर्दी, खाँसी, बुखार में अलगाव जैसे सामान्य लक्षण हैं और साथ ही उनके आवास, चिकित्सा किट वितरित करने के लिए।

राज्य भर के ग्रामीण क्षेत्रों में, ऐसे सामुदायिक कोविड देखभाल केंद्र गाँव के स्कूल परिसरों, दुग्ध समितियों या सामुदायिक खेतों में या बड़े खाली पड़े घरों में टीडीओ और उनकी गाँव के नेताओं की टीम के सहयोग से जिला विकास अधिकारियों के मार्गदर्शन में स्थापित किए गए हैं और युवा।

गांधीनगर जिले में, अरसोदिया के इस केंद्र सहित 286 सामुदायिक कोविड देखभाल केंद्र स्थापित किए गए हैं, जिनकी कुल क्षमता 4585 बेड है। ग्रामीण अहमदाबाद जिले में 466 सामुदायिक कोविड देखभाल केंद्रों में 2924 बिस्तर सुविधाएं स्थापित की गई हैं।[:]