[:gj]8 સંસ્થાઓને 40 લાખ ચોરસ મીટર સરકારી જમીન આપી દેવાઈ [:]

[:gj]રીવોલ્યુશન ઈન રેવન્યુ મહેસૂલમાં ક્રાંતિ

18 માર્ચ 2020ના દિવસે ગુજરાત વિધાનસભામાં મહેસૂલ વિભાગે આપેલી વિગતો

 • રાજ્યના સમતોલ અને સમાવેશ વિકાસને સ્પર્શતા ઈન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થ, એજ્યુકેશન, ઈન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ, ક્લીન એનર્જી સહિતના સેકટર્સ માટે સરકારી જમીન ફાળવેલ છે.
ક્રમ પ્રોજેક્ટ જમીન
1. રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ 103.3 લાખ ચો.મી.
2. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ 8.09 લાખ ચો.મી.
3. ડીસેલીનેશન પ્લાન્ટ 9.23 લાખ ચો.મી.
4. વડોદરા રેલ્વે યુનિવર્સિટી 3.13 લાખ ચો.મી.
5. આવાસ યોજનાઓ માટે 4.26 લાખ ચો.મી.
6. નેશનલ મેરીટાઈમ હેરીટેઝ કોમ્પ્લેક્ષ-લોથલ 15.12 લાખ ચો.મી.
7. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સ 80.93 હજાર ચો.મી.

 

આમ 40 લાખ ચોરસ મીટર જમીન રાજ્ય સરકારે એક વર્ષમાં 7 સંસ્થાઓને સરકારી જમીન આપી છે. જે 4 કિલોમીટર જમીન થાય છે.

રીસર્વે

 • રી-સર્વેની કામગીરીના ભાગરૂપે 18000થી વધુ ગામોના 1 કરોડ 20 લાખથી પણ વધારે સર્વે નંબરોના પ્રથમ તબક્કાની રી-સર્વેની કામગીરી કરવામાં આવેલ છે.
 • જે પૈકી 16 હજાર જેટલા ગામોના રેકર્ડ આખરી કરવાની તથા 12 હજાર જેટલા ગામોમાં પ્રમોલગેશન કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
 • રી-સર્વેની કામગીરી જે તે ખાતેદારની હાજરીમાં કરવામાં આવે છે અને વાંધાના નિકાલ બાદ જ નવું રેકર્ડ તૈયાર કરવામાં આવે છે.
 • ગુજરાતની રી-સર્વેની કામગીરી અન્ય રાજ્ય માટે દાખલા રૂપ છે. 13 જેટલા રાજ્યોની ટીમે ગુજરાતની રી-સર્વેની કામગીરીનો અભ્યાસ કરવા મુલાકાત લીધી છે.
 • હાલના કબજેદારને ખેતરનો નકશો બાંધમાપ સહિત ગામ નમૂના નં.7/12ના ઉતારામાં મળશે. 7/12ના ઉતારામાં જમીનના આકારનું ચિત્ર પણ આવે છે.
 • જમીન મહેસૂલ વહીવટની પધ્ધતિમાં 16મી સદીમાં ટોડરમલે પધ્ધતિસરના સુધારા કર્યા.
 • સને 1913માં ઈન્ડિયન સિવીલ સર્વિસના અધિકારી એન્ડરસને નવેસરથી મહેસૂલી હિસાબ નિયમ સંગ્રહ તૈયાર કર્યો.
 • જેમાં, ગામના 18 નમૂના, તાલુકાના 23 નમૂના અને જિલ્લાના 7 નમૂના તૈયાર કરવામાં આવ્યાં.
 • હાલમાં પણ એજ નમૂના જેવા કે ગામ નમૂના નં. 6, 7/12, 8-અ આટલા વર્ષો બાદ પણ સુધારા સાથે ઉપયોગમાં લેવામાં આવે છે.

ટેકનોલોજી

 • ગામ નમૂના નં. 7/12ના 8 કરોડ હસ્ત લીખીત ઉતારા ઓનલાઈન
 • 43 કરોડ હસ્ત લીખીત હક્કપત્રક (ગામ નમૂના નં. 6)ની નોંધો ઓનલાઈન
 • 10 લાખ મહેસૂલી કેસોની વિગતો ઓનલાઈન.

લાઈન

 • એન.એ. માટે 10 જેટલી કચેરીઓના અભિપ્રાયો મળ્યાં બાદ 17 ટેબલ પર અરજીની પ્રોસેસ થતી
 • બિનખેતી પરવાનગી મેળવવામાં સરળતા, ઝડપ અને પારદર્શકતા રહે તે હેતુથી ઓનલાઇન બિનખેતી પ્રક્રિયા સમગ્ર રાજ્યમા iORA વેબસાઈટ ઉપર ઓનલાઇન કરવામાં આવેલ છે.
 • ખેતી / બિનખેતીની પરવાનગી તથા પ્રિમિયમ, બિનખેતી કરાવેલ જમીનનો અન્ય હેતુ માટે ઉપયોગ, બોનાફાઈડ ઈન્ડસ્ટ્રિયલ પર્પઝ માટે બિનખેતી પરવાનગી, બોનાફાઈડ ઈન્ડસ્ટ્રિયલ પર્પઝ માટે ખેતીની જમીન ખરીદવાની પરવાનગી, ઈ-ધરામાં વારસાઈ નોંધ માટે અરજી જેવી 24 જેટલી સેવાઓ તબક્કાવાર ઓનલાઈન કરવામાં આવેલ છે.
 • 24 જેટલી સેવાઓ તબક્કાવાર ઓનલાઈન કરવામાં આવેલ સેવાઓ પૈકી 20 જેટલી સેવાઓને ફેસલેસ કરવામાં આવી છે.
 • ખેડૂત ખાતેદાર ખરાઈ ઓનલાઈન
 • 7/12 માં સુધારા હુકમ
 • એક જ ક્લિક પર – પહાણી પત્રક
 • 7/12
 • હક્કપત્રક નોંધો
 • જંત્રી
 • મહેસૂલ કેસની વિગત
 • સિવિલ કેસની વિગત
 • મિલ્કત વેરાની વિગત
 • દસ વર્ષના રજીસ્ટર્ડ દસ્તાવેજ
 • હવે, સમગ્ર રાજ્યની મહેસૂલ વિભાગની તમામ ઓનલાઈન અરજીઓની પ્રિ-સ્ક્રુટીની આ નિમાયેલ 8 PSO દ્વારા થાય છે.

સ્ટેમ્પીંગ

 • નોન જયુડીશીયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ તા.1/12/2019 થી બંધ કરેલ છે.
 • પહેલાં રાજ્ય ભરમાં 474 ઈસ્ટેમ્પીંગ કેન્દ્રો અને 337 ફ્રેન્કીંગ કેન્દ્રો કાર્યરત હતા.
 • નવા 3700થી ઈસ્ટેમ્પીંગ કેન્દ્રો શરૂ કરવામાં મંજુરી આપવામાં આવેલ છે. જે પૈકી 2350 ઈ-સ્ટેમ્પીંગ કેન્દ્રો કાર્યરત થયેલ છે.
 • સી.એમ. ડેશ બોર્ડ, 3000 જેટલાં ઈન્ડીકેટર્સ
 • રેવન્યુ વિભાગે M. ડેસ્ક બનાવેલ છે.
 • RFMS (રેવન્યુ ફાઈલ મોનિટરિંગ સિસ્ટમ), રાજ્યની તમામ મહેસૂલી કચેરીઓમાં RFMSથી જોડવામાં આવેલ છે.

મહેસૂલી આવક

 • રાજ્યમાં મહેસૂલ વિભાગ આવકમાં GST પછી બીજા નંબરે છે. વર્ષ 2019-20માં મહેસૂલ વિભાગની કુલ આવકનો અંદાજ આશરે રૂ. 11,600/- કરોડ જેટલી છે. આગામી વર્ષ 2020-21માં રૂ. 12,060 કરોડનો અંદાજ સુચવેલ છે.
 • વર્ષ 2001 પહેલાં સ્ટેમ્પ ડ્યૂટીનો દર 10થી 14 ટકા હતો અને તે વખતે સ્ટેમ્પ ડ્યૂટીની કુલ આવક રૂ. 874 કરોડ હતી. ગુજરાતમાં 9 ટકા છે.
 • મહિલાઓ મિલકતની ખરીદી કરે તો 1 ટકા રજીસ્ટ્રેશન ફી ની માફી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 25 લાખ 19 હજાર મહિલાઓને રૂ. 1,602 કરોડ રકમનો લાભ આપ્યો.

સૂચિત સોસાયટી

 • કાયદાકીય મંજુરીઓ લીધા વિના ખાનગી જમીનો પર મકાનો બની ગયા છે. હક્ક, હિતો રેકર્ડ પર નોંધવા માટે પડતી સમસ્યા જેવી કે, માંડવાળ ફી અને અન્ય રકમો ભરપાઈ કરવા. 675 સોસાયટીઓમાં 62,200 જેટલા વધુ મકાનને મંજુરી આપી છે.

રાહત કામગીરી

 • પશુધન બચાવવા માટે આ વર્ષની અછતમાં 14 કરોડ કિ.ગ્રા. ઘાસનું વિતરણ કરવામાં આવ્યું.
 • 545 જેટલાં કેટલ કેમ્પ તેમજ 514 જેટલાં પાંજરાપોળ / ગૌ શાળામાં કુલ 70 લાખ થી વધુ પશુઓનો નિભાવ માટે રૂ. 432 કરોડથી વધુની સહાય.
 • અછતમાં 96 જેટલા તાલુકાઓના 17 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 1631 કરોડની સહાય ચુકવવામાં આવી છે.
 • એજ રીતે અતિવૃષ્ટિમાં પણ જે-જે ખેડૂતોને નુકશાન થયું છે તેઓને રાજ્ય સરકારે તેમને પણ પોતાના બજેટમાંથી કરોડો રૂપિયાની સહાય કરી છે.
 • કમોસમી વરસાદમાં રાજ્યના 32 લાખ જેટલાં ખેડૂતોને રૂ. 2154 કરોડથી વધુની સહાય ચુકવવામાં આવેલ છે.
 • તાજેતરમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તીડથી થયેલ નુકશાન માટે 10 હજાર જેટલાં ખેડૂતોને રૂ. 19 કરોડથી જેટલી પાક સહાય આપવામાં આવી.
 • પાંજરાપોળો, અબોલ પશુઓ માટે વધુમાં વધુ ઘાસચારો ઉગાડી શકે તેમજ જીવદયાની પ્રવૃત્તિ સારી રીતે કરી શકે તે માટે ટોચ મર્યાદા કરતાં વધારાની જમીન ધારણ કરી શકે તે માટે ખેત જમીન ટોચ મર્યાદા ધારો 1960ની કલમમાં સુધારો કર્યો.
 • મહેકમ સબંધી નિર્ણયો
 • મહેસુલી સેવાઓ સુદ્રઢ બનાવવા તથા તંત્રને વધુ વેગવંતુ બનાવવાના હેસુસર વિભાગ હેઠળના વિવિધ સંવર્ગો નાયબ કલેકટર, મામલતદાર, ડી.આઈ.એલ.આર., નાયબ મામલતદાર, સિનિ. સર્વેયર, સર્વેયર, બિન સચિવાલય કારકૂન સીધી ભરતીથી 3647 જેટલાં અધિકારી/કર્મચારીઓની વર્ષ 2017-19 માં નિમણૂંક કરી છે.
 • છેલ્લા 3 વર્ષમાં મહેસૂલી સંવર્ગના વર્ગ-1 થી 3ના 98 જેટલાં અધિકારી/કર્મચારીઓને વિવિધ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી.

મહત્વની નવી સેવાઓ.

 • ખેતીની જમીન માપણી આધુનિક રીતે તેમજ વિવાદ રહિત થાય તે માટે કુલ 108 ડી.જી.પી.એસ. (ડીફરન્શીયલ ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ) માટે રૂ. 27 કરોડની નવી સેવા રજુ કરવામાં આવેલ છે.
 • નગરપાલિકા વિસ્તારમાં જમીન માપણી આધુનિક રીતે તેમજ વિવાદ રહિત માપણી કરાવવા માટે ઈ.ટી.એસ. (ઈલેક્ટ્રોનિક ટોટલ સ્ટેશન) મશીનની ખરીદી માટે રૂ. 12.80 કરોડની નવી સેવા રજુ કરવામાં આવેલ છે.
 • 10 સબ-રજીસ્ટ્રાર કચેરીઓને મોડેલ કચેરીઓ બનાવવા માટે અને હાલની 16 જેટલી કચેરીઓ અપગ્રેડ કરવા માટે રૂ. 15 કરોડની નવી સેવા રજુ કરવામાં આવેલ છે.
 • મહેસાણા તેમજ આણંદ જિલ્લામાં નવી કલેકટર કચેરીના બાંધકામ માટે રૂ. 10.45 કરોડ, સાબરમતી મામલતદાર કચેરીના બાંધકામ માટે રૂ. 4.79 કરોડ તથા દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકા મામલતદાર કચેરીના બાંધકામ માટે રૂ. 1.80 કરોડની નવી સેવા રજુ કરવામાં આવેલ છે.
 • જનસેવા કેન્દ્રો દ્વારા ડીઝીટલ ગુજરાત પોર્ટલ મારફત 283 જેટલી સેવાઓનું વિતરણ કરવા સારૂ રાજ્યમાં આવેલ તમામ કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રોનું આધુનિકરણ કરવા સારૂ રૂ. 18 કરોડની નવી સેવા રજુ કરવામાં આવેલ છે

ગૌચર

 • ગૌચરની જમીન છેલ્લા 10 વર્ષમાં સરકારે રાજ્યમાં 12 કરોડ 73 લાખ ચો.મી. ગૌચરનો વધારો થયેલ છે.

[:]