[:gj]પાણીની બોટલ કરતાં તરબૂચ સસ્તા, રાતા તરબૂચ અને રૂપાણીએ ખેડૂતોને રાતે પાણીએ રડાવ્યા [:]

[:gj]અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મેઘરજ તાલુકામાં મોટાભાગે ખેડૂતોએ ઉનાળુ ખેતીમાં તડબૂચનું વાવેતર કર્યું છે. લગભગ 500 વિઘાથી વધુ જમીનમાં તડબૂચનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. તડબૂચની ખેતી 70 દિવસની હોય છે. ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ લાવી સારી માવજત કરીને ખૂબ સારા પ્રમાણમાં તડબૂચનો ઉતારો પણ આવ્યો છે. લગભગ 1 વીઘાએ 650 થી 700 મણ તડબૂચનો પાક થાય તેમ હતો. તડબૂચની ખેતીમાં વીઘાએ 70 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. 3.5 લાખ મણ તરબૂત ખરાબ થઈ ગયા છે. 70 લાખ કિલો તરબૂત પાણીની બોટલ કરતાં પણ સસ્તામાં વેચાઈ રહ્યાં છે.

સરકારે લોકડાઉન જાહેર કર્યું એની અસર ખેડૂતો પર થઈ છે. ખેડૂતોએ વ્યાજે પૈસા લઈને મહામહેનતે તૈયાર કરેલા તડબૂચ વાહન વ્યવહાર બંધ હોવાના કારણે ખેતરમાં જ પડી રહ્યા અને સડી ગયા છે. રૂપાણીએ રાતે પાણીએ ખેડૂતોને રડાવી દીધા છે.

350 થી 400 રૂપિયે મણ તડબૂચ વેચાય છે. જિલ્લા બહાર અને અન્ય રાજ્યોમાં પણ મેઘરજના તડબૂચ વર્ષોથી વેચતા હતા.  લાખો મણ તડબૂચનો પાક ખેતરમાં જ પડી રહ્યો છે. હાલની સ્થિતિમાં ખેડૂતો લોકલ ટ્રેક્ટરમાં ભરી ફક્ત 10 રૂપીયે કિલો એટલે કે 200 રૂપિયે મણ તડબૂચ વેચવા ખેડૂત મજબૂર બન્યા છે. રૂપાણી સરકાર બિનસંવેદનશીલ બનીને ખેડૂતોને કોઈ મદદ કરવા તૈયાર નથી.[:]