[:gj]રખડતાં ભટકતાં અનામી પાગલને નવ જીવન આપતી પોલીસ [:]

[:gj]અરવલ્લી જીલ્લાના માલપુરમાં ફૂટપાથ પરના ભિક્ષુક કે જે માનસિક બિમાર છે તેમને સારી રીતે નવડાવીને વાળ કપાવીને સ્વચ્છ કરવાનું કામ પોલીસે કર્યું છે. પીએસઆઈ એન.એમ.સોલંકી અને પોલીસ કર્મીઓએ કોરોનાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિનું જીવન સુધારવા પ્રયાસ કર્યો છે. ભૂખ અને તરસ વચ્ચે આ વયક્તિ જીવે છે. તેને પોતાનું નામ પણ ખ્યાલ નથી.

અનામી માણસને પોલીસ સ્ટેશન લઇ આવી તેના લાંબા ગંદા વાળ કપાવીને નવડાવી સ્વસ્થ કરીને નવા કપડાં પહેરાવીને તેને સ્વચ્છ બનાવેલાં હતા. માનવ સેવાનું પોલીસે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ભિક્ષુક વૃત્તિ કરતા યુવકના ચહેરા પર ખુશી જોવા મળી હતી. યુવક પાસેથી તેના પરિવાર માહિતી મેળવી તેના પરિવાર સાથે મીલન કરાવવાની દિશામાં પ્રયત્નો હાથધર્યા છે. યુવકને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. મનોચિકિત્સક અને તબિતની મદદ લઈ સારવાર કરી સુરક્ષીત સ્થળે રાખવાની વ્યવસ્થા પોલીસ શોધી રહી છે.

[:]