[:gj]ભાજપના પક્ષાંતરથી કોંગ્રેસની હાર માટે રાજીવ સાતવે ને બાબુભાઈ જવાબદાર [:]

Babubhai was responsible for the defeat of the Congress over the BJP's defeat

[:gj]દિલીપ પટેલ 

ગાંધીનગર, 5 માર્ચ 2020

રાજ્યસભાની ચૂંટણીને લઈને 12 માર્ચે 2020માં ગુજરાતની મુલાકાતે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આવીને દાંડીયાત્રામાં હાજર રહેશે. કોંગ્રેસ દ્વારા સૌથી મોટી દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગેનો નિર્ણય દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસના નેતાઓની બેઠકમાં લેવામાં આવ્યો છે. દેશમાં બનેલી હિંસાની ઘટનાઓ સામે ગાંધીજીનો અહિંસાનો સંદેશ દેશને પાઠવી શકે છે. ગાંધીજીની જન્મભૂમિથી કોંગ્રેસ અહિંસાનો સંદેશ પાઠવશે. ૧૨ માર્ચથી ૬ એપ્રિલ સુધી દાંડી યાત્રા યોજાશે. ગાંધી વિચારોને ફરી જીવંત કરવાનો કાર્યક્રમ છે. તેમની મુલાકાત સમયે રાજીવ સાતવે રાજ્યસભાના બે ઉમેદાવોરો અંગે કેટલીક જાહેરાત કરી શકે છે.

કોંગ્રેસ બે બેઠક હારશે

રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસને બે બેઠક મળે તેમ હતી. પરંતુ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવેના કારણે 2 બેઠકમાંથી એક જ બેઠક મળે એવી રાજકીય સ્થિતી ઊભી થઈ ચૂકી છે. તેના માટે સૌથી કોઈ જવાબદાર હોય તો અહેમદ પટેલ અને રાજીવ સાતવે છે.

ભાજપને 3 ધારાસભ્યો ખુટે છે

182 ધારાસભ્યોમાંથી 76 ધારાસભ્યો હવે કોંગ્રેસના ઉમેદવારને મત આપી શકે તેમ છે. જ્યારે ભાજપ પાસે 103 અને બીજા 3 સાથે 106 ધારાસભ્યો છે. હવે ભાજપે 3 ધારાસભ્યો પોતાનું ક્રોસ વોટીંગ કરવાનું થાય છે. જે કરોડો રૂપિયા આપીને કે ભાજપમાં સારો હોદ્દો આપીને કોંગ્રેસના ધારાસભ્યોનું પક્ષાંતર કરાવવામાં માટે ભાજપ સક્રિય થઈ ગયો છે. ભાજપે તમામ નીતિ નિયમો નેવે મૂકીને પક્ષાંતર કરવા જાહેરમાં કોંગ્રેસના ધારાસભ્યોને આહવાન આપ્યું છે. વસાવા તેમને ટેકો આપે તેમ છે. એક મત એનસીપીનો છે. જે પણ કોંગ્રેસને નહીં મળે. તેથી વસાવાને મળવા માટે શંકરસિંહ વાઘેલા ગયા હતા.

રાજીવ કેમ જવાબદાર

રાજીવ સાતવ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવા સાથે સંપર્ક કરવો જોઈએ તે ક્યારેય કર્યો નથી. તેમના બે ધારાસભ્યો છે. પણ જ્યારે મતની જરૂર હોય છે ત્યારે છોટુ વસાવાની પાસે કોંગ્રેસ દોડી જાય છે પણ તેમની સાથે પહેલાથી સારા રાજકીય સંબંધો સાતવેએ રાખવા જોઈતા હતા તે રાખી શક્યા નથી. તેમણે 2017 પછી છોટુ વસાવાને મળીને તેમની સાથે સારા રાજકીય સંબંધો ઊભા કર્યા નથી. તેથી છોટુ વસાવા તેમનાથી નારાજ છે.

અહેમદ પટેલ 

રાજ્યસભામાં જીતવા માટે અહેમદ પટેલને છોટુ વસાવાએ મત આપ્યો હતો. ચૂંટણી પતી ગયા પછી અહેમદ પટેલે ક્યારેય વસાવાને મદદ કરી નથી. ઉપરાંત 2019ની લોકસભામાં છોટું વસાવા ભરૂચની બેઠક પર ઊભા હતા પણ અહેમદ પટેલે તેમને કોઈ મદદ કરી ન હતી. અહેમદ પટેલે વસાવા સાથે ગદ્દારી કરી હતી. જે વસાવા ભૂલી શક્યા નથી. પીઠ પાછળ છૂરો ભોંકવા માટે બાબુભાઈ જાણીતા છે. તેથી વસાવા નારાજ છે.

ગુજરાતના નેતા

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજકીય કુનેહ બતાવી નથી. તેઓ વસાવાને પોતાની સાથે લેવામાં સાવ નિષ્ફળ ગયા છે.

હવે શું 

હવે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવી રહ્યાં છે ત્યારે તેઓ એક બેઠક હારવા માટે કોણ જવાબદાર છે તેની ચર્ચા કરે તેવી શક્યતા છે. કારણ કે બે ઉમેદવારો કોને મૂકવા તે અંગે આ બન્ને નેતાઓ રાજીવ સાતવે સાથે ચર્ચા કરશે. રાજીવ જે કહેશે તે જ બે નામ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસના ઘસાયેલા નેતાઓને રાજ્યસભામાં મોકલવાના બદલે ગુજરાતમાં પ્રજાની સાથે રહીને સરકાર સામે ઉગ્ર બની શકે એવા ઉમેદવારો નક્કી કરાશે. છેલ્લે અમિ યાજ્ઞીક અને અહેમદ પટેલને રાજ્યસભામાં મોકલ્યા પણ તેઓએ કોઈ પ્રતિભા બતાવી નથી. તેઓ ગુજરાતની પ્રજાની વેદના વ્યક્ત કરવા માટે તમામ નેતા અને નેતીઓને જેમ સાવ નિષ્ફળ રહ્યાં છે. સરકાર સામે કોંગ્રેસના એક પણ નેતા હવે લડતાં નથી. તેઓ ગુલાબી નોટો સામે હારી જાય છે.[:]