[:gj]કોંગ્રેસના અમદાવાદ વોર્ડ પ્રભારીને કાર્યકરોએ માર માર્યો[:]

[:gj]workers beat Congress in-charge of Ahmedabad ward

11 ફેબ્રુઆરી 2021

કોંગ્રેસના પ્રભારી પ્રફુલ્લ શાહ પર ગઈ કાલે કોંગ્રેસના જ કાર્યકરો અને આગેવાનો દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. દિનેશ મહિડા, NSUIના સભ્ય પ્રમોદ અને કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. ત્રણ મહિનાથી પ્રફુલ્લ શાહને સાબરમતી, રાણીપ, ચાંદલોડિયા અને ચાંદખેડાના પ્રભારી બનાવ્યા હતા.

પ્રફુલ્લ શાહ ગુજરાત પ્રદેશમાં માઈનોરિટી વિભાગના સ્ટેટ કો-ઓર્ડીનેટર છે. મધ્યપ્રદેશમાં પણ 7 બેઠકના સહપ્રભારી પણ હતા. ટિકિટની વહેંચણીઓ બાદ ધારાધોરણ અનુસાર ટિકિટ ફાળવવામાં આવી હોવાનો દાવો પ્રફુલ્લ શાહે કર્યો હતો. પ્રફુલ્લ શાહને ટાંકા આવ્યા છે અને માર મારતા લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે.

AMCની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર ન કરીને છેલ્લી ઘડીએ લોકોને ફોન કરીને મેન્ડેટ આપ્યા હતા. કોંગ્રેસની રાણીપ, સાબરમતી અને ચાંદખેડા વોર્ડના પ્રભારી પ્રફૂલ શાહને કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. અને કાર્યકરોએ ભેગાં મળીને પ્રફુલ શાહની ધોલાઈ શરૂ કરી તેમને મૂઢ માર માર્યો હતો. કોંગ્રેસ પ્રભારીને માર પડતાં જ હવે અન્ય વોર્ડના પ્રભારીઓ પણ પોતાના વિસ્તારમાં જતાં ડરશે તેવો માહોલ સર્જાયો છે.

રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે[:]