[:gj]દુનિયાને ચેપ લગાડનારા વુહાનની જેમ ગુજરાતમાં અઢી મહિના લોકડાઉન રાખવું પડશે ?[:]

China infected the world after 76 days of lockdown withdrew in Wuhan

[:gj]નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં જ્યાંથી કોરોના આવ્યો તે વુહાનમાં 76 દિવસ બાદ આજે લોકોને બહાર જવાની છૂટ આપીને લોકડાઉન દૂર કરાયો છે. ભારત અને ગુજરાતમાં જો સંપૂર્ણ રીતે કોરોના દૂર કરવો હોય તો 21 દિવસના બદલે 76 દિવસ સુધી લોકડાઉન રાખવું પડે એવું ચીનના વુહાન પરથી તબીબો કહી રહ્યાં છે. તેથી ભારતમાં હજું લાંબો સમય સુધી લોકડાઉન રાખવું પડશે. કારણ કે ભારતમાં વિદેશથી 15 લાખ લોકો આવ્યા હતા અને સમગ્ર દેશમાં ફેલાઈ ગયા બાદ કોરોના ફેલાયો છે. ત્યારે ચીનથી પ્રેરણા લઈને લોકડાઉ કરીને તમામ વિમાનો બંધ કરી દેવાની જરૂર હતી. તેમ કરવાના બદલે આ લોકોને વિદેશ પ્લેન મોકલીને ભારત લાવીને ભારત ઉપર ખતરો વધારી દેવાયો છે. તેથી હવે આખો દેશ હજું ઘણાં દિવસો સુધી ખરતા પર છે, તેથી લોકડાઉન ઘટવાના બદલે વધે તો જ દેશ બચી શકશે.

 

ચીનના હુબેઈની રાજધાની વુહાનમાં 76 દિવસ પછી લોકડાઉન રાખવામાં આવ્યો હતો, જે ગઈકાલે ઉઠાવી દીધો છે. સારું સ્વાસ્થ્ય ધરાવતા લોકો પોતાના ઘરની બહાર નીકળી શકે છે. ઉપરાંત અન્ય લોકોને ઘરોની બહાર નીકળવાની મંજૂરી નથી.  ડિસેમ્બરથી જ વુહાન શહેરમાં કોરોના વાયરસનો પગપેસારો શરૂ થઈ ગયો હતો. ત્યાર પછી ચીનમાંથી લાખો લોકો દુનિયામાં ગયા હતા. કોરોના ફેલાઈ ચૂક્યો હતો ત્યાર બાદ અમેરિકાના પ્રમુખ ગુજરાતમાં આવ્યા ત્યારે 10 લાખ લોકોએ સમૂહમાં તેનું સ્વાગત કર્યું હતું. ચીનમાં ફાલાયા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતને ચેતવણી આપી હતી કે કોરોનો માટે પગલાં ભરો ત્યાર બાદ વિદેશથી 15 લાખ લોકો ભારતમાં આવી ચૂક્યા હતા. જે તમામને હજુ સુધી શોધી શકાયા નથી.  બુધવારે લગભગ 55,000 લોકો ટ્રેનથી વુહાન છોડી દીધું છે. તેમાંથી મોટા ભાગના ચીનના પર્લ રિવર ડેલ્ટા તરફ આગળ વધી રહ્યા છે. સ્થાનીક રેલવે પ્રાધિકરણ અનુસાર પ્રથમ ટ્રેન દક્ષિણ ચીનના ગુઆંગ્શી જુઆંગ સ્વાયત્ત ક્ષેત્રના નાનનિંગમાં સવારે ગઈ હતી. દુનિયાભરમાં હાલ 14.31 લાખ કોરોના દર્દી સાથે 83 લોકોએ જીવ ગુમાવ્યો છે. 3 લાખ સાજા થયા છે.  ઈટાલી બાદ હવે અમેરિકામાં કોરોના ખરાબ સ્થિતિ સર્જી રહ્યું છે. અમેરિકામાં 24 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં ન્યૂયોર્કમાં એક દિવસમાં 731 લોકોએ જીવ ગુમાવ્યો છે, ન્યૂયોર્કમાં કુલ મૃત્યુ 5489 છે. અમેરિકામાં ચાર લાખથી વધારે કેસ નોંધાયા છે અને 12 હજાર 854 લોકોએ જીવ ગુમાવ્યો છે.[:]