[:gj]વડોદરાની શાળાની 17 વર્ષની સાત્વિક ખેતીના કારણે આખા ગુજરાતની શાળાઓને ખેતી કરવાની મંજૂરી મળી[:en]Due to a teacher, government school farming was allowed in all over Gujarat[:hn]एक स्कूल की 17 साल की सात्विक खेती के कारण, पूरे गुजरात के स्कूलों में खेती करने की अनुमति दी गई[:]

[:gj]ગાંધીનગર, 27 નવેમ્બર 2020

એક શાળાની વાડીના કારણે ગુજરાતની તમામ શાળાઓને શાકવાડી તૈયાર કરવાની કાયદાકિય મંજૂરી રાજ્ય સરકારે આપી છે. વડોદરાની શાળાઓ પોતાનું ખેતર બનાવીને શાળાના બાળકો માટે શાલભાજી ઉગાડવાના પ્રોજેક્ટની જાણ સચિવાલયના શિક્ષણ વિભાગને થતાં વિભાગે જાહેર કર્યું છે કે, જે સરકારી પ્રાથમિક સ્કૂલમાં કિચન ગાર્ડન માટે જગ્યા હોય તો ત્યાં શિક્ષકો અને બાળકો શાકભાજી ઉગાડે.

મધ્યાહન ભોજન

મધ્યાહન ભોજન માટે શુદ્ધ અને સાત્વિક ભોજન આપે એવી શાળા છેલ્લા 17 વર્ષથી શાકભાજી ઉગાડે છે.  વડોદરાના વાયદપુર પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષક નરેન્દ્ર ચૌહાણ 2001માં નિયુક્ત થયાં હતા. નિયુક્તિ બાદ પહેલાં તેમણે જોયું કે આ સ્કૂલમાંથી બાળકો ઓછા થઇ રહ્યાં છે. સ્કૂલ છોડવાનો દર ખૂબ ઉંચો હતો. બાળકો એસ.સી.અને એસ.ટી.સમુદાયના, એકદમ ગરીબ, ખેત મજૂર કે અન્ય પ્રકારની મજૂરી કરનારા પરિવારોના છે.

મધ્યાહન ભોજન જરૂરી છે. સ્વાસ્થ્ય માટે સારૂં ન હોય એવું અપૌષ્ટીક  અને સ્વાદરહિત ભોજન બાળકોને મળતું હતું.

ઝાડી ઝાંખરા દૂર કરી જમીન ખેડી

શાળાની આજુબાજુમાં પડી રહેલી અડધો એકર જમીન ઉપર ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનું નક્કી કર્યું. ઝાડી ઝાંખરા દૂર કરી જમીન સમતળ કરી હતી. ગામલોકો ચોમાસાની શરૂઆતમાં પોતાના ટ્રેકટરથી ખેડ કરી આપે છે. બિયારણ પણ આપે છે. દાતા નવીનભાઈની મદદથી શાળાનો બોર પુનર્જીવિત કર્યો છે. શાળાની દીવાલને અડીને ઔષધીય બાગ ઉછેર્યો છે. ઇકો ક્લબ કિચન ગાર્ડન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. બાળકોને પણ ગમવા લાગ્યો. તેમને શુદ્ધ અને સાત્વિક ભોજન મળતું થયું. શાળા છોડીને જવાનો દર ઘટી ગયો. શાળાના શિક્ષકો, ગામના ખેડૂતો અને શાળાના બાળકો મદદરૂપ બને છે.

14 પ્રકારના શાક, ભાજી

ટામેટાં, રિંગણ, ફુલાવર, કોબી, મૂળા, ગાજર, મરચાં, દૂધી, પાલક, મેથી અને ધાણા જેવા 14 પ્રકારના શાકભાજી વાવવામાં આવે છે. ઋતુના શાકભાજી પણ વાવવામાં આવે છે. ફાજલ સમયમાં બાળકો પણ આ ગાર્ડનમાં છોડને પાણી આપે છે. સફાઇ કરે છે. શાકભાજી ઉતારે છે. વધારાનું શાક તેઓ ગામની આંગણવાડીને આપે છે.

8 હજાર કિલો શાક

શાકવાડીમાં 17 વર્ષમાં 8 હજાર કિલો મેળવ્યું છે.  દર વર્ષે સરેરાશ 50 જેટલાં તિથિ ભોજન થાય છે. ગામલોકો શાળામાં બાળકો સાથે જન્મ દિવસ, લગ્ન તિથિ, સ્વજનોની પુણ્ય તિથિ ઉજવતા થયા છે.

ઈકોકલબ

ઈકો કલબમાંમાં મીઠો લીમડો, કુંવાર પાઠું, પાન ફૂટી, આમળા, લીંબુ, સેવન, કદમ, ફુદીનો, અજમો, નીલગીરી, જામફળ, જાસૂદ, સિંદુરી અને બદામના વૃક્ષો લહેરાઈ રહ્યા છે.

સ્વાદિષ્ઠ ભોજન

દૂધીને છીણીને ખીચડીમાં નાંખવી, દૂધીના મૂઠિયાં, ઢેબરાં બનાવવામાં આવે છે. ઉંધીયું, દૂધી કે ગાજરનો હલવો, પાલકના પાત્રા, પાલક પનીર બનાવે છે.[:en]Gandhinagar, 27 November 2020

The state government has given legal approval to all schools in Gujarat to grow vegetables due to own school farm. After 17 years of the secretariat’s education department know a school farm.  The project of growing vegetables for school children by constructing a farm in Vadodara, the department has announced that if a government primary school can growing vegetables. Mid-day meals are used crop.

Mid-day meals

The school, which provides pure and organic food for lunch, has been growing vegetables for the last 17 years. In 2001, Narendra Chauhan, a teacher at Vaidpur Primary School in Vadodara, was appointed. Before the appointment he noticed that the number of children in this school was decreasing. The dropout rate was very high. The children belong to SC and ST communities, the poorest are farm laborers or other types of working families.

Lunch, children were given unhealthy and tasteless food. Was not good for his health.

Farming by clearing the land

Teacher Narendra Chauhan decided to grow organic vegetables on half an acre of land around the school. The useless plant were removed and the ground levelled. The villagers drove the plow with their tractors at the beginning of the monsoon. They also give seeds. The school’s bore well has been revived with the help of Naveenbhai. Adjacent to the school wall is a medicinal garden.

EcoClub

The Eco Club Kitchen Garden Project was launched. The children also started liking it. He gets pure and satvic food. Dropout rate dropped. School teachers, village farmers and school children do the items. The eco club has sweet neem, alovera, amla, lemon, suavan, kadam, mint, Ajmo, eucalyptus, guava, jasmine, vermilion and almond trees.

14 types of vegetables

14 types of vegetables such as tomato, brinjal, cauliflower, cabbage, radish, carrot, chilli, milk, spinach, fenugreek and coriander are grown. Seasonal vegetables are also grown. In their spare time, children also water the plants in the garden. Gives additional vegetables in Anganwadi.

8 thousand kg of vegetables

Cultivates 8 thousand kg in 17 years in vegetable garden. On an average 50 tithi meals are given each year. The villagers are celebrating birthdays, wedding dates, and relatives’ birthdays with their children in school. Inversely, milk or carrot pudding, spinach bowl, spinach cheese are made.[:hn]गांधीनगर, 27 नवंबर 2020

राज्य सरकार ने गुजरात में सभी स्कूलों को एक स्कूल के फार्म के कारण सब्जियां तैयार करने के लिए कानूनी मंजूरी दी है। सचिवालय के शिक्षा विभाग को वडोदरा में खेत बनाकर स्कूली बच्चों के लिए सब्जियां उगाने की परियोजना के बारे में 17 साल के बाद जानकारी मिलते ही विभाग ने घोषणा की है कि अगर कोई सरकारी प्राथमिक विद्यालय सब्जियां उगा शकते है। मध्याहन भोजन रसोई घर के लिए उपयोग कर शकते है।

दोपहर का भोजन

स्कूल, जो दोपहर के भोजन के लिए शुद्ध और सात्विक भोजन प्रदान करता है, पिछले 17 वर्षों से सब्जियाँ उगा रहा है। 2001 में वडोदरा के वैदपुर प्राइमरी स्कूल में शिक्षक नरेंद्र चौहान को नियुक्त किया गया था। नियुक्ति से पहले उन्होंने देखा कि इस स्कूल के बच्चों की संख्या कम हो रही थी। ड्रॉपआउट दर बहुत अधिक थी। बच्चे एससी और एसटी समुदायों के हैं, सबसे गरीब, खेत मजदूर या अन्य प्रकार के कामकाजी परिवार हैं।

दोपहर का भोजन बच्चों को अस्वास्थ्यकर और बेस्वाद भोजन दिया जाता था। उनके स्वास्थ्य के लिए अच्छा नहीं था।

जमीन साफ कर के खेती शरू की

शिक्षक नरेंद्र चौहान ने स्कूल के आसपास आधा एकड़ भूमि पर जैविक सब्जियां उगाने का फैसला किया। झाड़ियों को हटा दिया गया और जमीन को समतल कर दिया गया। ग्रामीणों ने मानसून की शुरुआत में अपने ट्रैक्टरों से हल चलाया। बीज भी देते है। नवीनभाई की मदद से स्कूल के बोर वेल को पुनर्जीवित किया गया है। स्कूल की दीवार से सटे एक औषधीय उद्यान है। इको क्लब किचन गार्डन परियोजना का शुभारंभ किया गया। बच्चे भी इसे पसंद करने लगे। उसे शुद्ध और सात्विक भोजन मिलता है। ड्रॉपआउट दर गिरा। स्कूल के शिक्षक, गाँव के किसान और स्कूली बच्चे मद करते हैं।

14 प्रकार की सब्जियां

14 प्रकार की सब्जियाँ जैसे टमाटर, बैंगन, फूलगोभी, पत्तागोभी, मूली, गाजर, मिर्च, दूध, पालक, मेथी और धनिया उगाई जाती हैं। मौसमी सब्जियां भी उगाई जाती हैं। अपने खाली समय में, बच्चे बगीचे में पौधों को पानी भी देते हैं। सफाई करते है। आंगनवाड़ी में अतिरिक्त सब्जियां देते हैं।

8 हजार किलो सब्जियां

सब्जी के बगीचे में 17 साल में 8 हजार किलो दिया। प्रत्येक वर्ष औसतन 50 तीथि भोजन दिया जाता है। ग्रामीण स्कूल में अपने बच्चों के साथ जन्मदिन, शादी की तारीख, रिश्तेदारों का जन्मदिन मना रहे हैं। उलटा, दूध या गाजर का हलवा, पालक का कटोरा, पालक पनीर बनाते है।

EcoClub

ईको क्लब में मीठे नीम, एलोवेरा, पान फूटी, आंवला, नींबू, सुवन, कदाम, पुदीना, अजमो, यूकेलिप्टस, अमरूद, चमेली, सिंदूर और बादाम के पेड़ तैर रहे हैं।[:]