[:gj]સાબરમતી સેન્ટ્રલ જેલમાં આઠ કેદીઓને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ[:]

[:gj]અમદાવાદ,

શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે છેક જેલના કેદીઓ સુધી પણ પહોંચી ગયું હોવાનું જાણવા મળે છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલા આઠ જેટલા કાચા કામના કેદીઓ કોરોના પોઝિટિવ થતાં જેલ સત્તાવાળાઓની ચિંતામાં વધારો થયો છે.

મળતી માહીતી પ્રમાણે,સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલા કેદીઓ પૈકી મહોંમદ વાજીદ, ઉં.વર્ષ 32, નરેશ અરવિંદ, ઉં.વર્ષ-23,દ્વારકેશ વોરા, ઉં.વર્ષ-25, પ્રવિણ ઠકકર, ઉં.વર્ષ-38, ધીરૂ પાંડે, ઉં.વર્ષ-22, કનિદૈ લાકિઅ ખીમજીભાઈ મીર, ઉં.વર્ષ-22, જીત રમેશભાઈ-ઉં.વર્ષ-23 અને શૈલેષ ગોવેશભાઈ,ઉં.વર્ષ-29 કોરોના પોઝિટિવ થયા હોવાનું ખુલતા કોરોનાને નિયંત્રણમાં લેવા સંબંધિત કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.[:]