[:gj]મગફળીના ટેકાના ભાવે ખરીદી સમયે આધારકાર્ડના નવા નિયમના કારણે ખેડૂતોને મુશ્કેલી [:]

[:gj]મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે 1 ઓક્ટોમ્બરથી રજીસ્ટ્રેશન શરુ થયા છે. પરંતુ વીસીઈ કર્મચારીઓની હળતાલને લઈને લોકો હિંમતનગર માર્કેટયાર્ડ સુધી ધક્કા ખાઈ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાવા છતા પણ રજીસ્ટ્રેશન થતુ નથી. સર્વર ડાઉન હોવાથી કોઈ રજીસ્ટ્રેશન થતુ નથી તો આ ઉપરાંત આધાર કાર્ડમાં પુરી જન્મ તારીખ હવેથી માંગવામાં આવે છે.

પહેલા જે આધારકાર્ડ કઢાવ્યા તેમાં માત્ર સાલ જ લખેલ હતી પરંતુ નવો નિયમ આવી જતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે ખેડુતોએ માંગ કરી છે કે સરકાર કોઈ છુટછાટ આપે અથવા રજીસ્ટ્રેશનના સમયમાં વધારો કરે.[:]