[:gj]કલ્પસર – ખંભાતના અખાતના વિકાસની પરિયોજના કેવી છે [:]

[:gj]ખંભાતના અખાતના વિકાસની પરિયોજના ( કલ્પસર ). લક્ષ્ય અને આયોજન.

લક્ષ્ય અને આયોજન ખંભાતના અખાતમાં ૩૦ કી.મી. લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં દશ હજાર મીલીયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જેરાજયમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના ૨૫% જથ્થાનો સંગ્રહ થશે.

રાજ્યની ભૂતળ જળ ઉપલબ્ધિ વસ્તી – વર્ષ ૨૦૦૧ (ભારત ૧૦૧૦ મીલીયન) ભૌગોલિક વિસ્તાર (ભારત ૩૦૬૫૦૦૦ ચો.કિ.મી.) ગુજરાત રાજ્ય ૫.૦ % (૫૦.૬ મીલીયન) ભૂતળ જળ ઉપલબ્ધિ (ભારત ૧૮,૬૯,૦૦૦ મીલીયન ઘનમીટર) ગુજરાત રાજ્ય ૬.૩૯ % (૧૯૬૦૨૪ ચો.કિ.મી.) ગુજરાત રાજ્ય ૨.૦ %(૩૮,૦૦૦ મીલીયન ઘનમીટર)

ભારત અને ગુજરાતમાં વ્યકિત દીઠ જળ ઉપલબ્ધિ

343 વ્યક્તિદીઠ જળ ઉપલબ્ધિ(વર્ષ ૨૦૦૧) • ક્ચ્છ પ્રતિ વર્ષ ૭૩૦ ઘ. મી. • ઉત્તર ગુજરાત પ્રતિ વર્ષ ૩૪૩ ઘ. મી. • સૌરાષ્ટ્ર પ્રતિ વર્ષ ૫૪૦ ઘ. મી. • મધ્ય અને દક્ષિણ ગુજરાત પ્રતિ વર્ષ ૧૮૮૦ ઘ. મી. 730 540 1880 નોંધ: ડો. એમ. ફાલ્કનમાર્ક અનુસાર ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા મીઠા પાણીનો પુરવઠો વ્યક્તિદીઠ ૧૦૦૦ ઘ.મી. થી નીચે જાય તો પાણી પુરવઠો આરોગ્ય, આર્થિક વિકાસ અને માનવ હિતને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે.

બંધોની જળસંગ્રહ ક્ષમતા (મીલીયન ઘ.મી.)

સૌરાષ્ટ્ર –સિંચાઈની ઉપલબ્ધતા • કુલ ભૌગોલિક વિસ્તાર – ૬૪.૦૦ લાખ હે. • ભૂતળ જળ સિંચાઈ ક્ષમતા – ૦૪.૪૧ લાખ હે. • સરદાર સરોવર યોજનામાંથી સિંચાઈ ક્ષમતા – ૦૩.૮૬ લાખ હે • કુલ ભૂતળ જળ સિંચાઈ ક્ષમતા – ૦૮.૨૭ લાખ હે. • ભૂગર્ભ જળ સિંચાઈ ક્ષમતા – ૦૬.૫૦ લાખ હે. • કુલ (ભૂતળ + ભૂગર્ભ) સિંચાઈ ક્ષમતા – ૧૫.૦૦ લાખ હે. • કુલ ખેતી લાયક વિસ્તાર – ૪૨.૦૦ લાખ હે. • બાકીનો ખેતી લાયક વિસ્તાર જે સંપૂર્ણપણે – ૨૭.૦૦ લાખ હે.વરસાદ આધારિત છે (કુલ ખેતી લાયક વિસ્તારના ૬૪%)

સૌરાષ્ટ્રમાં ક્ષાર પ્રવેશ ઓછા વરસાદને લીધે, ખેતી મુખ્યત્વે ભૂગર્ભ જળ પર આધાર રાખે છે; સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં વધુ ભૂગર્ભજળનું જમીનમાંથી ખેંચાણ. ઉપરાંત, ભરતીનાં પાણી દિવસમાં બે વાર જમીનમાં પ્રવેશ કરે છે. જેથી ૭૬૫ કિ.મી. લાંબા દરિયાકાંઠાના તમામ વિસ્તારમાં ૧૦ કિ.મી.ની પહોળાઇ સુધી ક્ષાર પ્રવેશ થયો છે.

જળસંગ્રહ વ્યવસ્થાપન નર્મદા, ઢાઢર, મહી, સાબરમતી અને સૌરાષ્ટ્રની નદીઓના મીઠા પાણી ખંભાતના અખાતમાં ઠલવાતા વાર્ષિક ૧૦૦૦૦ મીલીયન ઘ.મી. પાણીનો સંગ્રહ કરવો અને તેનો ઉપયોગ કેનાલ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઇ, ઉદ્યોગ અને પીવાના પાણી માટે કરવાનું આયોજન છે.

ખંભાતના અખાતનો વિકાસ પરિયોજનાનું ભૌગોલિક સ્થાન

ખંભાતના અખાતના વિકાસની પરિયોજનાનો ઈતિહાસ

યોજનાનો ઈતિહાસ • વર્ષ-૧૯૬૯ માં ગુજરાત રાજય ગેઝેટમાં (ભાવનગર જિલ્‍લો) સમુદ્રનાં ધરતીના પાણીને આગળ વધતા રોકવા અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા ખંભાતના અખાતમાં રપ માઇલ લાંબા માટીના પાળા અને દસ હજાર ફુટ લાંબી છલતીના બાંધકામ અંગે ઉલ્‍લેખ છે. • વર્ષ-૧૯૭પ માં સંયુકત રાષ્‍ટ્ર મીશનના પ્રોફેસર ઇ.એમ. વિલ્‍સને ભરતીજન્‍ય ઉર્જા વિના અને સાથેનો ઘોઘા અને દહેજ વચ્‍ચે બંધબનાવવાનો અહેવાલ કેન્‍દ્રીય વીજ સત્‍તા મંડળસમક્ષ રજુ કરેલ.

યોજનાનો ઈતિહાસ • સપ્‍ટેમ્‍બર-૧૯૮૬ માં ગુજરાત સરકારના સિંચાઇ વિભાગના મધ્‍યસ્‍થ આલેખન તંત્ર (C.D.O.) એ ૩૩૭૭ મિલિયન ઘનમીટર પાણી સંગ્રહ થઇ શકે તેવો ૪૬ કિ.મી. લાંબો બંધ બાંધવા ડિઝાઇન અને અંદાજપત્ર તૈયાર કરેલ. • ઓગષ્‍ટ-૧૯૮૮ માં કેન્‍દ્રીય વીજ સત્‍તા મંડળે ભરતીજન્‍ય ઉર્જા અને મીઠા પાણીના સંગ્રહ માટે બે અલગ જળાશયો બનાવવાનું સૂચન ગુજરાત સરકારને કરેલ. • વર્ષ-૧૯૮૮-૮૯ માં નેધરલેન્‍ડની કંપની મે.હાસકોનિંગ દ્વારા બંધના જુદા-જુદા વિકલ્‍પો સાથેનો ખંભાતના અખાતના વિકાસની પરિયોજનાનો આવિક્ષણ અહેવાલ તૈયાર કરવામાં આવ્‍યો.

યોજનાનો ઈતિહાસ • વર્ષ ૧૯૯૬ માં આવિક્ષણ અહેવાલના આઠ વર્ષ બાદ ગુજરાત સરકારે મે. હૉસ્‍કોનિંગ ને પૂર્વ શકયતાદર્શી અહેવાલ બનાવવાની કામગીરી સોંપી. • વર્ષ-૧૯૯૮ માં તેઓના રિપોર્ટમાં પૂર્ણ શકયતા અહેવાલ હાથધરતા અગાઉ છ વિશિષ્‍ટ અભ્‍યાસો કરવા જણાવ્‍યું. • વર્ષ-૧૯૯૯ માં સૂચિત છ વિશિષ્‍ટ અભ્‍યાસોના તારણમા; યોજનાની તાંત્રિક શકયતા દર્શાવવામાં આવી હતી. સાથોસાથ કેટલાક અગત્‍યના તાંત્રિક તેમજ આર્થિક પાસાઓ અંગે વધુ અભ્‍યાસો કરવા સૂચન કરેલ.

યોજનાનો ઈતિહાસ • આ યોજના અંગેના આંતરરાષ્‍ટ્રીય નિષ્‍ણાતોના બનેલા સલાહકાર જૂથે નર્મદા ડાયવર્ઝન નહેર તથા ભાડભૂત પાસે બેરેજ સહિત કાળાતળાવ-અલાદર બંધ પથરેખા માટે વધુ તાંત્રિક અને અન્‍ય સંલગ્‍ન અભ્‍યાસો કરવા તથા ભરતીજન્‍ય ઉર્જા ઘટકને યોજનાથી અલગ કરવા અને બંદરોને હેઠવાસમાં લઇ જવા ભલામણ કરેલ. જેને સપ્‍ટેમ્‍બર-ર૦૦૯ માં ગુજરાત સરકારે સ્વીકૃતિઆપી. • ગુજરાત રાજયની સ્‍થાપના થયા સાથે રાજયની સિંચાઇ ક્ષમતાવધારવા માટે નર્મદા યોજના અને અન્‍ય યોજનાઓની સાથે સાથે ખંભાતના અખાતમાં બંધ બાંધવાની યોજના અંગે જાહેર જીવનના પ્રતિષ્‍ઠિત મહાનુભવો જેવા કે સ્‍વ. શ્રી ભોગીલાલ શાહ (રાજયસભાના ભૂતપૂર્વ સભ્‍ય), શ્રી પ્રતાપભાઇ શાહ (માજી મંત્રીશ્રી-પોર્ટ), વિગેરે તથા તજજ્ઞો જેવા કે સ્‍વ. ર્ડા. વિઠ્ઠલભાઇ પટેલ (આંતરરાષ્‍ટ્રીય માટીયાર બંધ નિષ્‍ણાત), ર્ડા. અનિલભાઇ કાણે (માજી ઉપકુલપતિ એમ.એસ. યુનિ.) તમજ અન્‍ય નિષ્‍ણાતો દ્વારા સમયાંતરે વિવિધ ઉપયોગી સૂચનો કરેલ હતા.

છ વિશિષ્‍ટ અભ્‍યાસોમાં શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરતી વખતે સુચવેલ ગંભીર બાબતો • ટાઇડલ પાવર પ્લાન્ટનું ઇકોનોમીકલ ઇવેલ્‍યુએશન • પથરેખા પર આવતા જીઓલોજીકલ ફોલ્‍ટસ • નર્મદા નદીના મુખનો નબળો પાયો • લુહારા પોઇન્‍ટ આગળનું ધોવાણ • પાયાનું બે મીટર જેટલુ સેટલમેન્‍ટ • ટાઇડલ બેઝીનમાંથી મીઠાપાણીના સરોવરમાં લીકેજ

યોજનાનુંપ્રાથમિકઆયોજનયોજનાનુંપ્રાથમિકઆયોજન 53 km Dyke 2000 sq.km 700 sq.km

સૂચિત યોજના

ભરતીજન્ય વિદ્યુતને (ટાઇડલ પાવર) યોજનાથી અલગ કરવાના મુખ્ય મુદ્દાઓ.

ટાઇડલ પાવર પ્રમાણે યોજના હાથ ધરવામાં આવે તો ભાવનગર તરફ ખારા પાણીનું સરોવર બનશે. જેથી જીલ્લાની ભૂગર્ભ જળની ગુણવત્તા કાયમી ધોરણે બગડશે. જયારે સમગ્ર વિસ્તારમાં મીઠા પાણીનું એક જ સરોવર કરવાથી સૌરાષ્ટ્ર વિસ્તારના ભૂગર્ભ જળની ખારાશ ઘટશે તેમજ જમીનની ફળદ્રુપતામાં વધારો થશે ટાઇડલ પાવરનેયોજનાથી અલગ કરવાના કારણો

ભરતીજન્ય ઉર્જા માટેના આયોજન અનુસાર મીઠા પાણીનું સરોવર ભરૂચ જીલ્લા તરફ આવતું હોવાથી સૌરાષ્ટ્ર માટે મીઠા પાણીનું વહન કરનાર નહેરનું આયોજન કરવું તાંત્રિક દ્રષ્ટિએ અત્યંત જટીલ છે. ટાઇડલ પાવરનેયોજનાથી અલગ કરવાના કારણો

વિશ્વમાં કોઇપણ જગ્યાએ ભરતી આધારિત અને મીઠા પાણીના સરોવરનું અડોઅડ આયોજન થયું નથી. જેથી આ પ્રકારના આયોજનથી મીઠા પાણીના સરોવરનું અસ્તિત્વ જોખમાય. ટાઇડલ પાવરનેયોજનાથી અલગ કરવાના કારણો

છ વિશિષ્ટ અભ્યાસો (૧૯૯૯) અનુસાર ખારા પાણીના સરોવરમાં પ્રતિવર્ષ સરેરાશ૨૦ સે.મી. જેટલો કાંપ જમા થવાની ગણતરી દર્શાવેલછે. પરંતુ સદર અભ્યાસોમાંજઅખાતના પાણીના નમુના લઇ જણાવેલસીલ્ટ્લોડ પ્રમાણેગણતરી કરતાં ટાઇડલ બેઝીનમાં કાંપ જમા થવાનો દર ચાર ગણો થાય છે. આ સંજોગોમાં ખારા પાણીના સરોવરનું આયુષ્ય પાંચ થી દશ વર્ષ જેટલું અલ્પ રહેવાની સંભાવના છે. (છ વિશિષ્ટ અભ્યાસો વોલ્યુમ-5 સી. 6.3 માં 50 વર્ષ નું આયુષ્ય બતાવેલ છે.) પરિણામે ભરતીજન્ય ઉર્જાનું ઉત્પાદન કાંપ જમા થવા સાથેક્રમશ: ઘટતું જઇ ટૂંકા ગાળામાં બંધ થશે. ટાઇડલ પાવરનેયોજનાથી અલગ કરવાના કારણો

વિશ્વમાં આયોજન બાદ હાથ નહીં ધરાયેલ ટાઇડલ પાવરયોજનાઓ સેવરન બેરેજ : ઇંગ્લેન્ડ બૅ ઓફ ફન્ડી : કેનેડા કુક ઇનલેટ : અલાસ્કા ગાંરોલીમ બૅ : કોરીયા આમ, વિશ્વમાં મોટા ભાગની ટાઇડલ પાવર યોજનાઓસઘન અભ્યાસો કર્યા બાદ અભરાઇ પર ચઢાવી દીધેલ છે. જો કે આમાંથીકોઇપણ યોજનામાંપાણી પૂરવઠાની બાબતપ્રાથમિકજરૂરીયાત ન હતી. ટાઇડલ પાવરનેયોજનાથી અલગ કરવાના કારણો

ટાઇડલ પાવરનો પ્રતિ મેગાવોટ થનાર ખર્ચ ૬ વિશિષ્‍ટ અભ્‍યાસોનુસાર (વોલ્યુમ-3 પાના નં.૧૪૮ (અ) ૯.૪૧ અનુસાર) • ટાઇડલ પાવરની સ્‍થાપિત ક્ષમતા : પ,૮૮૦ મેગાવોટ • ટાઇડલ પાવરની સમકક્ષકોલસા આધારિત પ્‍લાન્‍ટની ક્ષમતા : ૧,૯૭૮ મેગાવોટ • ટાઇડલ પાવર જનરેશનની અંદાજી કિંમત : રૂ.૩૩,૬૬૮ કરોડ (વર્ષ-૧૯૯૮-૯૯ ના ભાવો મુજબ) • આજની તારીખે પ્રતિવર્ષ- ૭ ટકા ભાવવધારો ગણતાં : રૂ.૭૬,૦૦૦ કરોડ (કેન્દ્રસરકારના કોસ્ટ ઇંડેક્ષના આધારે) • પ્રતિ મેગાવોટ ટાઇડલ પાવર પ્લાન્ટનોખર્ચ : રૂ. ૩૮ કરોડ

ટાઇડલ પાવર જનરેશનની અંદાજી કિંમત • સરદાર સરોવરયોજનાની અંદાજી કિંમતો ૧૯૮૬-૮૭ :રૂ. ૬,૪૦૬ કરોડ ર૦૦૮-૦૯ :રૂ.૩૯,૦૦0કરોડ (સરેરાશ પ્રતિ વર્ષ અંદાજી ખર્ચમાં વધારો ૯ ટકા) • કલ્‍પસર યોજનાનો અંદાજ ૧૯૮૮ : રૂ. ૧૦,૦૦૦ કરોડ (રેકોનન્‍સ સ્‍ટડી મુજબ ) ૧૯૯૯ : રૂ.પ૪,૦૦૦ કરોડ (૬ વિશિષ્‍ટ અભ્‍યાસાનુસાર ) (સરેરાશ પ્રતિ વર્ષ અંદાજી ખર્ચમાં વધારો ૧૮ ટકા)

વર્ષ-૧૯૯૮-૯૯ના ભાવો મુજબ ઉત્‍પાદન ખર્ચ ૬ વિશિષ્‍ટ અભ્‍યાસાનુસારવોલ્‍યુમ-૩ પાના નં.૧૪૮ માં દર્શાવેલ ગણતરી મુજબ રૂ.ર.૪ર પ્રતિ યુનિટ (ટાઇડલ પાવર માટે)(સીંગલ બેઝીન)રૂ.૩.૬૯ પ્રતિ યુનિટ (ટાઇડલ પાવર માટે)(ડબલબેઝીન) આજની તારીખે અગાઉ પ્રમાણે ગણતરી કરતા ટાઇડલ પાવર નોઉત્‍પાદનખર્ચરૂ.૯.૦૦ પ્રતિ યુનિટ (૬ વિશિષ્‍ઠ અભ્‍યાસ વોલ્‍યુમ-૩ ટેબલ એ ૯.૪.૧)

નોંધઃ- ટાઇડલ પાવરનો ભાવ નકકી કરવા માટે નાણાંકીય વ્યવસ્થા,ફુગાવો, લોન ઉપરનું વ્યાજ, રીટર્નઓન ઇકવીટી જેવી બાબતો ગણતરીમાં લીધેલ નથી.

અગાઉના અભ્યાસો મુજબ ખંભાતઅખાતમાં સૂચિત બંધના પાયામાં બે કી.મી.ની ઉંડાઇ સુધી માટીના સ્તર છે. કેશનવજન ટન સાઇઝ્મી. ૫૬ નંગ ટર્બાઇન ૧,૦૦,૦૦૦ ૬૦ x ૭૭.૫ x ૪૦ ૮ નંગ ફલશીંગ સ્લુઇસ ૬૦,૦૦૦ ૬૦ x ૭૭.૫ x ૪૦ ૪૦ નંગ કલોઝર ૭૭,૫૦૦ ૧૦૮ x ૪૦ x ૩૦ (યુકેમાં આવેલ સુચિત સેવરન બેરેજમાં ૫૮,૮૦૦ થી ૮૩,૩૦૦ ટન વજન ધરાવતા કેશન મૂકવાનું વિચારાયેલ હતું.) આવા વિશાળ બ્લોકના વજનથી પ્રતિ ચો.મી. 20 ટન જેટલુ દબાણ ઉત્પન્નથશે. જે પાયાનીસેફબેરીંગ કેપેસીટી કરતાં અનેકગણું વધારે હોઇસલામતિ જોખમાય. ટાઇડલ પાવરનેયોજનાથી અલગ કરવાના કારણો

ફકત મીઠા પાણીનું જળાશય કરવાથી સૌરાષ્ટ્ર વિસ્તારના કિનારા તરફ એક લાખ હેકટર જેટલી વધારાની જમીન ખુલ્લી થશે. જે ભરતીજન્ય ઉર્જાના આયોજનમાં શકય નથી. ટાઇડલ પાવરનો અનુભવ લા-રાન્સ (ફ્રાંસ) ૨૪૦ મેગાવોટ, એનાપોલીસ (કેનેડા) ૨૦ મેગાવોટ અને દક્ષિણ કોરીયાનો સિહવા (બાંધકામ પ્રગતિ હેઠળ) માં ૨૫૪ મેગાવોટનો છે ૫,૮૮૦ મેગાવોટ ક્ષમતાના ટાઇડલ પાવર યોજના માટેનો પ્રયોગ કયાંય થયો નથી. ટાઇડલ પાવરનેયોજનાથી અલગ કરવાના કારણો

ટાઈડલ પાવર સમુદ્રની ભરતી-ઓટ પર આધારિત હોઈ, દિવસમાં 24 કલાકમાંથી માત્ર 8 કલાક એટલે કે 33 ટકા સમય દરમિયાન જ વિજ ઉત્પાદન થઈ શકે. ચોમાસાના 3 મહિનામાં વિજમાંગ ઘટશે. આથી, માત્ર 20 થી 25 ટકા જેટલા પાવર ફેક્ટરની યોજના આર્થિક રીતે પરવડી શકે નહિં. હાલમાં સમુદ્રમાં બંધ બનાવીને ભરતી એટલે કે ટાઈડ આધારીત ટાઈડલ પાવર ઉત્પન્ન કરવાને બદલે સમુદ્રના પ્રવાહના વેગનો ઉપયોગ કરીને ઉંધા વીન્ડ ફાર્મથી એનર્જી મેળવવાની નવી ટેકનોલોજીની શોધ થઇ છે. આથી વર્ષો જૂની ટેકનોલોજીનો ઉપયોગ ફાયદાકારક નથી ટાઇડલ પાવરનેયોજનાથી અલગ કરવાના કારણો

યોજનાની પ્રસ્તાવિત રૂપરેખા

નવી સૂચિત પથરેખાના ફાયદાઓ ૧. નવો આડબંધ મુખ્યત્વે માટીયાર/રોક્ફીલ છે જે નબળા પાયા માટે સૌથી અનુરૂપ ડિઝાઇન છે. માટીયાર/રોક્ફીલ આડબંધનું બાંધકામ સરખામણીમાં વધુ અનુકુળ છે. ૨. અગાઉની પથરેખાની સરખામણીમાં સમુદ્રમાં આડબંધની ૬૪ કિ.મી. ની લંબાઈ સામે ફક્ત ૩૦ કિ.મી. છે અને સમુદ્રના તળિયાની સરેરાશ સપાટી અગાઉના (-)૩૦ મી ની સામે(-)૧૫ મી છે. તેથી આડબંધની ઊંચાઈ, બાંધકામના માલસામાનની જરૂરિયાત તેમજ ખર્ચમાં સ્પષ્ટ ઘટાડો થશે.

નવી સૂચિત પથરેખાના ફાયદાઓ ૩. ૧૦૦૦૦ મીલીયન ઘ.મી. પાણીમાંથી ૬૫૬૮ મીલીયન ઘ.મી. મીઠું પાણી સિંચાઈ માટે ઉપલબ્ધ થઇ શકશે. વર્તમાન અભ્યાસ અનુસાર, સૌરાષ્ટ્રના છ જિલ્લાના ૩૯ તાલુકાઓની ૧૦.૫૪ લાખ હેકટર જમીનમાં સિંચાઈની સુવિધા સાથે નદીઓ જીવંત થશે અને ૬૦ થી વધુ હયાત બંધોને કાયમી ધોરણે પાણીથી ભરી શકાશે.

નવી સૂચિત પથરેખાના ફાયદાઓ ૪. ભાવનગરથી સુરત-મુંબઇ વચ્ચેના અંતરમાં ૨૦૦ કિલોમીટર જેટલો ઘટાડો થવાથી સમય અને ઇંધણમાં ઘણી બચત થશે.

નવી સૂચિત પથરેખાના ફાયદાઓ • સુરત એ દેશનું ઝડપી વિકાસ પામતુ શહેર છે અને હીરા ઉધોગનું વિશ્વ કક્ષાનુ હબ છે. • મોટા ભાગના હીરાના કારીગરો (૧૦ લાખ કરતાં વધુ) સૌરાષ્ટ્ર (મુખ્યત્વેભાવનગર અને અમરેલી જિલ્લા) માંથી સ્થળાંતર કરી ને આવેલ છે.

નવી સૂચિત પથરેખાના ફાયદાઓ ૫. બંધ તેમજ ભાડભુત બેરેજ થવાથી ભાવનગરથી સુરતને બદલે ભાવનગર-દહેજ –હાંસોટ –ઓલપાડ નવો માર્ગ થશે.હયાત હજીરા ખાતેના પેટ્રોકેમીકલ્સ હબથી દહેજ ખાતેના સુચિત પીસીપીઆઈઆરને જોડતાં નવાં કોસ્ટલ હાઈવેનો વિકાસ થશે. બંધના મથાળે ૧૦ માર્ગીય રસ્તાનું આયોજન છે. વર્ષ ર૦ર૦ માટે પ્રતિ દિવસ ૭પ,૦૦૦ અને વર્ષ ર૦૩૦ માટે ૧,૦૦,૦૦૦ વાહનો અંદાજવામાં આવેલ છે.

નવી સૂચિત પથરેખાના ફાયદાઓ ૬.નદીઓમાં ૬૦ થી ૭૦ કિ.મી સુધી સમુદ્રના પાણીના પ્રવેશથી ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લાના ૭,૦૦,૦૦૦ હેકટરના ભૂગર્ભ જળ ખારાં થયા છે. આડબંધ બાદની રૂપરેખામાં નદીઓમાં/સ્ત્રાવક્ષેત્ર માં ફક્ત મીઠું પાણી હોવાથી, આ ખારાં ભૂગર્ભ જળની ગુણવત્તા સુધરી જશે.

નવી સૂચિત પથરેખાના ફાયદાઓ ૭. વિશ્વમાં ખંભાતનો અખાત એવો છે કે જયાં ૧૧ મીટરની મહત્‍તમ ભરતી અને સરેરાશ ૮ મીટરની ભરતીછે. ભરતી અને નર્મદા,ઢાઢર,મહી સાબરમતીમાં પુર વખતે દરિયાનું પાણી દરિયાની સપાટીથી ૭થી ૮ મીટર જેટલું ઉંચુ આવે છે. • હાલના આયોજન પ્રમાણે મીઠા પાણીના સરોવરની પૂર્ણ જળાશયની સપાટી ૩ મીટર અને મહત્તમસપાટી (પુર વખતે) ૪ મીટર છે. • બાયસેગના અભ્યાસ અનુસાર, ૨૦૦૦ ચો.કિ.મી સરોવરના ઘેરાવા ફરતે (૨૭૦ કિ.મી.પરિમિતિ) વિશાળ જમીન (આશરે ૧,૫૦,૦૦૦ થી ૨,૦૦,૦૦૦ હેકટર) આર.એલ. ૫.૦ મી. થી આર.એલ. ૮.૦ મી વચ્ચે ખુલશે.

૮. છ વિશિષ્ટ અભ્યાસ(૧૯૯૯) (વોલ્યુમ-5 પાન. નં. સી.36)ના તારણો અનુસાર સૂચિત સરોવરમાં જમા થનાર (39.4 મી.ધ.મી./ વર્ષ) કાંપ પૈકી મોટાભાગનો કાંપ નર્મદા નદીનો (27.4 મી.ધ.મી./ વર્ષ) અંદાજવામાં આવેલ છે. જયારે હાલના આયોજન અનુસાર નર્મદા નદીનું પાણી ભાડભૂત બેરેજ-નર્મદા ડાયવર્ઝન કેનાલ થકી મીઠા પાણીના સરોવરમાં આવશે. જેથી નર્મદા નદીનો કાંપ મીઠા પાણીના સરોવરમાં આવશે નહિ. પરિણામે સરોવરનું આયુષ્ય વધશે. અગાઉની પથરેખા મુજબ સરોવરના ૨૫૦ વર્ષના જીવન કાળ સામે સરોવરનો જીવનકાળ ૫૦૦ વર્ષ હશે. નવી સૂચિત પથરેખાના ફાયદાઓ

નવી સૂચિત પથરેખાના ફાયદાઓ ૯.નર્મદા નદીનું પાણી ભાડભૂત ખાતે બેરેજથી અંદાજે ૩૨ કિ.મી લાંબી નર્મદા ડાયવર્ઝન કેનાલ મારફતે વાળવામાં આવશે. કેનાલ મોટેભાગે ખોદાણમાં હશે નર્મદા ડાયવર્ઝન કેનાલના આવશ્યક ખોદાણમાંથી ઉપલબ્ધ માટીનો જથ્થો મુખ્ય રોક ફીલ/માટીયાર આડબંધમાં ઉપયોગમાં લઈ શકાશે. ૧૦. મુખ્ય આડબંધ, ભાડભૂત બેરેજ અને નર્મદા ડાયવર્ઝન કેનાલનું ખર્ચ અગાઉની ધારણા કરતા આશરે ૬૫% જેટલું ઓછું હશે. ૧૧. વાહન વ્યવહાર તેમજ જમીન ખુલ્લી થવાના લાભથી જાહેર-ખાનગી ભાગીદારીના ધોરણે યોજના બાંધવા માટેનું આકર્ષણ પૂરું પાડશે. ૧૨. આડબંધનું બાંધકામ અગાઉ વિચારાયેલ ૧૦ થી ૧૫ વર્ષના સમયગાળાની સરખામણીમાં હવે ૫ થી ૭ વર્ષમાં શક્ય બનશે.

નવી સૂચિત પથરેખાના ફાયદાઓ અત્યાર સુધીના અભ્યાસો પ્રમાણે બંધના હેઠવાસમાં ભરતીની ઊંચાઇ વધશે, વેગ ઘટશે તથા સમુદ્રમાં કાંપ જમા થવાની પ્રક્રિયામાં ઘટાડો થશે. જેના કારણે ભાવનગર બંદર પુનઃજીવિત થતાં આ વિસ્તાર વધુ વિકસિત થશે. આ જ પ્રકારે દહેજ બંદરને પણ ફાયદો થશે ૧૪. સિંચાઈના પાણીના ઉદ્વહન માટે પવન/સૌર ઊર્જાનો ઉપયોગ કરવાનું આયોજન કરવામં આવ્યું છે. સિંચાઈના પાણીના ઉદ્વહન માટે આશરે ૨૫૦ કરોડ યુનિટની જરૂરી રહેશે. સુઝલોનના અભ્યાસ અનુસાર આશરે રૂ. ૯૦૦૦ કરોડના ખર્ચે સરોવરની આસપાસ પવન ચક્કીઓ ૧૬૦૦ મેગાવોટ ઉત્પન્ન કરી તેનો ઉપયોગ પાણીના ઉદ્વહનમાં થશે.

નવી સૂચિત પથરેખાના ફાયદાઓ ૧૫. ઘરગથ્થુ ઉપયોગ માટે અંદાજે ૯૦૦ મીલીયન ઘ.મી. મીઠા પાણીનો પુરવઠો ઉપલબ્ધ થશે. ૧૬. ઔદ્યોગિક ઉપયોગ માટે અંદાજે ૫૦૦ મીલીયન ઘ.મી. મીઠા પાણીનો પુરવઠો ઉપલબ્ધ થશે. ૧૭. નર્મદા નદી સીધેસીધી મીઠા પાણીના સરોવરમાં મળતી ન હોઈ, આડબંધ માટે ઓછી ક્ષમતાની છલતીની જરૂરિયાત રહેશે જેનાથી ખર્ચ ઘટશે. ૧૮.નર્મદા નદી પર ભાડભૂત બેરેજ મારફ્તે નર્મદા પૂરનું નિયંત્રણ સરળતાથી થઈ શકશે. ૧૯. નર્મદા મુખ ની નબળા પાયાની સ્થિતિમાંથી છુટકારો અને ભૂકંપીય ફોલ્ટ લાઈનો ઓછી થઇ જશે.

નવી સૂચિત પથરેખાના ફાયદાઓ • તાજેતરના અભ્યાસ અનુસાર, રૂ. ૨૨૫૦૦ લાખની કિમતના ૩૦૦૦૦ મેટ્રીક ટન મીઠા પાણીની માછલીના ઉત્પાદનમાં વધારો થશે. ૨૧. વિવિધ પ્રકારની પ્રવાસન-પ્રવૃતિઓનો વિકાસ થશે. • દહેજ અને ધોલેરા જેવી વૈશ્વિક કક્ષાની મોટી ઔદ્યોગિક વસાહતોનો લાભ ભાવનગર/ સૌરાષ્ટ્રને મળશે

નવી સૂચિત પથરેખાના ફાયદાઓ • જમીનના મુલ્યમાં વધારો • યોજનાની આજુબાજુમાં આવતી સુચિત યોજનાઓ • ધોલેરા ‘’સર’’ • ફેદરા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક • ‘’ પીસીપીઆઈઆર’’ દહેજ • દિલ્હી- મુંબઈ કોરીડોર • 2. ભાવનગર-અમદાવાદ ૧૦ માર્ગીય રોડ • વિશ્વનુ સૌથી મોટુ ર૦૦૦ ચો.કિ.મી.નું ર૭૦ કિ.મી.ના લંબાઈનું ફરતે છ માર્ગીય રસ્તા સાથેનું મીઠા પાણીનુ સરોવર • સૌરઅનેપવનઉર્જા, પ્રવાસન, બાયોફયુઅલ,પરિવહન,મત્સયોધોગ જેવા યોજનાના લાભ/ફાયદાઓ

યોજનાની પ્રસ્તાવિત રૂપરેખા

મીઠા પાણીના સરોવરની વિશેષતાઓ (સુચિત)

મીઠા પાણીના સરોવરની વિશેષતાઓ (સુચિત)

મીઠા પાણીના સરોવરની વિશેષતાઓ (સુચિત)

ન્યુનતમનકારાત્મક અસરો આંતરરાજ્ય વિવાદ ખાનગી જમીનોના ડુબાણ અસ્વૈછિક માનવ સ્થળાંતર પર્યાવરણ પર વિપરિત અસર થયા વગર અને નીચેના પૈકીની કોઇપણ મુશ્કેલીનો સામનો કર્યા વગર લાભ-પ્રાપ્તિ થઇ શકશે.

યોજના માટે ઉદ્યોગપતિઓના મંતવ્યો (૧) શ્રી અજીત ગુલાબચંદ, ચેરમેન અને એમ.ડી., હિન્‍દુસ્‍તાન કન્‍સ્‍ટ્રકશન • ટાયડલ પાવરની કિંમત રૂ. રપથી ૩૦ કરોડ/મેગાવોટ આવે છે. આજે પણવિશ્વના વિકસીત દેશો સહિત ટાયડલ પાવરની આર્થિક શકયતા માટે પ્રશ્નાર્થમુકવામાં આવે છે. • ટાયડલ પાવર સાથે વિકલ્‍પ-૧ એલાયમેન્‍ટ ઘણીજ ગુંચવણ ભરી છે. • ચક્રીય ભરતીજન્‍ય વીજઉત્‍પાદન ઉત્‍પાદકતા સંચાલન અને નિભાવણીની દ્રષ્‍ટિએ ખર્ચાળ તેમજ ગ્રીડમાં નિયમિત રીતે સમાવેશ કરવામાં મુશ્‍કેલીપડશે. જેઓ નિયમિત અને સુનિશ્ચિત પાવર ઈચ્‍છે છે. તેવા ખરીદનાર આવો પાવર ખરીદવા માટે ઘણી જ મૂશ્‍કેલીથી મળશે. • સિંચાઈ માટેના ઉદ્દવહન માટે જોઈતો પાવર માટે ટાયડલના વિકલ્‍પ અન્‍ય સસ્‍તા સ્‍ત્રોતમાંથી કેપ્‍ટીવ પાવર વાપરવો યોગ્‍ય રહેશે. • વિકલ્‍પ-પ ઘણો સારો વિકલ્‍પ છે. સુચિત એલાયમેન્‍ટ-૧, નર્મદાના મહત્‍તમ પુર અને ટાઇડલ પાવર માટે જરૂરી પાણીની ઊંડાઇ માટે સૂચવવામાં આવેલ. ત્‍યારે દહેજ બંદરનો વિકાસ આજે છે તેવો ધારેલો ન હશે. સને. ૧૯૯૯ પછી, દહેજ ખાતે વિશાળ આંતર માળખાકીય વિકાસના કારણે દહેજ બંદરને વિકલ્‍પ-પ માં સરોવરની બહાર રાખવામાં આવેલ છે. તે યોગ્‍ય છે. • નર્મદાના પાણીના કલ્‍પસર સરોવરમાં ડાયવર્ઝન માટે ૧ લાખ કયુસેકસ પાણીના વહન માટે ૧ કિ.મી. પહોળી નહેરના વિચાર સાથે સંમત છે.

(ર) ડૉ. ડી.જી.કડકેડે, ડાયરેકટર, જયપ્રકાશ એસોસીયેટ • કલ્‍પસર યોજનાને અનિશ્ચિતતા વગરના ઝડપીઅમલીકરણ માટેટાયડલપાવર કરતા જળસંપત્‍તિ યોજનાતરીકે મુલવવો જોઈએ. • હાલ, ભારતમાં સુનિશ્ચિત જગ્યાએ કેશન મુકવા માટે યોગ્‍ય કેશન ટેકનોલોજી માટેની મશીનરી/સાધનો ઉપલબ્‍ધ નથી. ઉપરાંત આવી વિશાળ મશીનરી ભારત બહારથી ટ્રાન્‍સ્‍પોર્ટ કરવું ડહાપણ ભરેલ નથી કેમકે તેને હેન્‍ડલ કરવુ ખર્ચાળ અને મુશ્‍કેલ બનશે. આ ઉપરાંત,ભારતમાં કે ભારત બહાર આવી કેશન માટેની કન્‍સ્‍ટ્રકશન ટેકનોલોજી ઉપલબ્‍ધ નથી. • ટાયડલ પાવરની ઉત્‍પાદકતા કિંમત રૂ. રપથી૩૦ કરોડ પ્રતિ મેગાવોટછે. • આજે પણ વિકસીત પશ્ચિમ દેશોમાં પણ ટાયડલપાવરની આર્થિકસક્ષમતામાટેનો પ્રશ્નાર્થ છે જે હજી પણ વણ ઉકેલ્‍યો રહયો છે.

કલ્‍પસર પ્રભાગ પવન ઉર્જાને વિકલ્‍પ તરીકે વિચારે. જેનીઉત્‍પાદકતા કિંમત રૂ. ૬થી ૭ કરોડ પ્રતિ મેગાવોટ છે • આજે વિશ્વમાં ભરતીજન્‍ય વીજ ઉત્પાદન આર્થિક રીતે પોષણક્ષમ નથી (ઘણું જ ખર્ચાળ) તેવુ ચિત્ર ઉપસે છે. તેથી નાણાંની ઉપલબ્‍ધી મુશ્‍કેલ બનશે. • જો ગુજરાત સરકાર ટાયડલ પાવર માટે વિચારતી હોય તોકલ્‍પસર ટાયડલ પાવરનાવિકલ્‍પે કચ્‍છમાં ટાયડલ પાવરપ્રોજેકટ પાયલોટતરીકે લેવા સુચન છે. • ગ્રૃપ ડેમની પથરેખાને ઉત્‍તર તરફ કોઈ પણ જાતના જથ્‍થામાં અને સરોવરના ક્ષેત્રમાં ઘટાડા વગર,અને પૂર્ણ જળાશયની સપાટી નીચી રાખીને નવસાધ્‍યકરણ માટે વધુ જમીન ખુલ્‍લી થાય તે બાબતે તેમજ નર્મદાના પાણીને ડાયવર્ટ કરવા માટે નર્મદા નદીના મુખ પ્રદેશ નજીક બેરેજના બાંધકામ માટેની બાબત સાથે સંમત છે.

૩. શ્રી જી. ગાંગુલી, એકઝીકયુટીવ વાઈસ પ્રેસીડન્‍ટ, એલ.એન્‍ઙટી. • ટાયડલ પાવરની ઉત્પાદનની કિંમત પરંપરાગત પાવર ઉત્પાદનની કિંમત કરતાં ચાર ગણી છે. ઉત્‍પાદનનો ઘણો જ ખર્ચ,ગ્રીડમાં એબોરોર્શન, માર્કેટીંગના કારણે ટાયડલ પાવર ઉત્‍પાદન આર્થિક રીતે પોષણક્ષમ નથી. • કેશનનું વિશાળ કદ, કિનારા પર પ્રથમ બાંધકામઅને ત્‍યાર બાદ (ફ્લોટીંગ કરાવીને) તરતા લઈ જઈને યોગ્‍ય જગ્‍યાએ મુકવા અને ઉતારીને ભરતીજન્‍ય ઉત્‍પાદન માટેનું એકમનું બાંધકામ કરવુ ઘણું જ મુશ્‍કેલ જણાય છે. કેશન બાંધકામ માટેની ડ્રાય જગ્‍યા માટે પાણીનુ વાળવુ ઘણું જ મુશ્‍કેલ છે. • હાલ આવા વિશાળ અને ગુંચવણભર્યા ટાયડલ પાવર પ્‍લાન્‍ટમાટેનો અનુભવ નથી. • નવી એલોયમેન્‍ટ-પ, માં સરખાવી શકાય તેવો પાણીનો સંગ્રહ, વધુ જમીનની નવસાધ્‍ય કરણ માટે ઉપલબ્‍ધી,કોંક્રીટ વગર, ઓછી ભરતી અને ઓછો પ્રવાહ, ઓછા બાંધકામ માલ સામાનની જરૂરીયાત, સહેલાયથી અને આર્થિક રીતે પોષણક્ષમ બાંધકામ જેવા લાભો છે. • વિકલ્‍પ-૧માં ડેમના બાંધકામ માટે દરિયામાંથી પુરતુ મટીરીયલ મળવા બાબતે શંકા છે. જયારે સુચિત વિકલ્‍પ-પ,ની પથરેખામાં બંધના બાંધકામ માટે નર્મદા ડાયવર્ઝન કેનાલના ખોદાણમાંથી ઉપલબ્‍ધ થતાં મટીરીયલ માટે આશાશ્‍પદ છે. • વિકલ્‍પ-૧માં નર્મદા નદીમાંથી ૭૦ ટકા જેટલો કાંપ સરોવરમાં આવવાનો અંદાજ છે અને તેને ધ્‍યાને રાખીને સરોવરનું આયુષ્‍ય રપ૦ વર્ષનું ગણેલ છે. વિકલ્‍પ-પ,ની પથરેખામાં નર્મદા નદીનું પાણી સીધુ સરોવરમાં આવવાનું ન હોવાથી સરોવરનું આયુષ્‍ય ૪પ૦ વર્ષનૂ થવા સંભવ છે.

(૪)શ્રી જે. કે. શાહ, મેનેજીંગ ડીરેકટર, અદાણી ગ્રૃપ • ટાયડલ પાવરની ઉંચા બાંધકામ ખર્ચના કારણે (રૂ.રપથી ૩૦ કરોડ પ્રતિ મેગાવોટ અન્‍ય ઉર્જા(સાસણ (મધ્‍ય પ્રદેશ) રૂ. ૧.રપ/યુનિટ, મુદ્રા રૂ. ર.રપ પ્રતિ છત્‍તીસગઢ રૂ. ૮૦ પ્રતિ યુનિટ) કરતાં પ્રતિ યુનિટ ઘણી ઉંચી આવે છે. • વર્ષ ર૦૧ર સુધીમાં વધારાના ૧ર૦૦૦ મેગાવોટ ઉત્‍પાદન સાથે ‘‘ પાવર સર પ્લસ સ્‍ટેટ‘‘ બનશે. આથી ટાયડલ પાવર પ્‍લાન્‍ટની ઉંચી કિંમત, એબર્શોબશન ,માર્કેટીંગના પ્રશ્નોના કારણે કલ્‍પસરની આસપાસના પાવર પ્‍લાન્‍ટને લીધે ટાચયડલ પાવરની અગ્રીમતા રહેશે નહિં. • દહેજ આગળ કેમીકલ ઉધોગ, બીરલા કોપર, ઓ.એન.જી.સી., વિવિધ પાવર પ્‍લાન્‍ટની યોજનાઓના કારણે દહેજના વિકાસની શકયતાને ધ્‍યાને રાખીને દહેજ બંદર પર પડનાર અસરની બંધની પથ રેખાના અભ્‍યાસ કરવાની જરૂરીયાત છે.

(પ) શ્રી એસ.એન.રૂઈયા, એસ્‍સાર ગ્રૃપ • એક લાખ ટન વજન ધરાવતા ટાયડલ પાવર પ્‍લાન્‍ટ માટેના કોંક્રીટ કેશનના બાંધકામ માટેની મૂશ્‍કેલીઓ છે. • ટાયડલ એનર્જીને ખર્ચાળ અને જોખમી ગણેલ છે. • વિકલ્‍પ-પ અંર્તગત સુચિત નર્મદા ડાયવર્ઝન કેનાલના ખ્‍યાલ સાથે સંમત છે. નહેરના બાંધકામથી પ્રાપ્‍ત થનાર માટીથી આજુબાજુના વિસ્‍તારની કાદવવાળી જમીનનું પૂરાણકરી લેવલ કરી જમીનના ઉપયોગથી મૂલ્‍ય વધશે. • ટાઇડલ પાવરના આંતરીક ભાગ તરીકેની એલાયમેન્‍ટ-૧ માં અચોકકસ અને અનિયંત્રિત નર્મદાના પૂરથી મૂખ આગળ ઘણોજકાંપ સુચિત સરોવરમાં આવવાનો હતો તે ટાઇડલ પાવર વગરની એલાયમેન્‍ટ-પમાં નિયંત્રિત પૂરથી નર્મદા બેરેજના સ્‍લુઇઝ મારફત તેનો નિયમિત નિકાલ થાય તે ખ્‍યાલ ઘણોજ વજુદવાળો છે. • એલાયમેન્‍ટ-પનો વિકલ્‍પ, જળસંગ્રહ, વધુ જમીન નવસાધ્‍યકરણ, સરોવરની બહાર દહેજ બંદર, ક્રોકીંટ વગર, ઓછી ભરતી અને ઓછા પ્રવાહ, ઓછા બાંધકામ મટીરીયલની જરૂરીયાત, તાંત્રિક તેમજ આર્થિક રીતે સહેલાઇથી બાંધકામ કરી શકાય તેવો છે

(૬) શ્રી જી.વી.કિષ્‍ના રેડ્ડી, જીવીકે પાવર એન્‍ડ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર • યોજનાના ભાગ તરીકેનો ટાયડલ પાવર ખર્ચ વધારશે તેમજ બાંધકામમાં મુશ્‍કેલી (કોમ્‍પલસીટી) ઉભી કરશે.. • ખંભાતના અખાતમાં અન્‍ય જગ્‍યાએ ટાયડલ પાવર પ્‍લાન્‍ટ માટે વિચારી શકાય.ટાયડલ પાવરના વિકલ્‍પે પવન ઉર્જા વિચારી શકાય. • વિકલ્‍પ-પની પથરેખાઘણીજ આર્થિક રીતે અને બીજી બધી રીતે શકય છે. • વિકલ્‍પ-૧ માં દરીયાના તળીયાનુ લેવલ (-૩૦ મી.) છે. જયારે વિકલ્‍પ-પ માં દરીયાના તળીયાનુ લેવલ (-૧૦મી.) છે. પરિણામે બાંધકામના માલસામાનમાં ઘણોજ ઘટાડો અને કિંમતની દ્રષ્‍ટિએ વિકલ્‍પ-૧ કરતાં ઘણીજ સસ્‍તી છે. • નર્મદા ડાયવર્ઝન કેનાલના બોરોએરીયાતરીકેના ઉપયોગથી નીકળતી માટીનો વિકલ્‍પ-પ માંરોકફીલ ડેમમાં સીધોઉપયોગ થઇ શકશે. જેનો ખર્ચ મૂળના ખર્ચના ૧/૪ જેટલો જ થવાથી ખર્ચમાં ઘણોજ ઘટાડો થશે. • ઝડપથી વિકસી રહેલા દહેજ બંદરનો પથરેખાની પંસદગી બાબતે ખ્‍યાલ રાખવો જોઇએ. વિકલ્‍પ-૧ માં દહેજ બંદર સરોવરની અંદરના ભાગે હતું. જેના સંચાલન માટે શીપ લોકની જરૂરીયાત રહેતી હતી.[:]