[:gj]ખેતી અને ખેડૂતોને લગતી થોડબંધ જાહેરાતો કૃષિ પ્રધાને કરી [:]

[:gj]The Minister of Agriculture made a few announcements related to agriculture and farmers

ગાંધીનગર, 24 માર્ચ 2021
ગુજરાત વિધાનસભામાં 22 માર્ચ 2021ના દિવસે કૃષિને લગતી વિગતો જાહેર કરવામાં આવી હતી.

જળસિંચન
વર્ષ ૨૦૦૧માં સિંચાઇ હેઠળનો વિસ્તાર ૩૮.૭૭ લાખ હેક્ટર હતો,જે વર્ષ ૨૦૨૦માં વધીને ૬૮.૮૯ લાખ હેક્ટર થયેલ છે. આમ, સિંચાઇ વિસ્તારમાં ૩૦.૧૨ લાખ હેક્ટરનો વધારો થયો છે. કૃષિ ક્ષેત્રે વધુ ને વધુ વિસ્તાર એક થી વધુ વખત વાવેતર હેઠળ આવતો થયો છે.

સુક્ષ્મ સિંચાઇ માટે વર્ષ ૨૦૨૦-૨૧માં ૬૭૫ કરોડની સહાય ખેડૂતોને કરવામાં આવી છે.

વિજળી
ખેડૂતોને ઇલેક્ટ્રીસીટી ડ્યુટી ભરવી પડતી નથી. અગાઉ માત્ર ૧૫૦૦૦ પ્રતિ વર્ષ નવા કૃષિ વીજ જોડાણ આપવામાં આવતા હતા. જ્યારે છેલ્લા ૧૭ વર્ષની સરેરાશ કરીએ તો સરેરાશ એક લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવ્યા છે. કિસાન સુર્યોદય યોજના માટે રૂા.૩૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આગામી બે વર્ષમાં તમામ ગામોમાં 25 કલાક વિજળી મળશે.

વીજ બિલમાં રાહત
ખેડૂતોના વીજ બિલમાં રાહત માટે રાજય સરકાર દર વર્ષે રૂા.૭૩૮૫ કરોડ વીજ સબસીડી તરીકે રાજયના ૧૮ લાખ ખેડૂતોને લાભ આપે છે.

બિયારણ
ગુજરાત રાજય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન/સર્ટીફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ.૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આદિવાસી ખેડૂતો ભાઇઓ તથા પ્લગ નર્સરી માટે રૂા. ૧૦ કરોડ છે.

ફળ, શાકભાજી, મસાલા અને ફૂલ પાક માટે વર્ષ ૨૦૨૦-૨૧ માં રૂ.૩૮.૭૪ કરોડની સહાય આપી અંદાજિત ૨૦,૮૦૦ હેક્ટરમાં કુલ ૨૭,૧૦૦ ઉપરાંત ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે.

ખાતર
૧૫ જેટલી સરકાર માન્ય મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ, ૮૩૯ જેટલા હોલસેલર તેમજ ૮૫૦૦ થી વધુ સક્રિય ખાતર વિક્રેતાઓ દ્વારા રાસાયણિક ખાતરની વિતરણ વ્યવસ્થા સાથે સંકલન કરી ૪૦ લાખ મેટ્રિક ટન જેટલું રાસાયણિક ખાતર ખેડૂતોને પુરૂ પાડવામાં આવ્યું છે.

યાંત્રિકરણ પાછળ 1800 કરોડ
દસ વર્ષમાં યાંત્રિકીકરણ ક્ષેત્રે ટ્રેકટર સહિત વિવિધ સાધનોમાં છ લાખથી વધુ ખેડૂતોને રૂ.૧૮૦૦ કરોડ જેટલી સહાય પૂરી પાડી છે. વર્ષ ૨૦૨૦-૨૧ માં જાન્યુ-૨૧ અંતિત ૨૬,૭૭૦ ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે રૂ.૧૨૬.૮૫ કરોડની સહાય આપવામાં આવી છે. જાન્યુ-૨૧ અંતિત ૪૮,૯૨૪ ખેડૂતોને રૂ.૧૯૧.૯૦ કરોડની સહાય આપવામાં આવી છે.

કિસાન સન્માન નિધિ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૫૭.૩૫ લાખ લાભાર્થીઓને કુલ રૂ.૬૭૨૭.૧૪ કરોડનું લાભાર્થીઓના બૅન્ક એકાઉન્ટમાં DBTથી ચુકવણું કરવામાં આવ્યું છે.

દેશની વસ્તીના ૪.૯૯ ટકા હિસ્સો ધરાવતું ગુજરાત રાષ્ટ્રના ઘરગથ્થું ઉત્પાદનમાં લગભગ ૭.૯ ટકા હિસ્સો ધરાવે છે. તાજેતરના વર્ષોમાં વરસાદની પ્રતિકૂળ અસર હોવા છતાં, છેલ્લા ત્રણ વર્ષોમાં રાજયના અર્થતંત્રએ સતત વૃધ્ધિ દર્શાવી છે. ભૌગોલિક દ્રષ્ટિએ આપણો દેશ વિશ્વના કુલ વિસ્તારના ૨.૪ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. પરંતુ વિશ્વની ૧૭.૫ ટકા વસ્તીનો સમાવેશ કરે છે. ગુજરાત રાજય દેશના કુલ ભૌગોલિક વિસ્તારનાં માત્ર ૬ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.

પ્રથમ ગુજરાત
કપાસ, મગફળી, દિવેલા, તલ, જીરૂ, ઈસબગુલ તેમજ દુધ ઉત્પાદનમાં પ્રથમ હરોળમાં છે.

ગુજરાત વિશ્વકક્ષાએ કેળા, જીરૂ, ઈસબગુલ, વરિયાળી અને દિવેલાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત કપાસમાં ૩૬ ટકા, મગફળીમાં ૪૨ ટકા, દિવેલામાં ૮૦ ટકા, વરીયાળીમાં ૭૦ ટકા અને જીરૂમાં ૬૦ ટકા ફાળો ધરાવે છે.

ગુજરાતમાં બટાટાની ઉત્પાદકતા ૩૧ ટન અને ચણાની ૧૬૬૩ કિલો/હે. છે, જે રાષ્ટ્રીય કક્ષાએ સૌથી વધુ છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન અનાજનું કુલ ઉત્પાદન ૯૩.૨૮ લાખ ટન,કપાસનું ઉત્પાદન ૮૮.૦૧ લાખ ગાંસડી, મગફળીનું ઉત્પાદન ૪૬.૪૩ લાખ ટન અને તેલીબીયાનું ઉત્પાદન ૬૬.૬૪ લાખ ટન થયું છે.

ગુજરાત રાજ્યમાં વાવેતર હેઠળ કુલ ૯૮ લાખ હેક્ટર વિસ્તાર છે તે પૈકી બાગાયતી પાકો હેઠળનો વાવેતર વિસ્તાર ૧૬.૧૬ ટકા જેવો છે.

31 હજાર કરોડનો વેપાર
૨૨૪ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ૨૧૧ મુખ્યયાર્ડ, ૧૯૩ સબયાર્ડ એમ કુલ ૪૦૪ માકેટ્યાર્ડ છે. વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં જણસીઓની કુલ આવક ૧૩૩૯.૪ લાખ કિવન્ટલ તથા કુલ આવક રૂ. ૩૧૫૬૨.૨૧ કરોડ છે. વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની કુલ માકેટ સેસ ફીની આવક રૂ. ૨૬૭૫૬.૭૫ લાખની છે.

ઝીરો ટકા વ્યાજ
ખેડૂતોને ઝીરો ટકાના વ્યાજે ટુંકી મુદતનું પાક ધિરાણ પુરુ પાડે છે. વર્ષ ૨૦૨૦-૨૧માં રૂા.૧૯૫૫ કરોડની ભારત સરકાર અને રાજય સરકારની વ્યાજ સહાયથી ૧૩.૩૧ લાખ ખેડૂતોને આ વ્યાજ રાહતનો લાભ મળેલ છે.

ટેકાનો ભાવ
૧૯ લાખથી વધુ ખેડૂતો પાસેથી ૨૦૧૬-૧૭ થી ૨૦૨૧ દરમિયાન રૂ.૧૮૩૪૮ કરોડના મૂલ્યની તથા ૩૭,૦૭,૩૫૮ મેટ્રીક ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ભારત સરકારની એજ્ન્સી નાફેડ દ્વારા ગુજરાત રાજ્યમાં મગફળી, મગ, અડદ, તુવેર, ચણા અને રાયડાની કુલ રૂ. ૭૨૬૨.૬૩ કરોડના મૂલ્યની કુલ ૧૪,૩૮,૨૨૯.૩૬ મે.ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે.

છેલ્લા ત્રણ વર્ષમાં ભારત સરકારની એજ્ન્સી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (સીસીઆઇ) દ્વારા ગુજરાત રાજ્યમાં કપાસની કુલ રૂ.૪૧૯૮.૭૨ કરોડના મૂલ્યની કુલ ૭,૬૨,૩૩૦.૭૦ મે.ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.

વર્ષે 4 હજાર કરોડની ખરીદી
છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારની એજ્ન્સી ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા રાજ્યમાં ઘઉં,મકાઇ,ડાંગર(કોમન),ડાંગર (ગ્રેડ-A), તથા બાજરીની કુલ રૂ. ૪૬૨.૮૪ કરોડના મૂલ્યની કુલ ૨,૪૫,૧૧૬.૯૬ મે.ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આમ કુલ ત્રણ વર્ષમાં રૂ.૧૧,૯૨૪.૧૯ કરોડના મૂલ્યની કુલ ૨૪,૪૫,૬૭૭.૦૨ મે.ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.

કુદરતી નુકસાન
ચાલુ વર્ષે પણ ખરીફ ઋતુમાં ઓગષ્ટ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકશાન રાજ્યના ૨૦ જિલ્લાઓના ૧૨૩ તાલુકાના અંદાજીત ૩૭ લાખ હેક્ટર વિસ્તાર માટે રૂ. ૩૭૦૦ કરોડનુ સહાય પેકેજ આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં આકસ્મિક પરિસ્થિતીમાં ખેડૂતોને મદદરૂપ થતા રાજ્ય સરકારે રૂ. ૫૮૦૦ કરોડથી વધુ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં સીધા જમા કરાવ્યા છે. ૨૦૧૫-૧૬ થી આજ દિન સુધી રૂા. ૯૦૫૦ કરોડ થી વધુ સહાય ખેડૂતોને ચુકવવામાં આવી છે.

ખેડૂતોને હવામાન એડવાઇઝરી પૂરી પાડી તે થકી પાક વાવણી, રોગ-જિવાત નિયંત્રણ, પિયત વ્યવસ્થાપન જેવી ખેતીની કામગીરી સમયસર વધુ કાર્યક્ષમતાથી કરી શકાય તે માટે રાજ્યમાં અંદાજિત ૧૮૦૦ ઓટોમેટીક વેધર સ્ટેશનની સ્થાપના કરી હવામાનના ડેટા મેળવવા રૂ.૧૧.૯૬ કરોડ ખર્ચ થશે.

નાના ગોડાઉન બનાવવા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ સહાય આપવા માટે વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૨૮૦ કરોડ આપેલા છે.

માલવાહક વાહન ખરીદવા સહાય માટે કિસાન પરિવહન યોજના માટે વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગાયને 900 રૂપિયા

દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય યોજનામાં વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૨૧૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુત પરીવારને એક ગાય માટે માસિક રૂ. ૯૦૦ લેખે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની સહાય આપવામાં આવશે.

ખેત સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ આપવા વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

વર્ષ ૨૦૨૧-૨૨માં તારની વાડ યોજના માટે રૂ.૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મોબાઈલ ક્રોપ ક્લિનિક

સમયસર રોગ-જીવાતના સર્વે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક (ફરતા કૃષિ ક્લિનિક) માટે રૂ.૧.૪૦ કરોડની જોગવાઈ કરેલ છે.

ડ્રમ

મલ્ટી પર્પઝ હેતુ માટે એક ડ્રમ તેમજ પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્યે આપવા માટે રૂ. ૮૭.૪૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે હેઠળ પ્રથમ વર્ષે ચાર લાખ જેટલા ખેડૂતોને સહાય મળશે.

રસાયણ મુક્ત જિલ્લો

ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના હેતુસર ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને પ્રોત્સાહિત કરવા માટે રૂ. ૩૧.૫૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે શરૂઆતના પ્રથમ બે વર્ષ ઉત્પાદન ઘટને સરભર કરવા પ્રથમ વર્ષે રૂ. ૧૦,૦૦૦ તથા બીજા વર્ષે રૂ. ૬,૦૦૦ નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ વર્ષે અંદાજિત ૩૦૦૦૦ હેક્ટર જમીન આવરી લેવામાં આવશે.

સંશોધન

રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓમાં કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને વધુ સઘન બનાવવાના હેતુથી વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂા. ૬૯૮.૦૦ કરોડની અંદાજપત્રીય જોગવાઇ કરવામાં આવી છે.[:]