[:gj]કોરોનાને કારણે પોલીસ કર્મચારીનું મોત, સુરતમાં પ્રથમ કેસ[:en]Police personnel killed due to corona, first case in Surat[:hn]कोरोना के कारण पुलिस कर्मी की मौत, पहला मामला सूरत में[:]

[:gj]કોરોના વાઇરસને લઈએં સુરતમાં સતત સંક્રમિત કેસ વધી રહ્યા છે, કોરોનાએ અત્યાર સુધીમાં સુરત શહેર-જિલ્લામાં મોતની સેન્ચુરી વટાવી ચુક્યો છે. ત્યારે ગતરોજ કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા સુરત શહેર પોલીસના એક  ASI મગન રણછોડભાઇ બારીયાનું મોત થયું છે.

કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા એવા સુરત શહેર પોલીસના મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા  ASI મગન બારીયાનું ગતરોજ રોજ કોરોનામાં મોત થતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ જવા પામી છે.  ASIના મોતને પગલે શહેર પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપી શ્રધ્ધાંજલિ આપી હતી. જયારે પરિવારના મોભીના અકાળે થયેલા મોતને પગલે પરિજનોએ ભારે કલ્પાંત કરી મૂક્યુ હતું.

હાલમાં મહિધરપુરા પોલીસ મથકમાં કોરોના યોદ્ધા ડ્‌યુટીમાં ફરજ બજાવતા  ASI મગનભાઇ લોક્ડાઉન અંતર્ગત ભાગળ ચાર રસ્તા ખાતે તેઓ બંદોબસ્તમાં ફરજ બજાવતા હતા. દરમ્યાનમાં ગત તા. 29 મે ના રોજ તેમની સાથેના ફરજ પરના હોમગાર્ડનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી હોમગાર્ડ સાથે ફરજ બજાવનાર તમામ પોલીસકર્મી અને અન્ય સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

જેમાં ASI મગન બારીયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તા. 31 મે ના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતે આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.  ASI મગન બારીયાને ડાયાબીટીશથી પીડિત હોવા છતા તેઓ કોરોના સામેની જંગમાં અડીખમ રહ્યા હતા અને તા. 9 જુનના રોજ કોવિડ 19ની નવી ગાઇડલાઇન મુજબ તેમનામાં કોરોનાના કોઇ લક્ષણો નહિ જણાતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

જો કે તેમને હોમ કોરેન્ટાઇન રહેવાની સુચના આપવામાં આવી હતી અને તે મુજબ તેઓ હોમ કોરેન્ટાઇન થયા હતા. પરંતુ તા. 11 ના રોજ અચાનક જ તેમને ડાયાબીટીશનું પ્રમાણ વધી જતા તેમને પુનઃ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું આજ રોજ સારવાર દરમ્યાન મોત થયું હતું.

ડોક્ટરોના જણાવ્યા મુજબ  ASI મગનભાઇ કોરોનાથી સંક્રમીત હોવા ઉપરાંત તેમનું સુગર વધી ગયું હતું અને કિડનીમાં પણ તકલીફ હોવાથી મોત થયું છે.  ASI મગનભાઇનું મોત થતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ જવા પામી છે અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

ASI મગન બારીયાના અકાળે મોતને પગલે પરિવારે ઘરના મોભીને ગુમાવ્યો હતો. મૂળ ગોધરાના પીપળીયા ગામના વતની મગનભાઇ વર્ષ 1989માં પોલીસમાં ભરતી થયા હતા. મગન બારીયાએ સુરત શહેરના કતારગામ, રાંદેર, ટ્રાફિક, અઠવા, સ્પેશીયલ બ્રાંચ, સચીન અને નશાબંધીમાં ફરજ બજાવી ચુકયા છે અને હાલમાં મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.[:en]Corona virus cases are on the rise in Surat, Corona has so far surpassed the death toll in Surat city-district. Then yesterday in the battle against Korona, an ASI Magan Ranchodbhai Baria of Surat city police, a warrior of Korona, was killed.

ASI Magan Baria, who was on duty at the Mahidharpura police station of Surat city police, was killed in Corona yesterday. Following ASI’s death, the city police paid a guard of honor and paid tribute. However, following the untimely death of Mobhi of the family, the relatives had made a big fuss.

He was currently on duty at the Mahidharpura police station in Koro’s Yodha Duty at Bhagal Char Rasta under ASI Maganbhai Lockdown. Meanwhile, last date. On May 6, Corona, a homeguard on duty with him, received a positive report. So all the policemen and other staff on duty with the homeguard were corona tested.

In which ASI Magan Baria’s report came positive. He was admitted to the isolation ward at the new Civil Hospital on May 31. Although ASI Magan Baria was suffering from diabetes, he was reluctant to fight against Corona and Ta. On June 9, he was discharged from the hospital without any symptoms of corona as per the new guideline of Covid 19.

However they were instructed to remain home quarantine and accordingly they became home quarantine. But Ta. On the 11th, he was re-admitted to the Civil Hospital due to sudden onset of diabetes. Who died today during treatment.

According to doctors, in addition to being infected with ASI Maganbhai Corona, he also had high blood sugar and died due to kidney problems. ASI Maganbhai’s death has caused grief in the police force and he was given a guard of honor.[:hn]सूरत में कोरोना वायरस के मामले बढ़ रहे हैं, कोरोना ने अब तक सूरत शहर-जिले में मौत का आंकड़ा पार कर लिया है। कोरोना के एक योद्धा, सूरत शहर पुलिस के एक एएसआई मगन रणछोड़भाई बारिया, कल कोरोना के खिलाफ एक लड़ाई में मारे गए थे।

कोरोना के खिलाफ युद्ध में कोरोना योद्धा के रूप में सूरत शहर पुलिस के महिधरपुरा पुलिस स्टेशन में ड्यूटी पर तैनात एएसआई मगन बरिया का कल कोरोना में निधन हो गया। एएसआई की मौत के बाद, शहर की पुलिस ने गार्ड ऑफ ऑनर दिया और श्रद्धांजलि दी। हालांकि, परिवार की मोबी की असामयिक मृत्यु के बाद, रिश्तेदारों ने एक बड़ा उपद्रव किया था।

वह वर्तमान में एएसआई मगनभाई लॉकडाउन के तहत भागल चार रास्ता में कोरो के योदा ड्यूटी में महिधरपुरा पुलिस स्टेशन में ड्यूटी पर था। इस बीच, अंतिम तारीख 6 मई को, उनके साथ ड्यूटी पर तैनात होमगार्ड कोरोना को एक सकारात्मक रिपोर्ट मिली। इसलिए होमगार्ड के साथ ड्यूटी पर तैनात सभी पुलिसकर्मियों और अन्य कर्मचारियों का कोरोना परीक्षण किया गया।

जिसमें एएसआई मगन बारिया की रिपोर्ट सकारात्मक आई। उन्हें 31 मई को नए सिविल अस्पताल में आइसोलेशन वार्ड में भर्ती कराया गया था। हालांकि एएसआई मगन बारिया मधुमेह से पीड़ित थे, लेकिन वे कोरोना और ता के खिलाफ लड़ने के लिए अनिच्छुक थे। 9 जून को कोविद 19 की नई गाइडलाइन के अनुसार कोरोना के किसी भी लक्षण के बिना उन्हें अस्पताल से छुट्टी दे दी गई।

हालाँकि उन्हें होम क्वारेंटाइन बने रहने का निर्देश दिया गया था और तदनुसार वे होम क्वारेंटाइन बन गए। लेकिन ता। 11 वीं तारीख को अचानक मधुमेह की शुरुआत के कारण उन्हें सिविल अस्पताल में भर्ती कराया गया था। जिसकी आज इलाज के दौरान मौत हो गई।

डॉक्टरों के अनुसार, एएसआई मगनभाई कोरोना से संक्रमित होने के अलावा, उन्हें उच्च रक्त शर्करा भी था और गुर्दे की समस्याओं के कारण उनकी मृत्यु हो गई। एएसआई मगनभाई की मौत से पुलिस बल में शोक छा गया है और उन्हें गार्ड ऑफ ऑनर दिया गया।[:]