[:gj]રિલાયંસના કોર્પોટે કિંગ નથવાણીએ રાજ્યસભાનું ઉમેદવારી પત્ર આંધ્રથી ભર્યું, ગુજરાતમાં કેમ નહીં ? [:]

Reliance Corpotte King Nathwani filled Rajya Sabha candidacy letter from Andhra, why not in Gujarat?

[:gj]

અમદાવાદ, 12 માર્ચ 2020

માર્ચ 112020: રાજ્યસભાના સભ્ય તરીકે 2008થી સતત બે ટર્મ સુધી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનારા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ શ્રી પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સભ્યપદ માટે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી અને તેમના પક્ષ વાય.એસ.આર. કોંગ્રેસ (Yeduguri Sandinti Rajasekhara Reddy) એ ટેકો આપતાં નથવાણીએ આંધ્રપ્રદેશમાંથી ઉમેદવારી ભર્યું હતું. તેઓ ગુજરાતના છે ચાર બેઠકમાંથી એક બેઠક ભાજપ અને કોંગ્રેસ બન્ને તેને ટેકો આપીને જીતાડી શકે તેમ હતા તેમ છતાં તેમણે આંધ્રપ્રદેશ કેમ પસંદ કર્યું તે એક રહસ્ય છે.

ઉમેદવારી પત્ર ભર્યા પછી નથવાણીએ જણાવ્યું હતું કે, “ વાય.એસ. જગન મોહન રેડ્ડી આંધ્રપ્રદેશના યુવાન અને બહુમુખી પ્રતિભા ધરાવતા મુખ્યમંત્રી છે અને રાજ્યના લોકો દ્વારા તેમનું ખૂબ જ સન્માન કરવામાં આવે છે. ગયા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં વાય.એસ.આર. કોંગ્રેસે કુલ 175 બેઠકોમાંથી 151 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો, જે જગન મોહન રેડ્ડીની લોકપ્રિયતા દર્શાવે છે. તેમના પિતા વાય.એસ. રાજશેખર રેડ્ડીના નિધન બાદ તેમણે ખૂબ જ મુશ્કેલી અને પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેઓ તમામ મુસીબતો અને અડચણોને પાર કરીને ગયા વર્ષે ચૂંટણીમાં જંગી વિજય મેળવીને મુખ્યમંત્રી બન્યા.” તેમણે ઉમેર્યું હતું કે તેઓ આંધ્રપ્રદેશના લોકોની સેવા માટે પ્રતિબધ્ધ છે.

સતત બે ટર્મ (12 વર્ષ) સુધી ઝારખંડથી રાજ્ય સભાના સભ્ય રહેલા પરિમલ નથવાણીએ ઉદાહરણરૂપ કામગીરી કરી હતી અને તેમના સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ (એ.પી.એલ.એ.ડી.) અને સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસ.એ.જી.વાય.) ભંડોળનો લગભગ 10 ટકા ઉપયોગ માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને કૌશલ વિકાસ, વગેરે માટે કર્યો હતો. એસ.એ.જી.વાય. અંતર્ગત દત્તક લીધેલા ત્રણ આદર્શ ગ્રામ પંચાયતો બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાદાગ અને તેમના દ્વારા અહીંયા કરવામાં આવેલા વિકાસના કાર્યોનો વ્યાપ ખૂબ જ બહોળો છે.

નથવામી આર.આઇ.એલ.ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીની કોર ટીમના મુખ્ય સભ્ય તરીકે પ્રસિધ્ધ છે. તેઓ રિલાયન્સના સ્થાપક ધીરૂભાઈ અંબાણીને પોતાના મેન્ટર અને આદર્શ માને છે. તેમણે ગુજરાતમાં જામનગરમાં વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી સંકુલ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાંતિપૂર્ણ રીતે જમીન સંપાદનની કામગીરી કરવા ઉપરાંત  નથવાણીએ ભારતના પશ્ચિમી ભાગના રાજ્યોમાં આર.આઇ.એલ. પેટ્રોલિયમ આઉટલેટ્સ, રિટેલ સ્ટોર્સ, ગેસ પરિવહનની પાઇપલાઇ અને જિયોના મોબાઇલ નેટવર્ક માટે માળખાકિય સુવિધાઓનું સર્જન કરવાના પ્રોજેક્ટનું સફળતાપૂર્વક અમલીકરણ કર્યું હતું.

તેમને તેમના યુવાનીના દિવસોથી જ જાહેર જીવનમાં રસ હતો અને સૌરાષ્ટ્રના સાંસદો સાથે તેઓ જોડાયેલા હતા અને એક વખત તો જામ ખંભાળિયામાંથી વિધાનસભાની ચૂંટણી લડવાનો પ્રયાસ પણ કર્યો હતો. લોકોના પ્રશ્નોને વિવિધ ફોરમ પર ઉઠાવવા જાહેર જીવનમાં સતત પ્રયત્નશીલ રહેવાને કારણે તેમને વૉઇસ ઓફ સૌરાષ્ટ્ર (સૌરાષ્ટ્રનો અવાજ) તરીકે ઓળખવામાં આવતા હતા.

થોડા સમય પહેલાં સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જી.સી.એ.)ના ઉપ-પ્રમુખ પદે રહેલા પરિમલ નથવાણીએ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમના આયોજન સ્થળ તરીકે ચર્ચામાં રહેલા વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ, અમદાવાદનું સફળતાપૂર્વક નિરીક્ષણ અને અમલીકરણ કર્યું હતું. એક લાખ કરતાં વધારે દર્શકોને સમાવવાની ક્ષમતા સાથે વિશ્વનાં સૌથી મોટાં ક્રિકેટ સ્ટેડિયમનું મોટેરામાં નવનિર્માણ કરવામાં આવ્યું છે.

નથવાણીએ તેમની સાથે વિવિધ વ્યાવસાયિક પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ચીન, જાપાન, રશિયા, દક્ષિણ કોરિયા, સ્વિટ્ઝર્લેન્ડ, યુગાન્ડા, કેન્યા, અસ્ટ્રાખાન સહિતના ડઝન કરતાં વધારે દેશોની મુલાકાત લીધી હતી અને વાઇબ્રન્ટ ગુજરાત રોડ શોમાં ભાગ લીધો હતો. આ પ્રવાસોએ તેમને ગ્લોબલ બિઝનેસ લીડર્સ સાથે વિચારોના આદાન-પ્રદાન કરવાની તક પૂરી પાડી હતી.

નથવાણી લગભગ 15 વર્ષ સુધી ગુજરાતમાં આવેલા દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રહ્યા હતા. તેમણે રિલાયન્સ વતીથી ગુજરાત સરકારની સાથે મળીને પવિત્ર નગરી દ્વારકાના વિકાસમાં સહભાગી બન્યા હતા અને વેગ આપ્યો હતો. દ્વારકા ગુજરાતનું એકમાત્ર શહેર છે જેનો સમાવેશ પ્રાચીન ધર્મ સનાતન ધર્મના ચારધામ અને સપ્તપુરી યાત્રાધામ એમ બંનેમાં થાય છે.

નથવાણી નાથદ્વારા ટેમ્પલ બોર્ડના સભ્ય તરીકે નવ વર્ષ કરતાં વધારે સમયથી સેવા આપે છે. આ બોર્ડ રાજસ્થાનમાં આવેલા પુષ્ટી માર્ગી શ્રીનાથજી સંપ્રદાયની સર્વોચ્ચ વ્યવસ્થાપન સંસ્થા છે.

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ના પ્રમુખ તરીકે નથવાણી સન્ 2019ના દ્વિતીય અર્ધવાર્ષિક ગાળામાં ચૂંટાતા ગુજરાતમાં ફૂટબોલને ઘણો જ વેગ મળ્યો.

ગીર લાયનઃ પ્રાઇડ ઓફ ગુજરાત અને ઝારખંડ મેરી કર્મભૂમિ (હિન્દી) આ બે પુસ્તકો  છે. ઝારખંડમાં તેમણે આપેલા પ્રદાન અંગેનું વધુ એક પુસ્તક એડોરેબલ એન્ડ એડમાયરેબલ પરિમલ નથવાણી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, રાંચી દ્વારા ટૂંક જ સમયમાં રજૂ કરવામાં આવશે. ઝારખંડ અને ઝારખંડના લોકો સાથેનો લગાવ ચાલુ રહેશે.

કોર્પોરેટ અને જાહેર જીવનમાં તેમનો બહોળા અને વ્યાપક અનુભવને જોતાં નથવાણી આંધ્રપ્રદેશના વિકાસ માટે સર્વોત્તમ પસંદગી પૂરવાર થશે.

[:]