[:gj]બંધારણનું રણ, સત્તા ચીજ એવી છે કે મળતાં જ પ્રજાની ચિંતા રહેતી નથી[:]

[:gj]The desert of the constitution, the power thing is such that the people do not have to worry as soon as they meet
અંગ્રેજોએ ભારતને આઝાદ કરાવવા માંગતા નેતાઓને પૂછ્યું- આ વિશાળ દેશને અમારી ગુલામીમાંથી મુક્ત કરીએ પણ તમે તેને ચલાવશો કઇ રીતે…? અને તે પછી રચાયું ભારતનું અનોખુ બંધારણ. જેના આધારે ભારત એક એવુ રાષ્ટ્ર બનશે કે જ્યાં સૌને સમાન તક, સમાન હક્કો, સમાન અધિકારો અને ભારત ભયો…ભયો..બની જશે. લેકિન ઐસા હુઆ ક્યા….?

વી ધ પીપલ ઓફ ઇન્ડિયા….એ શબ્દો બંધારણના આમુખમાં કોતરાયેલા છે. અમે ભારતના લોકો….થી શરૂ થતાં બંધારણમાં લોકોની જરૂર માત્ર ચૂંટણી વખતે જ પડતી હોય એમ બંધારણના નિષ્ણાતોની લાગણી છે. ચૂંટણી વખતે ફૂટપાથ પર રહેનારને નેતાજી હાથ જોડીને તેની પાસે રહેલો કિંમતી અને પવિત્ર વોટ માંગશે પણ જેની પાસે કિંમતી અને પવિત્ર વોટ છે એ ફૂટપાથ પર કેમ છે..એવી લાગણી પેલા નેતાજીના મનમાં આવે તો દુનિયાના કોઇ શહેરની ફૂટપાથો પર લોકો રહેતા ન હોય. તેમને એક સરસ મજાનું પોતાનું ઘર મળે તો …એનઆતી વધારે ખુશી બીજી કોઇ હોઇ શકે નહીં.

26 નવેમ્બર 1949ના રોજ આઝાદ ભારતે પોતાના બંધારણનો સ્વીકાર કર્યો. અને26 જાન્યુ.1950ના રોજ તેના અમલ સાથે ભારત પ્રજાસત્તાક બન્યું. 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં જે પરેડ યોજાય છે તેની પાછળનું કારણ પણ બંધારણના અમલનો દિવસ. 15 ઓગસ્ટે વડાપ્રધાને લાલકિલ્લા પર તિરંગો લહેરાવે અને 26 જાન્યુ.એ રાષ્ટ્રપતિ રાજપથ પર સલામી ઝીલે. રાષ્ટ્રપતિ બંધારણના વડા છે અને વડાપ્રધાન ચૂંટાયેલા પક્ષના વડા અને સાથે સાથે દેશના વડાપ્રધાન હોવાથી લાલ કિલ્લા પર તેઓ પ્રજાની લાગણીઓનો પડઘો પાડે. રાષ્ટ્રપતિ 26મીએ બંધારણની લાગણીઓ વ્યક્ત કરે.

ભારતના બંધારણમાં આજે 12 પરિશિષ્ટ અને 400થી વધુ કલમો છે. જેમાં વિવાદી કલમ 370નો પણ સમાવેશ થતો હતો. બંધારણની કલમ 14 અને 21 લોકોના મૂળભૂત અધિકારોની અભિવ્યક્તિ દર્શાવે છે. આમ તો આખા બંધારણમાં વી ધ પીપલ..કેન્દ્રસ્થાને છે. પણ કેટલીક કલમોનો ઉલ્લેખ વારંવાર સામાન્ય લોકોના અધિકારો માટે થતો હોય છે.

બંધારણ એટલા માટે આવશ્યક કેમ કે કોઇપણ દેશ, રાજ્ય, ગામ કે ઘર પરિવાર કઇ રીતે ચાલશે તેની વ્યવસ્થા એટલે બંધારણ. પણ ભારતના બંધારણના રણમાં મિ. ભારતલાલ ખોવાઇ ગયો છે. તેને પોતાના અધિકારોના રક્ષણ માટે વારંવાર અદાલતના દરવાજા ખટખટાવવા પડે છે. કેમ કે લોકશાહીમાં એ જ એક છે નોધારાનો આધાર….!!

કમબખ્ત..યે સત્તા ચીજ હી ઐસી હૈ કિ એકબાર સત્તા મિલી ફિર નથ્થૂલાલ કી કિસે ફિકર….!! કોઇપણ સરકાર હોય, દરેક સરકારમાં કોઇને કોઇએ પોતાના મૂળભૂત અધિકારો માટે ન્યાયાલયનો ઘંટ વગાડ્યો જ હશે. જેમ કે અર્નબે ઘંટ વગાડ્યો તો કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે સત્તાનો દુરપયોગ કર્યો છે, જો અમે નહીં હોઇએ તો કોમનમેનને કોણ રક્ષણ આપશે. જામીન મંજૂર અને અર્નબ જેલની બહાર. તેની ફરીથી ધરપકડ નહીં થાય તેની કોઇ ખાતરી નહીં. કેમકે તેના ઉપર હજુ બીજા કેસોની તલવાર લટકેલી જ છે અને સમય આવ્યે તે વિંઝવામાં આવશે……અને અર્નબ 32 વકીલોની ફોજ સાથે ફરીથી ન્યાયાલયની શરણમાં જશે બંધારણે આપેલા અધિકારોની દુહાઇ દઇને…!!

બંધારણનો દરેક પોતાના રાજકિય લાભ માટે ઉપયોગ કરે છે. અગાઉ બંધારણની કલમ 356નો ખૂબ ઉપયોગ થતો અને કોઇપણ રાજ્ય સરકારને ઘરભેગી કરી દેવામાં આવતી. હાલમાં પ.બંગાળ સરકાર સામે આ જ કલમના ઉપયોગની ચર્ચા ચાલે છે. રાજ્યપાલે રિપોર્ટ મોકલ્યો નથી કે તરત જ 356નો અમલ અને કોઇપણ ચૂંટાયેલી સરકારના સીએમ ત્યારબાદ ભૂ.પૂ. સીએમ બની જાય છે.

બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારોની સાથે સામાન્ય નાગરિકની એ ફરજ પણ છે કે બંધારણમાં નાગરિકે બજાવવાની જે ફરજોનો ઉલ્લેખ છે તેનું પાલન પણ કરવુ પડે. અધિકારની સાથે ફરજ પણ નિભાવવી પડે. પણ થાય છે એવું કે મોટાભાગના લોકો અધિકારો વધારે માંગે છે અને ફરજનું પાલન ઓછુ કરે છે….!!

બંધારણના 71 વર્ષ પછી ગટર સાફ કરવા માટે સફાઇ કર્મીને ગટરમાં ઉતરવુ પડે છે અને ક્યારેક મોતને ભેટે છે. આજે પણ કેટલાક ગામડાઓમાં દલિત વરરાજાને ઘોડા પર બેસીને જાન કાઢવાની મંજૂરી નથી..નથી અને નથી…ગુજરાતની વાત કરીએ….? કેટલાક એવા બનાવો બન્યા કે ગામમાં કોઇ દલિતે બાપુ જેવી મૂછો રાખી તો તેનો વિરોધ થયો….કોઇ દલિત ઘોડી લઇને આવ્યો તો વિરોધ થયો…!!

બંધારણ બંધારણની જગ્યાએ છે અને લોકોમાં પડેલી કેટલીક વિકૃત માનસિક્તા એની જગ્યાએ છે. દલિતો માટે અલગ કૂવા, દલિતો માટે અલગ હજામ, દલિતો માટે અલગ ચાના કપ…અને એના માટે આપણે સૌ જવાબદાર છીએ. જ્યારે કોઇ ઘટના બને ત્યારે જાગીએ અને પછી….!! જે દિવસે બંધારણમાં અપાયેલા સમાનતાના અધિકારોનું ખરા અર્થમાં પાલન થશે ત્યારે દિલ્હીના જંતરમંતર પર કોઇ ધરણાં-દેખાવો નહીં થાય….!! લેકિન ક્યા ઐસા હોગા….? પૂછતા હૈ ભારતલાલ……!

બંધારણે અનામતના અધિકારો આપ્યા. અમદાવાદ સહિત જે વિમાની મથકો ગૌતમ અદાણીને ( આ તો એક દાખલો છે માત્ર…) ચલાવવા માટે આપવામાં આવ્યાં એ વિમાની મથકના સંચાલન માટે જે કર્મચારીઓની જરૂર પડે તેની ભરતીમાં અનામતનો અમલ થાય એવી ફરજ પાડવી જોઇએ. જો સરકારે ખાનગીકરણ-હસ્તાંકરણમાં એવી જોગવઇ કરી હોય તો આવકાર્ય અને અમલ નહીં કરે તો વી વોન્ટ અનામત…ના સૂત્રો સંભળાઇ શકે છે એરપોર્ટની બહાર….!![:]