[:gj]અમદાવાદ શહેરનું જમાલપુર માર્કેટ ૩૧ જુલાઈ સુધી બંધ રહેશે[:]

[:gj]અમદાવાદ એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ (APMC)કમિટીએ જેતલપુર APMCમાં ૩૧ જુલાઈ સુધી ફરીથી કામ કરવાનો નિર્ણય લીધો છે. કમિટીએ અગાઉ ૧૫ જુલાઈથી જમાલપુર યાર્ડમાં કામ શરુ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે તેણે જમાલપુરના વેપારીઓને જેતલપુરથી જ ૩૧ જુલાઈ સુધી કામગીરી ચાલુ રાખવા જણાવ્યું છે.

વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાળખના કાંટાની જેમ ખૂંચે છે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે, જમાલપુર APMC યાર્ડમાં જૂનના છેલ્લા અઠવાડિયાથી કામ શરૂ કરવામાં આવશે, પરંતુ છેલ્લી ઘડીએ પોલીસે મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. જેના કારણે વેપારીઓએ હડતાળની ચીમકી પણ આપી હતી.

વધુ વાંચો: પછાત વર્ગો માટે 29 યોજનાઓ ઓનલાઇન કરાઇ

બાદમાં જુલાઈમાં વેપારીઓને જેતલપુર ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ ૧૫ જુલાઈ સુધી વેપાર કરવાના હતા. જો કે, હાલમાં APMCએ જણાવ્યું કે ૩૧ જુલાઈ સુધી જમલાપુરમાં કોઈ વેપાર થશે નહીં.

વધુ વાંચો: 2019માં ભાજપ સાથે રહેનારા પાટીદારો શું હાર્દિક પટેલના ‘હાથ’ ને ‘સાથ’ આપશે ? 

એક વેપારીએ કહ્યું કે, સરકારે નિર્ણય લેવો જોઈએ કે જ્યાં સુધી શહેરમાં કોરોનાના કેસ નોંધાતા રહે ત્યાં સુધી જમાલપુર ખાતે વેપાર બંધ કરી દેવો જોઈએ અને અનાજના વેપાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ. વેપારીઓએ કહ્યું કે, જેતલપુરના સ્થાનિક વેપારીઓ સાથેનો કોન્ટ્રાક્ટ ૩૧ જુલાઈ સુધી રહેશે અને જો અધિકારીઓએ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો તો શાકભાજી વેચનારાઓ પાસે ફરીથી વેચાણ અટકાવવા સિવાયનો કોઈ વિકલ્પ રહેશે નહીં.

વધુ વાંચો: કમૂરતા ગયા ને 6 મહિના થયા પણ ભાજપના અપસુકનિયાળ પ્રમુખ ન બદલાયા[:]