[:gj]રાવણ હથ્થાના જાણીતા કલાકાર વિજાનંદ તુરીએ અનેક ઈનામો મેળવ્યા[:]

Vijnanand Turi, a renowned artist of Ravan Hatha, received many awards

[:gj]મહીસાગર જિલ્લાના જૂના ભલાડા ગામના વિજાનંદ તુરી રાવણ હથ્થાના જાણીતા કલાકાર છે.

આદિકાળ થી ગ્રામીણ તેમજ નગર શહેરના લોકોને મનોરંજન પહેલા પરંપરાગત લોક વાદ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવતું હતું. રાવણ હથ્થો, જંતર, રામસાગર જેવા તંતુ વાદ્યોનું સર્જન ઘસરકા માંથી થયું. આ વાદ્યોથી સ્વર પેદા થયો પછી સ્વરોની સાથે શબ્દો ભળ્યા અને લોકગીત સંગીત, કીર્તન, નર્તન સાથેનો અવિરત સંગમ વિકસ્યો છે. જન્મથી મૃત્યુ સુધીની જીવન યાત્રામાં અનેક પ્રસંગે, વારે-તહેવારે, મેળા, મેળાવડામાં, જોડાયેલું સંગીત એટલે ગુજરાતનું લોક સંગીત જેમા તાલ વાદ્યો છે, તંતુ વાદ્યો છે, સ્વર વાદ્યો છે. પ્રકૃતિમાં અવિરત ચાલતા મહોત્સવમાં માનવીએ પણ પોતાનો જે સ્વર પૂરાવ્યો એ લોક સંગીત છે.

કલાકાર વિજાનંદ રાવણ હથ્થાના  કલાકાર તરીકે સ્થાન મેળવવા સાથે આ ક્ષેત્રમાં અનેક પ્રમાણપત્રો મેળવ્યા છે. આકાશવાણી, દૂરદર્શનના કાર્યક્રમોમાં ઉપરાંત રાવણ હથ્થાના કલાકાર તરીકે કેટલીક ફિલ્મોમાં તેમજ રાવણહથ્થાના તજજ્ઞ તરીકે સેવા આપી ચૂકયા છે. આ કલાના રસિકોના વર્કશોપમાં કલાપ્રેમીઓને રાવણહથ્થા વાદનનું શિક્ષણ આપે છે.

બાળપણથી પિતાએ વારસામાં આપેલી આ કલાને સાચવી રાખતા પોતાના પરિવારના બાળકોને પણ રાવણહથ્થાનું શિક્ષણ આપે છે. આવા કલાકારોના કારણે આજે પણ પરંપરાગત કલા સચવાઇ રહી છે. વિજાનંદ પોતાની સાથે મહીસાગર જિલ્લામાં વિવિધ ગામોમાં પરંપરાગત કળા આધારિત જીવન ગુજારતા વિવિધ ગામના કલાકારો વિશે પણ વાત કરે છે. ભક્તિસંગીતના કાર્યક્રમો ભજનો ગાઈને પોતાનું જીવન નિર્વાહ કરે છે. રાવણહથ્થા નામની સાથે જોડાયેલી શિવભકત રાવણની ભક્તિની પરાકાષ્ઠા દર્શાવતી કહાની રજૂ કરે છે. વિવિધ ગીતો સૂરતાલ સાથે વિજાનંદ રાવણ હથ્થાના તાલ સાથે રમમાણ થઈ જતો એકરૂપ થઈ જતાં સૂરાવલિઓમાં મધુર સંગીત છેડે છે.[:]