[:gj]કોરોનાનો ચેપ અટકાવવા ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચુંટણીઓમાં મતદાન EVMના બદલે બેલેટ પેપરથી કરાવો – વિપક્ષી નેતા[:]

[:gj]ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ કમિશ્નરને પત્ર લખી કોરોના સંક્રમણ અટકાવવા ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચુંટણીઓમાં મતદાન EVMના બદલે બેલેટ પેપરથી કરાવવા માંગણી કરી હતી..

આંગળીથી EVMનું બટન દબાબબા અને એકબીજા વ્‍યક્તિઓના સંપર્કથી કોરોનાનું સંક્રમણ વધે છે. એટલે સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લેવો જરૂરી છે. 8 બેઠક પર 10 લાખથી વધું મતદારો મતદાન કરવા જશે. લ

નાગરિકો એકબીજાના વધુ સંપર્કમાં ન આવે અને કોરોનાનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ચોક્કસ અંતર જાળવવા, માસ્ક પહેરવા વગેરે બાબતો અંગે સમયાંતરે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. આવી માર્ગદર્શિકાઓનો ભંગ કરનાર સામે કાનુની પગલાંઓ પણ ભરવામાં આવે છે.

દરેક બેઠકદીઠ આશરે બે લાખ જેટલા મતદારો હોય છે અને બુથમાં આશરે 1 હજાર જેટલા મતદારો હોય છે, એટલે એક EVM મશીનમાં મતદારો હાથથી અડકશે. કોરોના મહામારીના સમયમાં વિધાનસભાની પેટા ચુંટણીઓ EVMથી યોજવામાં આવે તો ઉમેદવારને મત આપવા માટે EVMમાં એક જ બટન ઉપર અનેક વ્‍યક્તિઓના હાથ કે આંગળી અડકશે. તેમાં કોઈ કોરોના સંક્રમિત વ્‍યક્તિ વોટ કરીને જાય ત્‍યારબાદ તે બટનને ટચ કરનાર તમામ વ્‍યક્તિઓને કોરોનાથી સંક્રમિત થવાનો ભય રહે છે.

આવા પોઝીટીવ વ્‍યક્તિઓને કોરોનાના સીધા કોઈ લક્ષણો દેખાતા ન હોવાથી સીધી રીતે ખબર ન પડે કે તે વ્યક્તિને કોરોના છે કે કેમ ? પરંતુ તેના સંપર્કમાં આવેલ અન્‍ય વ્‍યક્તિઓ કોરોનાની ચોક્કસ સંક્રમિત થઈ શકે અને ગંભીર મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે. મતદાન કરવાથી કોઈ વ્‍યક્તિ કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચુંટણીઓમાં મતદાન EVMના બદલે બેલેટ પેપરથી કરવા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે આજરોજ માંગણી કરી હતી.

વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે

વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી

વધુ વાંચો: અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક

વધુ વાંચો: એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે

વધુ વાંચો: દેશમાં 24 કલાકમાં સૌથી વધુ 49,310 કેસ નોંધાયા સામે સૌથી વધુ 34,602 લોકો સાજા થયા

વધુ વાંચો: કોરોના કરતાં પણ અમદાવાદમાં ક્ષય રોગ ખતરનાર, ભાજપના અધિકારીઓ નિષ્ફળ[:]