[:gj]સોશિયલ મીડિયા ફોલોઅર્સમાં યોગી આદિત્યનાથ સૌથી મોખરે, વિજય રૂપાણી છઠ્ઠા સ્થાને[:]

[:gj]સોશિયલ મીડિયામાં વધુ ઉપયોગ ભારતભરના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી વધુ સોશિયલ મીડિયામાં ફેન ફોલોઅર્સ ધરાવે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી આ યાદીમાં છઠ્ઠાક્રમે આવે છે.

  1. દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રીઓના આવા જ ફોલોઅર્સના આંકડાઓ જોઈએ તો તેમાં ટ્વીટરમાં 1.16 કરોડ અને ફેસબૂકમાં 64 લાખ ફોલોઅર્સ સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી મોખરે છે.
  2. જ્યારે 68 લાખ ટ્વીટર અને 46 લાખ ફોલોઅર્સ સાથે મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ બીજા ક્રમે છે.
  3. બિહારના નીતિશકુમાર આ યાદીમાં ત્રીજું સ્થાન ધરાવે છે અને તેમના ટ્વીટર ફોલોઅર્સ 60 લાખ છે. જ્યારે ફેસબૂક ફોલોઅર્સ 16 લાખ છે.
  4. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ટ્વીટરમાં 48 લાખ અને ફેસબૂકમાં 34 લાખ સાથે ચોથું સ્થાન મેળવે છે.
  5. પાંચમા નંબરે નવીન પટનાયક છે જે ઓડિસાના મુખ્યમંત્રી છે. તેમના ટ્વીટર ફોલોઅર્સ 29 લાખ છે અને 15 લાખ ફેસબૂક ફોલોઅર્સ છે.
  6. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી27 લાખ ટ્વીટર ફોલોઅર્સ અને 20 લાખ ફેસબૂક ફોલોઅર્સ સાથે છઠ્ઠું સ્થાન ધરાવે છે.
  7. રાજસ્થાનના અશોક ગેહલોતના ફોલોઅર્સ પણ 20 લાખથી વધુ છે.
  8. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીના 18 લાખ ટ્વીટર ફોલોઅર્સ છે.
  9. તમિલનાડુના ઈ.કે. પલાનીસ્વામીના 10 લાખ
  10. કર્ણાટકના બીએસ યેદિયુરપ્પાના 7.81 લાખ
  11. કેરળના મુખ્યમંત્રી ચિનરાઈ વિજયનના ફોલોઅર્સ માત્ર 6 લાખ છે.

[:]