[:gj]મદ્રેસા મોર્ડનાઈઝેશન પ્રોગ્રામનું અમલીકરણ કરો – શેખ, હાર્દિક પટેલ શું કહે છે ? [:]

[:gj]રાજ્‍યમાં છેલ્લા બે વર્ષથી હજ સમિતિની રચના થઈ નથી, જેથી હજયાત્રાએ જતા યાત્રીઓ આજે અમદાવાદ એરપોર્ટ પર અપૂરતી વ્‍યવસ્‍થાના કારણે પરેશાનીઓ ભોગવી રહ્‌યા છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં મુસ્‍લિમ સમાજના એકપણ યાત્રાધામનો સમાવેશ થયેલ નથી, જેના કારણે લઘુમતી સમાજને હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડયા છે. લઘુમતી સમાજના વિકાસ માટે વડાપ્રધાનના ૧૫ મુદ્દાના અમલીકરણ સમિતિની બેઠકો મળતી નથી. આ બધામાં સૌનો વિશ્વાસ ક્‍યાંથી સંપાદન થશે ? દરેક જિલ્લામાં મદ્રેસા મોર્ડનાઈઝેશન પ્રોગ્રામનું અમલીકરણ કરવામાં આવે. તેમ અમદાવાદના ધારાસભ્ય ગ્યાશુદ્દીન શેખે વિધાનસભામાં જણાવ્યું હતું.

આયોગ બનાવો

રાજ્‍યમાં લઘુમતી આયોગની રચના કરી તેને બંધારણીય મજબુતી આપતું વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવે. લઘુમતી સમુદાયના ઉત્‍થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપો. 

શાળાઓ ખોલો

રાજ્‍યના લઘુમતી બહુસંખ્‍યા ધરાવતા વિસ્‍તારોમાં ધોરણ-૧૨ સુધીની સરકારી શાળાઓ ખોલવામાં આવે. મદ્રસા શિક્ષણ આપતી સંસ્‍થાઓ જો જનરલ શિક્ષણ આપવા માંગતી હોય તેવી સંસ્‍થાઓને ગ્રાન્‍ટેડ શાળાઓ તરીકે પરવાનગી આપવામાં આવે. લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ માટે આઈ.ટી.આઈ. અને ડીપ્‍લોમાના ટેકનીકલ કોર્સમાં ૧૦૦% ફી માફી કરવામાં આવે તો લઘુમતી સમાજમાં ટેકનીકલ શિક્ષણનો લાભ વધે, રોજગારી વધે. ઉચ્‍ચ શિક્ષણ માટે ધિરાણ યોજનાના લાભ માટે શહેરી વિસ્‍તારમાં વાર્ષિક આવકમર્યાદા રૂ. ૧.૦૩ લાખ છે તે વધારીને રૂ. ૩ લાખની કરવી જોઈએ, જ્‍યારે ગ્રામીણ વિસ્‍તાર માટે રૂ. ૨ લાખની વાર્ષિક આવક મર્યાદા કરવી જોઈએ.

વ્‍યવસાયલક્ષી તાલીમ યોજના હેઠળ દરેક તાલીમાર્થીને દર મહિને હાલ જે રૂ. ૫૦૦નું સ્‍ટાઈપેન્‍ડ મળે છે તેમાં વધારો કરી રૂ. ૧,૫૦૦નું સ્‍ટાઈપેન્‍ડ મળે તેવી જાહેરાત કરવી જોઈએ. 

દરેક જિલ્લામાં મુસ્‍લિમ સમાજના વિસ્‍તારમાં કસ્‍તુરબા ગાંધી વિદ્યાલયોની સ્‍થાપના કરવામાં આવે.

હજ સમિતિ બનાવો

હજયાત્રીઓની સુવિધા માટે હજ સમિતિની તાત્‍કાલિક રચના કરવી જોઈએ. લઘુમતી સમાજના સ્‍થાપત્‍યો અને ધર્મસ્‍થાનોનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરી તેનો વિકાસ કરવો જોઈએ.

માઈનોરીટી ફાઈનાન્‍સ કોર્પોરેશન

માઈનોરીટી ફાઈનાન્‍સ કોર્પોરેશનને અપાતી ગ્રાન્‍ટમાં વધારો કરવો જોઈએ. લઘુમતી સમાજના માત્ર ૧૭,૫૨૧ લાભાર્થીઓને ફક્‍ત રૂ. ૮૪ લાખનું ધિરાણ આપવામાં આવેલ છે. લઘુમતી સમાજના ૧ લાખ જેટલા લાભાર્થીઓને પ્રતિવર્ષ ધિરાણનો લાભ આપવામાં આવશે તો જ લઘુમતી સમાજમાં બેરોજગારી દસ વર્ષે ઓછી થશે. રાજ્‍યમાં સ્‍કીલ ડેવલપમેન્‍ટ અને ઈન્‍ટરપ્રિનિયોરશીપ મીનીસ્‍ટ્રી સ્‍થાપવામાં આવે અને રાજ્‍યના કુલ બજેટમાંથી ૧૦% રકમો માત્ર સ્‍કીલ ડેવલપમેન્‍ટ માટે ફાળવવામાં આવે. 

વકફ બોર્ડને કબ્રસ્‍તાનોની જગ્‍યા નીમ કરીને સોંપવી જોઈએ અને વકફ બોર્ડની મિલ્‍કતોમાં થતા ભ્રષ્‍ટાચારને અટકાવી તેનું રક્ષણ કરવું જોઈએ. 

લઘુમતી સમાજના વિકાસ માટે સાચર સમિતિની ભલામણોનું યોગ્‍ય અમલીકરણ થવું જોઈએ.

સર્વ શિક્ષા અભિયાન

સર્વ શિક્ષા અભિયાન હેઠળ બાળકીઓને મફત પાઠયપુસ્‍તક, યુનિફોર્મ, હોસ્‍ટેલ બિલ્‍ડીંગ બાંધવા અને ટીચર્સ લેવા માટે ભલામણ કરાયેલ, તેનો અમલ થવો જોઈએ. લઘુમતી સમાજના બાળકોના વિકાસ માટે દરેક જિલ્લામાં રૂ. ૫૦ લાખ ફાળવાશે, જેનો લાભ ગુજરાતને મળેલ નથી, તે સત્‍વરે મળવો જોઈએ. સર્વ શિક્ષા અભિયાન હેઠળ લઘુમતી વિસ્‍તારોમાં શાળાઓ અને ક્‍લાસરૂમ વધારવા જોઈએ. કેન્‍દ્ર સરકારની માઈનોરીટી અફેર્સ મિનિસ્‍ટ્રી દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ માત્ર ૧૯% ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર બનાવવાનો ટાર્ગેટ પૂર્ણ થયો છે, ૮૧% કામો બાકી છે તે તાત્‍કાલિક પૂરા કરાવવા જોઈએ. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ શું શેખની માંગને ટેકો આપશે ? [:]