[:gj]શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, પ્રધાનપદુ જોખમમાં [:]

[:gj]

ગુજરાતની વડી અદાલતે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ચૂંટણી અંગેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાં તેમનુ ધારાસભ્ય પદ જોખમમાં આવી ગયું છે.

અગાઉ ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઇલેક્શન પીટિશનને પડકારતી અરજીને ફગાવી છે. વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ હાઇકોર્ટમાં પડકારી હતી. ધોળકા વિધાનસભા બેઠક પર 150 જેટલા મતોથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિજેતા થયા હતા. આ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ગરબડ હોવાના દાવા સાથે અશ્વિન રાઠોડએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અશ્વિન રાઠોડની અરજી રદ્દ કરવા ચુડાસમાએ પણ અરજી કરી હતી. જો કે હાઇકોર્ટે ચુડાસમાની અરજી ફગાવી દીધી છે. હવે અશ્વિન રાઠોડની પીટિશન પર આગામી દિવસોમાં સૂનાવણી હાથ ધરાશે. જેથી ભાજપના વરિષ્ઠ નેતા ચૂડાસમાની રાજકીય કારકિર્દી જોખમમાં આવી પડી છે. હવે આ કેસ કેવો વળાંક લે છેે તે અત્યંત મહત્વનું બની ગય છે. જેથી રૂૂપાણી સરકાર સામે નવો પડકાર ઊભો થયો છે.[:]