[:gj]સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતનાં અધિકારી 60 હજારની સંદીપ પંડ્યા લાંચ લેતા ઝડપાયો [:]

[:gj]ર્મચારીઓના નગર ગણાતા પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓનો હબ એટલે કે સચિવાલય અને આ સચિવાલયમાં વિવિધ પ્રકારના કામની લેતી-દેતી નો વહીવટ છાશવારે ચાલતો હોય છે .
પરંતુ આજે એન્ટિ-કરપ્શન બ્યૂરોના રડારમાં “યુવક સેવા સાંસ્કૃતિક” વિભાગ નો ક્લાસ 2 ઓફિસર રંગેહાથ ઝડપાઈ જતા અનેક તકોનું નિર્માણ થયું છે એટલું જ નહીં ભાજપ સરકારનું ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સૂત્ર ક્યારે સાકાર થશે ?
આજે જુના સચિવાલય ખાતે આવેલી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત બ્લોક /9, ની કચેરી ખાતે એસીબી ની જાળમાં અધિકારી 60 હજારની રોકડ રકમ સાથે સંદીપ પંડ્યા નામનો ક્લાસ 2 અધિકારી રંગેહાથ ઝડપાઈ ગયો છે. બનાવની વિગતો જોવા જઈએ
તો સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાતની કચેરી ધ્વારા ચાલતા ઇન સ્કુલ નામના પ્રોગ્રામ અંતર્ગત રાજયની સરકારી શાળાઓમાં અલગ-અલગ એજન્સીને ટેન્ડર પ્રક્રિયા ધ્વારા ટેન્ડરીંગ કરી આવી સ્કુલોમાં સ્પોર્ટસ ટ્રેનર, સ્પોર્ટસ કીટ, સ્પોર્ટસ એજયુકેશન આપવા અંગેનો પ્રોગ્રામ ગત વર્ષ 2015 થી કાર્યરત છે. જે બાબતે અલગ-અલગ એજન્સીઓ પૈકી એક એસ.વી.એડ્યુ સ્પોર્ટસ પ્રા.લી. બેંગલોર ખાતેની એજન્સી પણ આ પ્રોગ્રામમાં જોડાયેલ છે. આ કામના ફરીયાદી એસ.વી.એડ્યુ સ્પોર્ટસ પ્રા.લી રીઝીનલ મેનેજર તરીકે કામ કરે છે . અને 2018-19ના આ પ્રોગ્રામ હેઠળ કોન્ટ્રાકટ ચાલું રાખવા માટે એક સ્કુલ દીઠ રૂા.900/- લેખે કુલ-72સ્કુલોના રૂા.64,800/- ગણતરીથી રાઉન્ડ ફીગર રૂા.60,000/- દર મહીને આપવા માટે વિભાગના અધિકારી સંદીપભાઇ પંડયા,કે જેઓ ઇન સ્કુલ પ્રોઝેકટના ઇન્ચાર્જ છે.તેમણે ફરીયાદી પાસે રૂા.60,000/- ની લાંચની માંગણી કરી હતી., પરિણામે નક્કી કરેલી રકમ ની લાંચ ફરીયાદી એ નહિ આપવાનું નક્કી કરી ફરિયાદી એ ACB મા કેફિયત રજૂ કરી હતી.જેના પરિણામ સ્વરૂપ આજે ACB એ છટકુ ગોઠવતા આક્ષેપિત લાંચની રકમ રૂા.60,000/- ફરીયાદી પાસેથી પકડાઇ હતી.અને આ રકમ નો સ્વીકાર પણ પકડાયેલ સરકારી કર્મચારી સંદીપ પંડ્યાએ ACB સમક્ષ સ્વીકાર્યો છે. સમગ્ર
ફરિયાદ ના અંતે એન્ટિ-કરપ્શન બ્યૂરોના ટ્રેપીંગમા અધિકારી :- ડી.બી.બારડ,
પોલીસ ઇન્સ્પેકટર,
વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફે આયોજનબદ્ધ રીતે
લાંચિયા અધિકારીને ટ્રેપીંગ જાળમાં ફસાવ્યો હતો. અને આ કામગીરીમાંACB ના આર.એન.દવે,
(પોલીસ ઇન્સ્પેકટર)
વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. અને અન્ય અધિકારીઓ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બિરસા મુંડા ભવન ખાતે પણ એક કર્મચારીએ લાખો રૂપિયાની ઉચાપત કરી હતી પરંતુ તે ફરિયાદમાં પણ પોલીસ વિભાગ કે તંત્ર હજુ કંઈ ઉકાળી શકી નથી ત્યારે આજે બનેલી આ ઘટનામાં સરકારી અધિકારી વિરુદ્ધ શું કાર્યવાહી કરશે અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ભાજપ સરકાર ક્યારે બનાવશે તે વિષય ચર્ચાસ્પદ બન્યો છે.[:]