[:gj]પત્રકારોની જાગૃતિથી 200કરોડનું કૌભાંડ બહાર આવ્યું અને અધિકારીઓને સજા થઈ [:]

[:gj]

સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની 800 એકર સરકારી જમીન ખેત જમીન ટોચમર્યાદા એ.એલ.સી.નું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિઓને નામે કરી આપવાની ગેરરીતિ આચરવાના કેસમાં સુરેન્દ્રનગરના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (આર.એ.સી) ચન્દ્રકાન્ત પંડ્યા, ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર વી. ઝેડ. ચૌહાણ અને ઇન્ચાર્જ મામલતદાર જે. એલ. ઘાડવીને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવાની ફરજ સરકારને પડી છે. રૂ. 200 કરોડનું જમીન કૌભાંડ રાજકોટના નવા હવાઈ મથક પાસે થયું હતું. પત્રકારોની જાગૃતિના કારણે સરકારે તપાસ એ.સી.બી.ને કરવાના આદેશો આપ્યા છે.  અધિકારીઓ સામે  સેવા શિસ્ત અપીલ નિયમાનુસાર ખાતાકીય તપાસની કાર્યવાહી હાથ ધરી પગલાં લેવાશે.
સમગ્ર ઘટનાક્રમ અંગેની વિગતો મુજબ ખેત જમીન ટોચ મર્યાદા કાયદા-1960 પ્રમાણે બામણબોર, જીવાપરની કુલ 380 એકર જમીન મામલતદાર અને કૃષિપંચ ચોટીલાએ ફાજલ જાહેર કરેલ હતી.
સુપ્રિમકોર્ટે આ બાબતે સરકારની તરફેણમાં નિર્ણય થયા છતાં, આ આદેશોનું ખોટું અર્થઘટન કરીને સુપ્રિમકોર્ટમાં પીટીશન કરનાર પીટીશનર અને અન્‍યોએ કરેલ રજુઆતને આધારે મામલતદાર ચોટીલાએ ટોચ મર્યાદા કેસ પુનઃ ચલાવીને ચોટીલા તાલુકાના જીવાપર, બામણબોરના લોકોને ગેરકાયદે હુકમ કરેલ હતો.
સરકારની અનુમતિ મળે તે ૫હેલાં ખાનગી ઇસમો ઘ્વારા વેચાણ થયું હતું. તેમાં તત્કાલીન નાયબ કલેકટર ચોટીલા વી.ઝેડ.ચૌહાણ તથા તત્કાલીન નિવાસી અઘિક કલેકટર, સુરેન્દ્રનગર ચંદ્રકાંત જી.પંડયાની સંડોવણી પણ બહાર આવી હતી.
આ ઉ૫રાંત ઇન્ચાર્જ મામલતદાર ઘાડવીએ બામણબોરના ફાજલ જાહેર કરેલ અને સરકારી 528  એકર જમીન પણ હાઇકોર્ટના આદેશોનું  ખોટું અર્થઘટન કરીને સીલીંગ કેસનો નંબર આપીને ખાનગી ઇસમોના નામે ખોટા સેલડીડના આઘારે દાખલ કરવાના ત્રણ હુકમો કરી દીધા હતાં.
 સરકારની આંખમાં ઘૂળ નાંખવાના પ્રયાસ સમાન ખાનગી ઇસમોના મેળાપી૫ણામાં કરવામાં આવેલ આ ગુનાહિત કૃત્યની તપાસ કરીને આ ઘટનાનો પર્દાફાશ  કર્યેા છે. સંડોવાયેલા મહેસૂલી અઘિકારીઓને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કર્યા છે.
ગેરરીતિમાં સંડોવાયેલા આ અધિકારીઓ ચન્દ્રકાન્ત પંડયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.માં જનરલ મેનેજર તરીકે અને વી. ઝેઙ ચૌહાણ પોરબંદરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ પર હાલ હતા.

[:]