[:gj]દ્વારકામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લોકઉપયોગી કામોનું લોકાર્પણ કર્યું હતું. [:]

[:gj]In Dwarka, Chief Minister Vijay Rupani inaugurated public works.

દ્વારકામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લોકઉપયોગી કામોનું લોકાર્પણ કર્યું હતું.

ડિસેલીનેશન પ્‍લાન્‍ટ

દુનિયાના વિકાસશીલ દેશોમાં ડિસેલીનેશન પ્‍લાન્‍ટ કાર્યરત છે. ગુજરાત દેશમાં પ્રથમ બનશે જ્યા આગામી સમયમાં ડિસેલીનેશન પ્લાન્ટ શરૂ કરાશે. આ પ્‍લાન્‍ટ થકી દરરોજના 37 કરોડ લીટર ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતર કરાશે. ડિસેલીનેશન પ્‍લાન્‍ટ દ્વારા પણ દેવભૂમિ દ્વારકા જિલ્‍લાને મીઠુ પાણી પુરતી માત્રામાં મળશે.

શિવરાજપુર બીચ

દ્વારકા જિલ્‍લાનો સમગ્ર વિસ્‍તાર રાષ્‍ટ્રીય કક્ષાએ સ્‍થાન પામ્‍યો છે. શિવરાજપુર બીચને બ્‍લુ ફલેગ સર્ટીફીકેટ મળતા આ ક્ષેત્રની વિશ્વ સ્‍તરે ચર્ચા થઇ રહી છે. દેશ-વિદેશથી આવતા શ્રધ્‍ધાળુઓ, પ્રવાસીઓ આવશે. પ્રવાસનને વેગ મળતા છેવાડાના વિસ્‍તારમાં રોજગારીની તકોમાં વધારો થશે.

ભીમગજા જુથ પાણી

ભીમગજા જુથ પાણી પૂરવઠા સુધારણા યોજના રૂ.43.26 કરોડની બનશે તેનાથી 1.34 લાખ લોકોને પીવાનું પાણી મળશે. શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં લોકોને ઘરે-ઘરે નળ દ્વારા પાણી અપાશે. ઓખામંડળ તાલુકાના 19 ગામ અને એક શહેરને લાભ મળશે. ઉપરાંત પાણી પુરવઠા વિભાગ દ્વારા વર્તુ-2 ઓગમેટેશનના રૂા.7.81 કરોડ અને દ્વારકા ભુગર્ભ ગટર યોજના ભાગ-2 રૂા.6.74 કરોડના ખર્ચે તૈયાર થશે.

આરોગ્યના સ્નેટર

આરોગ્યના 31 સબ સેન્‍ટર અને 4 પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો રૂા.7.15 કરોડના ખર્ચે બનાવ્યા છે. ટુપણી, ગઢકા, ભોગાત અને મોટા આસોટા એમ 4 પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર રૂા.4 કરોડના ખર્ચે બાંધકામ કરવામાં આવ્‍યું છે.

કોમ્‍પ્‍યુટર લેંગ્‍વેજ લેબ
જામ કલ્‍યાણપુરની સરકારી વિનયન કોલેજમાં રૂા.17 લાખના ખર્ચે આધુનિક કોમ્‍પ્‍યુટર લેંગ્‍વેજ લેબ કાર્યરત કરવામાં આવી છે.

કેબલ સ્‍ટેઇડ સિગ્‍નેચર બ્રિજ

ઓખા અને બેટ-દ્વારકા વચ્‍ચે રૂા.962.83 કરોડના ખર્ચે ભારતના સૌથી લાંબા કેબલ સ્‍ટેઇડ સિગ્‍નેચર બ્રીજનું કામ ચાલી રહ્યું છે. બ્રીજની કુલ લંબાઇ 2320 મીટર છે. જેમાં કેબલ સ્‍ટેઇડ બ્રીજ 900 મીટર રહેશે. બ્રીજના મુખ્‍ય ગાળાની લંબાઇ 500 મીટર છે. પુલની પહોળાઇ 27.20 મીટર રહેશે. જેમાં ચાર માર્ગીય પુલ તથા 2.50 મીટર પહોળી ફુટપાથ બન્‍ને તરફ બની રહી છે. માર્ચ 2018થી શરૂ થયેલા પુલનું કામ એપ્રિલ 2022માં પૂરું થશે. દ્વારકા ઐતિહાસિક સ્‍થળ હોવાથી શ્રધ્‍ધાળુ દ્વારકા તથા બેટ દ્વારકા દર્શન માટે આવતા હોય છે. પ્રવાસીઓ ચાલીને ઓખાથી બેટ દ્વારકા જઇ શકશે. ફુટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલથી 1 મેગાવોટ વીજળીનું ઉત્‍પાદન થશે.

500 કરોડનું ડ્રગ્ઝ જપ્ત

ભારતીય તટરક્ષક દળ જિલ્લા મુખ્યાલય-15 ઓખાએ 2019માં રૂ.1200 કરોડના ડ્રગ્સને પાકિસ્તાની બોટમાંથી પકડીને અને આ વર્ષે 500 કરોડથી વધુના ડ્રગ્સને જપ્ત કરેલું છે. આવાસો બની ગયા છે. મેરિડ એકોમોડેશન બિલ્ડીંગનું ઉદઘાટન કર્યું હતું. મરીન ઇકોલોજી અને દુર્લભ સમુદ્રી જીવોના સંરક્ષણ, આપદા સમયે માછીમારોને તકલીફોમાંથી રેસ્ક્યુ કરીને કોસ્ટ ગાર્ડ જવાનોએ આ વર્ષે 20 માનવજીવોની સુરક્ષા કરી છે. કોરોનાની મહામારીમાં લોકડાઉન સમયે પણ 103 દિવસ સુધી 300 લોકોને ભોજનની વ્યવસ્થા કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવી હતી. કમાન્ડીંગ ઓફીસર ઓખા કોસ્‍ટગાર્ડ મુકેશકુમાર શર્મા છે.

રૂ.20 હજાર કરોડના ખાતમુહૂર્ત

રાજયમાં છેલ્‍લા 4 મહીનામાં પ્રજાના પૈસાથી રૂ.20 હજાર કરોડના ખાતમુહૂર્ત/ લોકાર્પણના કાર્યક્રમો યોજાયા છે. ભુતકાળની સરકારનું બજેટ રૂ.9 હજાર કરોડનું હતું. જયારે આજે પાણી પુરવઠા, સિંચાઇ વિભાગનું જ રૂ.14 હજાર કરોડનું બજેટ છે. જયારે શિક્ષણ વિભાગનું બજેટ રૂા.30 હજાર કરોડ છે. પ્રજા આટલા જંગી નાણાં કરવેરા પેટે સરકારને ચૂકવે છે.

ભાજપના મુખ્ય પ્રધાને કહ્યું કે પ્રજા એક રૂપિયો આપે છે અને 1 રૂપિયાની સામે સવા રૂપિયાનું કામ થઇ રહ્યુ છે. અગાઉની સરકાર (મોદી અને કોંગ્રેસની) અનિર્ણાયક હતી. અનિર્ણાયકતા વિકાસને રૂંધે છે. અમારી સરકાર પારદર્શકતા, પ્રામાણિક્તા, નિર્ણાયકતા અને સંવેદનશીલતાના આધારસ્થંભોને વરેલી છે.

2022ના અંત સુધીમાં ગુજરાતના ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચશે. 2021ના અંતમાં સૌરાષ્ટ્રના 115 ડેમ નર્મદા જળથી ભરાઇ જશે. દુષ્કાળ ભૂતકાળ બની જશે.[:]