Tuesday, August 5, 2025

કોરોનાના ઈન્જેકશનના કાળાબજારના ષડયંત્રમાં સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ

કોરોનાના દર્દીઓને સારવારમાં જરૂરી ઈન્જેકશનના કાળાબજારના ષડયંત્રનો પર્દાફાશ થયા પછી આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા મનાતા સાત લોકો સામે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેના અનુસંધાને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીઓને સારવારમાં અત્યંત મહત્વના ઈન્જેકશનના કાળાબજારનો વેપલો ચાલતો હતો....

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં હવે લગ્નની પરવાનગી

કોરોના મહામારીને લીધે લોકડાઉન અને અનલોક દરમિયાન સરકારે ધંધા રોજગાર માટે અમુક છૂટછાટ આપી છે. પણ પ્રવાસન સ્થળો ક્યારે ખુલશે એ નક્કી નથી કરાયું. જેને લીધે ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગ સાથે જાેડાયેલી વિવિધ હોટેલને લાખો રૂપિયાની ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની તો હાલ સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને ર...

દેશની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીને કોરોના મુક્ત જાહેર

સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યામાં દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેર પ્રથમ સ્થાને આવી ગયું છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે મુંબઈની અને વિશ્વની સૌથી મોટી ધારાવી ઝુંપડપટ્ટીમાં કોરોનાના કેસો નોંધાયા બાદ સક્રિય રીતે કામગીરી કરવામાં આવતા આજે આ ઝુપડપટ્ટીને કોરોના મુકત જાહેર કરી દેવામાં આવી છે. વિશ્વભરમાં કોરનાના કેસની સંખ્યા ૧ કરોડને પાર પહોંચી છ...

અમદાવાદ – સુરત જતી એસ.ટી. બસો બંધ કરાઈ

અમદાવાદ શહેર સહિત રાજયના મોટા શહેરોમાં અનલોક-ર માં અપાયેલી છુટછાટોના કારણે કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે ગઈકાલે કોરોનાના કેસોની સંખ્યા ૮૦૦ને પાર થઈ જતાં સરકારી તંત્ર ચોંકી ઉઠયું છે રાજયમાં સૌથી વધુ સુરત શહેરમાં પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની રહી છે જેના પગલે સુરત શહેરમાં કેટલીક દુકાનો અને બજારો બંધ કરાવી દેવામાં આવી છે આ દરમિયાનમા...

લાંભાની સોસાયટીમાં એક જ પરિવારના 6 સભ્ય કોરોના પોસેટિવ

ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો ઘટી રહ્યાં છે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શુક્રવારે વધુ 17 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શરૂ કરવામાં આવેલા એન્ટીજન ટેસ્ટમાં...

અમેરિકામાં કોરોના બેકાબુ : એક દિવસ માં 70,000 નવા કેસ

કોરોના વાયરસની મહામારીએ અમેરિકામાં રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અહીં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૭૦,૦૦૦ નવા કેસ નોંધાયા છે. વિશ્વના કોઈ પણ દેશમાં મહામારી શરૂ થયા બાદ આ સૌથી મોટો ઉછાળો છે. જોન હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ ૩૧,૮૩,૮૫૬ લોકો કોરોનાની લપેટમાં આવી ચૂકયા છે. અમેરિકામાં છેલ્લા બે મહિનાની સરખામણીએ હવે દરરો...

દેશના અનેક શહેરોમાં આંશિક લોકડાઉન

ઝડપથી વધતા કોરોના કેસોએ વિવિધ રાજયોની ચિંતા વધારી દીધી છે. સંક્રમણને રોકવા હવે સરકારે નાના લોકડાઉન લગાવી રહી છે. યુપી, બિહાર, પ.બંગાળ બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ પૂણે અને પિપરી, ચિંચવાડામાં લોકબંધી જાહેર કરી છે બંને જીલ્લામાં ૧૩ થી ૨૩ સુધી બધુ બંધ રહેશે. થાણેમાં પણ ૧૯મી સુધી બધુ બંધ રહેશે. મધ્યપ્રદેશ સરકારે દર રવિવારે લોકડાઉનનો નિર્ણય લીધો છે. ...

વહેલો વરસાદ થયો છતાં વાવેતરમાં કોઈ ફાયદો ન થયો, મગફળી વિક્રમ નોંધાવશે

અમદાવાદ, 11 જૂલાઈ 2020 ગયા વર્ષ કરતાં આ વર્ષે આ સમય ગાળામાં એક લાખ હેક્ટર વધું વાવેતર થયું છે. જે લગભગ 4.8 ટકા વધારે બતાવે છે. તેનો મતલબ કે ગયા વર્ષ જેવું જ આ ચોમાસુ ખેડૂતો માટે છે. ગયા વર્ષે 22.64 લાખ હેક્ટર વાવેતર સામે 23.65 લાખ હેક્ટર વાવેતર થયું છે. આ વર્ષે વહેલું ચોમાસું શરું થયું હોવા છતાં વાવણીમાં તેનો કોઈ ફાયદો દેખાતો નથી. વહેલા ચોમાસ...

ટેરીફ રદ કરવામાં ગાજતા રૂપાણી કોલસામાં થતાં અન્યાય માટે કેમ ઊંચા અવાજે...

ગાંધીનગર, 10 જૂલાઈ 2020 વીજળી આપતી કંપનીઓને વર્ષ 2018માં કોલસાનાં વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વધુ ટેરીફ વસુલવાની મંજૂરી રૂપાણી સરકારે આવી હતી. તે રદ્દ કરી દેવામાં આવી છે. કોલસાના ઘટી ગયેલા ભાવને કારણે જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તેથી હવે રૂપાણી સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. કે તેમણે શા માટે મંજૂરી આપી હતી. વીજ વપરાશકારોએ...

1 બિલિયન ડોલરમાં 49 ટકા રિલાયન્સ વેચી મારી, હવે રિલાયન્સ નહીં RBML-જિય...

બીપી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા રિલાયન્સ BP મોબિલિટી લિમિટેડ (RBML)ની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે. 2019માં પ્રારંભિક સમજૂતી બાદ બીપી અને RILના સંયુક્ત સાહસમાં 49 ટકા હિસ્સો મેળવવા માટે RILને એક બિલિયન અમેરિકી ડોલર ચુકવ્યા છે, જેમાં RILનો હિસ્સો 51 ટકા છે. જિયો-બીપી બ્રાન્ડ અલગ પ્રકારના ફ્યૂઅલ્સ, લ્યુબ્રિકન્ટ્સ, રિટેલ અને એડ્વાન્સ...

એશિયાનો સૌથી મોટો સૂર્ય ઊર્જા પ્રોજેક્ટ ગુજરાતમાં કે MPમાં ? શરૂ થયાને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે મધ્ય પ્રદેશના રેવા ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એશિયાના સૌથી મોટા સોલર પ્લાન્ટનું ઉદઘાટન કરશે. આ પ્લાન્ટની ક્ષમતા સોલર પ્રોજેક્ટની 750 મેગાવોટ છે. રેવા જિલ્લા મથકથી 25 કિમી દૂર ગુરહમાં આ પ્લાન્ટ 1590 એકરમાં ફેલાયેલો છે. આ વર્ષે જાન્યુઆરીમાં 750 મેગાવોટની વીજળી ઉત્પાદન અહીંથી શરૂ થયું હતું, પરંતુ વડા પ્રધા...

એર ઈન્ડિયા ‘ટાટા’ સીવાય કોઈ ખરીદવા તૈયાર નથી

એર ઈન્ડિયાને ખરીદવા માટે હરરાજી માટે દોઢ મહિનો બાકી છે ત્યારે અત્યાર સુધીમાં એકમાત્ર ટાટા સમૂહે ઈચ્છા વ્યકત કરી છે. જો કે હાલમાં વિશ્વની અનેક નામાંકિત વિમાનની કંપનીઓ કોવિડ-19ની મહામારીના પગલે સંકટમાં મુકાઈ ગઈ છે. એકમાત્ર ટાટા સમુહ હરરાજી માટે આગળ આવી શકે છે. જયારે ઉદયમ એરલાઈન, સિંગાપુર એરલાઈને કોવિડ-19ના લીધે એર ઈન્ડિયા સાથે જોડાવવાની ના પાડી દીધી ...

વ્હિસ્કી વેચવામાં ભારતની કંપનીઓ સૌથી આગળ, વિશ્વની ટોપ 25 માંથી 13 ભારત...

ફોર્બ્સની યાદીમાં સામેલ 25 વ્હિસ્કી બ્રાન્ડ્સમાં 13 બ્રાન્ડ ભારતીય છે. એટલું જ નહીં સૌથી વધારે વેચાનારી વ્હિસ્કી પણ ભારતીય કંપનીઓ બનાવે છે. "અહીં ‘1,000’ નું વેચાણ એટલે કે 10 લાખ કેસ વેચાયા, કુલ 90 લાખ લિટર." The best-sellers are: McDowell’s Country: India Owner: United Spirits Sales: 30,700 Officer’s Choice Country: India...

ભારત સામે પાકિસ્તાન નમ્યું: કુલભુષણ જાધવ મોતની સજાના વિરોધમાં અપીલ કરી...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કુલભૂષણ જાધવને મોતની સજાના વિરોધમાં અપીલ કરવાની અનુમતિ આપી છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે જાધવને આ અપીલ કરતા પહેલા વિશિષ્ટ અધ્યાદેશ લાવવો પડ્યો છે. જોકે, ભારતે પાકિસ્તાનના દાવાને ઠગારો ગણાવ્યો છે. ભારતે જણાવ્યું છે કે પાડોશી દેશના છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલા નાટકનો જ એક ભાગ છે અને તે માત્ર અને માત્ર આ મામલે ભ્રમણા ઉભી...

મમતા બેનર્જીને ઓક્સફર્ડ યુનીવર્સીટીમાં સંબોધન માટે આમંત્રણ અપાયું

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન, મમતા બેનર્જીને ફરી એકવાર ઓક્સફર્ડ યુનિવર્સિટીની વાર્ષિકી માં સંબોધન માટે આમંત્રણ અપાયુ છે. રાજ્ય સરકારના સૂત્રોએ તેની પુષ્ટિ કરી છે. જણાવવામાં આવ્યુ છે કે, આ વખતે નું સંબોધન ઓનલાઇન રાખવામાં આવશે. આંતરરાષ્ટ્રીય આવક-જાવક બંધ હોવાના કારણે, આ સંબોધન વર્ચુઅલ ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવશે. આ અગાઉ 2017 માં મુખ્ય પ્રધાનને ...