ધોરણ 10ની માર્કશીટ લેવા જાઓ જોડે ઉકાળો પીને આવો
લુણાવાડા,
કિસાન વિદ્યાલયનાં ઓ. કે. સી સંકુલમાં ધોરણ 10 માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવામાં આવી હતી તે દરમિયાન માર્કશીટ લેવા આવનાર વિદ્યાર્થીઓને કોરોનાવાયરસ અંગે સુરક્ષિત રહેવા રાખવાની થતી તકેદારીઓ બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
જેમાં સામાજિક અંતર જાળવવા, ફરજીયાત માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ, હેન્ડવોશ તેમજ ભીડભાડવાળા...
ખેડૂતે ડાંગરની સરળતાથી રોપણી માટે જાતે જ ડ્રમ સીડર બનાવ્યું
આણંદ,
ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલનાં ખેતરે ડાંગરની ખેતી વાવણીથી કરી શકાય તેવા એક મશીનનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેને જોવા આજુબાજુનાં 10 ગામડાનાં 30થી વધુ ખેડૂતો મોટી સંખ્યામા એકત્ર થયા હતા.
ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હો...
ગુજરાતના નવા લોકાયુક્ત, ન્યાયાધીશ રાજેશ એચ. શુક્લાએ શપથ લીધા
ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રાજેશ એચ. શુક્લાએ મંગળવારે ગુજરાતના લોકાયુક્ત તરીકે પદના શપથ લીધા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જીએ તેમને રાજભવન ખાતે પદ અને ગુપ્તતાના શપથ લીધા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.
વર્તમાન કોરોના વાયરસ ચેપની સ્થિતિમાં સામાજિક અંતરના પાલન સાથેના શપથ ગ્રહણ સમારોહમાં વિધાનસભા અધ્યક્...
નવસારી જિલ્લામાં કોરોના નિયમોના ભંગ કરનાર 11,759 સામે FIR, એક જ દિવસે ...
નવસારી,
કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તા.22 જુન સુધી નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી કલમ 188 IPC કલમ 135 ગુજરાત પોલીસ ઍકટ 1951 હેઠળ આજદિન સુધી 11,759 સામે FIR તેમજ 13,217ની અટકાયત કર...
એક કરોડના ખર્ચે કોરોના વાઇરસ પરીક્ષણ લેબ મહેસાણામાં બનાવામાં આવી
મહેસાણા,
રાજ્યમાં મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીઓના કોરોના વાઇરસ પરીક્ષણ દૈનિક 80 દર્દીઓના કોરોના ટેસ્ટની ક્ષમતા ધરાવતી આ લેબ અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે સરકારી લેબ વડનગરની મેડિકલ કોલેજ ખાતે આજથી કાર્યાન્વિત કરવામાં આવી છે.
આ પ્રસંગે CDHO ડો.ટી કે સોની, મહેસાણા સિવિલ સર્જન ડો હર્ષદ પરમાર, વડનગર મેડિકલ કોલેજના ડીન ડો.સુનિલ ઓ...
કેરિયર પ્લાંનિંગ સોફ્ટવેરથી હવે આગળ શુ ભણવું તે નક્કી કરી શકાશે
રાજકોટ,
હાલમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના પરિણામ બહાર પાડ્યા છે. બોર્ડના વિદ્યાર્થીઓએ આગળ કયો કારકિર્દીલક્ષી અભ્યાસક્રમ કરવો અને તેને સંલગ્ન કઈ કોલેજમાં પ્રવેશ લેવો અથવા રસ-રુચિ અનુસાર તાલીમ માટેના ક્યાં કોર્ષ કરવા તે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અતિ ગંભીર પ્રશ્ન રહેતો હોય છે.
આ માટે રાજકોટની રોજગા...
બીમાર પશુઓની ઘરબેઠા સારવાર મળશે
મૂંગા પશુઓની સારવાર માટે રાજ્યભરમાં વધુ મોબાઈલ દવાખાના ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
આ પશુ મોબાઇલ વાન દ્વારા હવે બીમાર પશુઓને પશુ સારવાર કેન્દ્ર ખાતે નહીં લઈ જવા પડે. તેના સ્થાને ટોલ ફ્રી નંબર 1962 ડાયલ કરીને ઘર બેઠા સારવાર સેવા મેળવી શકાશે.
પશુ મોબાઈલ દવાખાના તેના મથકથી આસપાસ વિસ્તારના 10 ગામોને આ સુવિધા મળનાર છે. આ સુવિધા હાલમાં જેમ 108 એમ્...
બાગાયતી પાકોની નવી વાવેતર યોજના હેઠળ ખેડૂતોને રૂ.22 લાખથી વધુની સહાય
Fરાજકોટ,
ખેતીની સમૃદ્ધિ જમીનની ઉત્પાદકતા તથા ગુણવત્તા તેમજ સમગ્ર ખેતી પ્રક્રિયા પર્યાવરણ ઉપર આધારીત છે. જમીનની ગુણવત્તાની જાળવણી સાથે મબલખ પાક મેળવવા બાગાયત ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજયસરકાર દ્વારા બાગાયત ખાતાની ફળાઉ પાકોની નવી વાવેતર યોજના અમલમાં મુકવામાં આવી છે.
આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમી...
પુરીમાં રથયાત્રા નિકળે તો અમદાવાદમાં કેમ ન નિકળે ? આ છે રાજ.
https://youtu.be/TNxnq4muzNo
અમદાવાદ, 24 જૂન 2020
અમદાવાદની રથયાત્રા ન થવા અંગે અવલોકન કરવામાં આવી રહ્યાં છે. તે અંગેની અનેક વિગતો બહાર આવી છે. જેનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે જગન્નાથની જેમ અમદાવાદની રથયાત્રા પહેલા ન કાઢવાના મતમાં કેન્દ્ર સરકાર હતી. પછી દેશના હિન્દુ સંગઠનો એક થવા લાગતાં સરકાર પર દબાણ વધ્યું અને રથયાત્રા કાઢવા ...
હવે ખાનગી કંપની જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપી શકશે
ભારત સરકાર દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ અને સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અંતર્ગત વધુમા વધુ સારી કામગીરી થઈ શકે તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઓદ્યોગિક સાહસ ખેડનાર ગ્રુપ્સ, સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર નેશનલ મીશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અમલમાં મૂકી છે.
આ યોજના હેઠળ ભાવનગર જિલ્લામા ગ્રામ્ય કક્ષાએ જમીન ચક...
પતંજલિની કોરોના દવા સામે સરકારે વાંધો ઉઠાવ્યો
આયુષ મંત્રાલયે કોવિડ -19 ની સારવાર માટે પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વાર (ઉત્તરાખંડ) દ્વારા વિકસિત આયુર્વેદિક દવાઓ વિશે તાજેતરના મીડિયા અહેવાલોની નોંધ લીધી છે. દાવો કરાયેલા વૈજ્ઞાનિક અધ્યયનની તથ્યો અને વિગતો વિશે મંત્રાલય પાસે કોઈ માહિતી નથી.
સંબંધિત આયુર્વેદિક દવા ઉત્પાદકે જણાવ્યું છે કે આયુર્વેદિક દવાઓ સહિતની દવાઓની જાહેરાતો ડ્રગ્સ અને મેજિક ...
હવે ATMમાંથી રોકડ ઊપાડવા ચાર્જ ચૂકવવો પડશે
લોકડાઉન અને કોરોનાને લીધે પહેલાથી જ નાણાકીય દબાણનો સામનો કરી રહેલા લોકો માટે, આ સમાચાર આંચકાથી ઓછા નથી. 1 જુલાઈથી એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જેનાથી તમારા ખિસ્સા પરનો ભાર વધશે.
એટીએમ કેસ ઉપાડ તમારા માટે 1 જુલાઈથી મોંઘા થશે. હા, કોરોના સંકટની વચ્ચે નાણાં મંત્રાલયે એટીએમમાંથી રોકડ ઉપાડવા માટેના તમામ વ્યવહાર ચાર્જ પાછા ખે...
ચીનથી આયાત થતી વસ્તુઓનું લોકલ પ્રોડક્શન માટે પ્રોત્સાહન
ચીનને આર્થિક મોરચે ઘેરવા માટે ભારતમાંથી ચીનના માલના બહિષ્કારના શ્રીગણેશ થઈ ગયા છે વેપારીઓ-ઉદ્યોગપતિઓમાં ધીમે ધીમ જાગૃતિ આવી રહી છે અને સ્થાનિક કંપનીઓની બનાવટની ચીજવસ્તુઓને પ્રાધાન્ય મળે તે માટે નવી માર્કેટ સ્ટ્રેટેજી રચવામાં આવી રહી છે.
આગામી ચાર-છ મહિનામાં તેની ભૂમિકા ઉભી કરી દેવાશે. તેના માટે રાજ્ય-કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આગળ વધશે. સ્થાનિક ...
‘હેલ્લારો’એ ગુજરાતની પ્રતિષ્ઠા વધારી, કાન્સ ફિલ્મ ફેસ્ટિલ માટે પસંદગી
દેશના સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કાન્સ ફિલ્મ માર્કેટ ૨૦૨૦માં ભારતીય પેવેલિયન (મંડપ)નું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, સરકારે દેશમાં ઈન્ટરનેશનલ ફિલ્મોના શૂટિંગ માટે જલદી અને સરળતાથી અનુમતિ આપવા માટે ફિલ્મ સુવિધા કેન્દ્રની પહેલ કરી છે. તેમણે વૈશ્વિક ફિલ્મ નિર્માતાઓ સાથે ભારતમાં ફિલ્મોનું શૂટિંગ કરવા અને ...
ભારત અને ચીન વચ્ચે 12 કલાક મંત્રણા, ચીનની પીછેહઠ
ભારત અને ચીનની વચ્ચે લાઇન ઓફ એકચુઅલ કંટ્રોલ (LAC) પર ખેંચતાણની વચ્ચે સોમવારના રોજ લેફ્ટિનેંટ જનરલ સ્તરની વાતચીત થઇ. LACના બીજી બાજુ ચીનના હિસ્સામાં મોલ્ડો વિસ્તારમાં બંને સેનાઓના અધિકારીઓની વચ્ચે બેઠક થઇ. આ બેઠક લગભગ 12 કલાક બાદ ખત્મ થઇ. મળતી માહિતી પ્રમાણે મીટિંગમાં કંઇ ખાસ પરિણામ નીકળી શકયું નથી.
મળતી માહિતી પ્રમાણે ભારત અને ચીની સેનાની વચ્ચે ...