Tag: અમદાવાદ
રાજકોટને AIIMS બાદ વડોદરાને ફરી એક વખત ઠેંગો, અમદાવાદ સુરતને નવી હોસ્પ...
સૌરાષ્ટ્રને રૂ.1250ના ખર્ચે AIIMS (ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન) આપ્યા બાદ હવે સુરત અને અમદાવાદને રૂ.820 કરોડની હોસ્પિટલ આપવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. પણ વડોદરાને ફરી એક પખટ ઠેંગો બતાવવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે અમદાવાદની જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ સાથે જોડાયેલી સોલા સિવિલ હોસ્પિટલને રૂ.242 કરોડ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં 560 કરોડના ખર...
મુંબઈ, ગોવા, વારણસીના એસટી બસના કોન્ટ્રાક્ટરને કરોડોનો ફાયદો ભાજપે કરા...
ગુજરાત બહાર ૧૦ રૂટો પર ખાનગી ૧૫ બસોને ઠેકો આપવામાં આવ્યો છે. તે પૈકી ૩ રૂટની બસમાં એટલે કે વારાણસીની બસમાં રૂ.૮૧૮, મુંબઈની બસમાં રૂ.૨૯૩ અને ગોવાની બસમાં રૂ.૮૦૦ સુધીનું 25 ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવેલું છે. તેના કારણે આ ૩ રૂટની બસોમાં જ સરકારી તીજોરીને રૂ.2.79 કરોડનું નુકશાન થાય છે. વિમાન અને રેલવે કરતાં ભાડું વધું છે. તેથી બસો ખાલી દોડી રહી છે. ભાજ...
ભાજપ સામે, હાર્દિક સાથે રહેવાનું પરિણામ, ગઢડાના સ્વામીની ધરકપડ
31 ઑગસ્ટ 2018માં હાર્દિક પટેલના ઉપવાસના સાતમા દિવસે ગઢડાના સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી. સ્વામીએ હાર્દિકની મુલાકાતે પહોંચ્યા હતા. હાર્દિકે તેમની આ મુલાકાતના ફોટો ફેસબુક પર શેર કર્યો હતો. તેમાં હાર્દિકે લખ્યું કે તેમણે તેને પાણી પીવા માટે ખૂબ આગ્રહ કર્યો હતો. સ્વામીએ હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. તેઓ હાર્દિક પટેલ સાથે ઊભા રહ્યા હતા. તેનો સીધો મ...
બનાવટી મુઠભેડના ગુનામાં વણઝારા અને અમીનને છોડી મૂકાયા
ગુજરાત કેડરના પુર્વ આઈપીએસ અધિકારી ડી જી વણઝારા અને નરેન્દ્ર અમીનને 2004માં થયેલા ઈશરત ઝહાન સહિત 4 વ્યકિતઓના બનાવટી મુઠભેડના ગુનામાંથી મુકત કરવાનો અમદાવાદની સીબીઆઈ અદાલતે આદેશ કર્યો છે. તેમને આરોપી બનાવી તેમના વિરૂધ્ધ કરવામાં આવેલા આરોપનામા પહેલા તેમને સીઆરપીસી 197 પ્રમાણે રાજય સરકારની મંજુરી લીધી ન હોવાથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈ કોર્ટ...
અમદાવાદમાં સિંચાઈનું પાણી બંધ
અમદાવાદ જિલ્લાના ખેડૂતોને સિચાઈ માટે નર્મદાના પાણી સિવાય કોઈ પાણી નહિ મળે. વરસાદ બાદ ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. ધોરેલા સર ઊભું કરવાનું હોવાથી તમામ 22 ગામોને નર્મદાનાં પાણીથી 10 વર્ષથી વંચિત કરાયાં છે.
રાસ્કા વિયર મારફતે અમદાવાદ જિલ્લામાં દૈનિક 200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચરોતરના બે મુખ્ય તળાવો કનેવાલ-પરિએજને ભરવા માટે...
10 હજાર કરોડનું નુકસાન કરતાં 11 લાખ ભૂંડને મારી નાંખો
ગુજરાતમાં 11 લાખથી વધુ ભૂંડ ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યાં છે. હવે ભૂંડ દ્વારા ખેડૂતો પર હુમલા થઈ રહ્યાં છે. જેમાં મોત પણ થાય છે. કાંકરેજ તાલુકાના માંડલામાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાને ભૂંડે ગળાના ભાગે બચકાં ભરતા મોત નીપજ્યું હતું. ઉર્મિલાબેન ચૌધરી નામની 28 વર્ષીય મહિલા ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે સમયે ભૂંડે હુમલો કરતા ગળાના ભાગે ગંભી...
મીઠી કેસર કેરી ઝેર સમી, ખેડૂતો દેવાદાર બન્યા
વંથલી તાલુકાના કણજા ગામે ખેડૂત 70 વર્ષના વાલજીભાઈ આંબાભાઈ ભલાણીનામના ઝેરી ટીકડી ખાઈને આત્મ હત્યા કરી છે. પોતાના કેરીના બગીચામાં છેલ્લા 3 વર્ષથી સતત પાક ઓછો ઉતરવાના કારણે આર્થિક સંકડામણ ઊભી થઈ હતી, જેના કારણે આત્મહત્યા કરી છે. વાલજીભાઈને સંતાનમાં બે પુત્રો છે, એક પુત્ર ભાવનગર મુકામે વેપાર કરે છે, જ્યારે બીજો પુત્ર નોકરી કરે છે.
રાજુલા- જાફરાબાદ વ...
અમદાવાદના સિંધુભવન રોડ પર તાજ હોટેલ બનશે
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં સિંધુભવન માર્ગ પર મોકાનાં સ્થળે 1.4 એકરમાં લક્ઝરી બ્રાન્ડ તાજ હોટેલ શરૂઆત 2020માં શરૂઆતમાં કરવામાં આવશે. સંકલ્પ ઇન સાથે ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL)એ પાર્ટનરશિપ કરી છે. અમદાવાદની શાનમાં વધારો કરનારી આ હોટેલમાં 315 રૂમ હશે, ઓલ-ડે-ડિનર, સ્પેશિયાલિટી રેસ્ટોરાં, ટી-લોંજ તેમજ બેન્ક્વેટિંગ અને કોન્ફરન્સિ...
અમદાવાદમાં ચૂંટણી કંટ્રોલરૂમમાં 1300 ફરિયાદો આવી
લોકસભાની અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ એમ બે બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન સાથે અંદાજિત 61.32 ટકા મતદાન થયું છે, તેમ જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું છે. જિલ્લા કલેકટર કચેરી ખાતેના ફરિયાદ સંબંધિત કન્ટ્રોલ રૂમમાં 1300થી વધુ કોલ મતદાર યાદી સંબંધી બાબતોની જાણકારી માટે તેમજ 34 ફરિયાદો મતદાન સંબંધિત બાબતોની આવતા તમામનો સમયસર નિકાલ કરવામાં આવ્યો છે. સાથોસાથ મુખ્...