Tuesday, October 21, 2025

Tag: amc

છેલ્લા આઠ વર્ષમાં અમપાએ સાત હજારથી વધુ વૃક્ષોનુ નિકંદન કાઢયુ

અમદાવાદ શહેરમાં સોશિયલ ફોરેસ્ટી ડીપાર્ટમેન્ટના અહેવાલ પ્રમાણે માત્ર ૪.૦૪ ટકા ગ્રીન કવર હયાત છે.અમદાવાદ શહેરના વિકાસ કરવાની આંધળી દોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ છેલ્લા આઠ વર્ષમાં સાત હજારથી વધુ વૃક્ષોનુ નિકંદન કાઢી નાંખ્યુ છે.અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની મોટી વાતો કરનારા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ ચોમાસાના અંત સુધીમાં શહેરમાં દસ લાખ પ્લ...

સરખેજમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો, તંત્રનાં તમામ દાવાઓ પોકળ

શહેરમાં શનિવારે વહેલી સવારે ખાબકેલા ભારે વરસાદ બાદ પૂરા થયેલા ૨૪ કલાકમાં સૌથી વધુ સરખેજ વિસ્તારમાં સાડા સાત ઈંચ વરસાદ થયો હતો. શહેરમાં સરેરાશ પાંચ ઈંચ ઉપરાંતના વરસાદને પગલે ૪૭ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ૧૪૩ વૃક્ષો ધરાશાયી થયા છે. મ્યુનિ.તંત્ર દ્વારા કરાયેલા તમામ દાવાઓ સામે વાસ્તવિકતા એ છે કે, બાર કલાક પછી પણ શહેરના અનેક વિસ્તારોમાં વરસા...

એલ-વનની લાહ્યમાં શહેરમાં છ માસ અગાઉ બનેલા રસ્તા પર સામાન્ય વરસાદમાં જ ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા, ગટર અને સ્ટ્રોમ વોટરના કામો ત્રીસથી પાંત્રીસ ટકા ઓછા ભાવથી આપવાની પ્રથા શરૂ થઈ છે. આ પ્રથાને કારણે છ માસ પહેલા જ બનાવવામાં આવેલા અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, રોડ પર ગાબડાં દેખાય છે. આ કારણે જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરોને લોકોના આક્રોશનો ભોગ બનવું પડે અમદાવાદ શહેરના ઝડપી વિકાસના નામે અમ...

વર્ષ ૨૦૧૯માં અમદાવાદ જિલ્લામાં કુલ ૧૦,૮૬,૯૨૫ ઘન મી. માટીનું ખોદાણ.

અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો ૩૪૧ કામો જળ સંપત્તિ વિભાગ, ૪૫ કામો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ૬૭ કામો ગ્રામ વિકાસ એજન્સી એમ કુલ મળીને ૪૫૩ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૯ સુધી અમદાવાદ જિલ્લા દ્વારા ૨૩૭ કામોની કામગીરી ચોમાસાની શરુઆત પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષે કુલ ૩૫ તળાવો ઉંડા કરવાની કામગીરી જળ સંપત્તિ વિભ...

500ના બદલે રૂ.5 લાખ દંડ વસૂલી કરતાં કમિશ્નર

અમદાવાદ મહાનગર પાલિકાના - અમપા કમીશ્નરે જુલાઈ મહીનામાં “જેટ” માટે મહત્તમ રૂ.પાંચ હજાર વસુલાતની મર્યાદા દંડ નકકી કરવામાં આવ્યો છે. “જેટ” ની મર્યાદા કરતા વધુ રકમ વસુલાતની સત્તા જુદી-જુદી કક્ષાના અધિકારીઓને સોપવામાં આવી છે. જેમાં ડે.મ્યુનિ. કમીશ્નરને રૂ.દસ લાખ સુધીની સત્તા આપવામાં આવી છે. અમપા કમીશ્નરે જાહેર કરેલા પરીપત્ર માં અત્યંત ચતુરાઈપૂર્વક “દ...

Photo Story: પ્રથમ વરસાદમાં જ YMCA થી બોપલ જવાનાં રોડ પર પડેલ ભંગાણમાં...

પ્રથમ વરસાદમાં જ YMCA થી બોપલ જવાનાં રોડ પર પડેલ ભંગાણમાંથી વાહન પસાર થવું પડે છે જે તંત્ર ની બેજવાબદારી દેખાડે છે:

Photo Story: આશ્રમ રોડ ઈંકમ ટેક્સ પર બનાવેલ નવા ઓવર બ્રિજના વિદ્યાપીઠન...

આશ્રમ રોડ ઈંકમ ટેક્સ પર બનાવેલ નવા ઓવર બ્રિજના વિદ્યાપીઠના છેડે પડેલ ભુવાને AMC દ્વારા પુરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી:

મેયરે જાહેરમાં રાઈડ ઘટનાનો દોષનો ટોપલો રૂપાણી સરકાર પર ઢોળ્યો

અમારી પાસે કોઈ સત્તા નથી, સરકાર અમને પગલાં લેવાની સત્તા આપે અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)ની મળેલી સામાન્ય સભામાં ઘટસ્ફોટ થયો છે કે, અમદાવાદ શહેરમાં રાઈડની દુર્ઘટના બને તો એ ઘટના સામે અમપા કોઈની સામે પગલાં ન લઈ શકે એવી લાચાર સત્તા ભોગવે છે. કોઈ સામે કાર્યવાહી કરવાની કોઈ સત્તા નથી. તેથી સરકાર પાસે સત્તા આપવાની માંગણી કરી છે. ખડી સમિતિના અધ્યક્ષને ...

અમદાવાદમાં અમેરિકા જેવા કાર પાર્કીગના 5 બિલ્ડીંગો બનશે

શહેરમાં કથળતી જતી ટ્રાફિક અને પાર્કીગ સમસ્યા મુદ્દે નામદાર ગુજરાત વડી અદાલતે અમપા અને પોલીસ વિભાગને આપેલા આદેશ બાદ ટ્રાફિક અને પાર્કીગ સમસ્યા દૂર કરવા મલ્ટીલેવલ પાર્કિંગ બિલ્ડીંગ બનાવવાનું શરૂ કર્યું છે. અમપાએ પાર્કીગની સમસ્યાના ઉકેલ માટે પાંચ મલ્ટીસ્ટોરીડ પાર્કીગ બનાવવા જાહેરાત કરી હતી. જે પૈકી પ્રહલાદનગર અને સિંધુભવન રોડ વિસ્તારમાં મલ્ટીલેવલ પ...

હેરીટેજ મિલ્કતો અને કાંકરીયા દુર્ઘટના મામલે મ્યુનિ.નું ભેદી વલણ

અમદાવાદ શહેરના વિવિધ વોર્ડમાંથી ચાર વર્ષ અગાઉ ચૂંટાઈને આવેલા અને તેમાં પણ શાસક ભાજપ પક્ષના જ કોર્પોરેટરોના ફોન મ્યુનિ.અધિકારીઓ ન ઉપાડતા હોવા અંગે ગુરુવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા હતા.ઉપરાંત ૪ જૂલાઈના રોજ બનેલી કાંકરીયાની રાઈડ દુર્ઘટના અને ગતરોજ શહેરમાં સીલ કરવામાં આવેલા ૨૩ હેરીટેજ બિલ્ડીંગોને તોડીને બની રહેલા બાંધકામો...

રાણીપ વોર્ડમાં મ્યુનિ. પ્લોટ પરના દબાણો દુર કરાયા

એએમસી દ્વારા ગુરુવારે શહેરના રાણીપ વોર્ડમાં કોર્પોરેશન માલિકીના આવેલા પ્લોટો પર ઉભા કરવામાં આવેલા દબાણો દુર કરીને ૭૦૫૬ ચો.મી.પ્લોટનો કબજા લેવામાં આવ્યો હતો

અમપામાં રાજકીય ગોડફાધરની મહેરબાનીના કારણે જુનિયરો પણ સીનીયર પર રાજ કરે...

અમપામાં રાજકીય ગોડફાધરની મહેરબાનીના કારણે જુનિયરો પણ સીનીયર પર રાજ કરતાં જાવા મળે છે.  જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અમદાવાદ મ્યુનિ. કમિશ્નરના પી.એસ.નૈનેશ દોશી છે. આ મહાશય સાત વર્ષ પહેલાં સ્ટેડીયમ વોર્ડમાં આસી.સીટી ઈજનેર તરીકે ફરજ બજાવતા હતાં. ઈજનેર વિભાગની સૌથી નીચી (છેલ્લી) કેડરમાં ફરજ બજાવતા નૈનેશભાઈ દોશીને ડેપ્યુટી ઈજનેર તરીકે બઢતી આપવામાં આવી હતી તથા ...

પીઝાનો ઢળતો મિનારા જેટલો ઊંચો છે અમદાવાદનો કચરાનો ડુંગર

પિરાણા ખાતે અમદાવાદ શહેરમાંથી દૈનિક ૪૫૦૦ ટન ઘન કચરો ઠલવવામાં આવી રહ્યો છે. પિરાણામાં કચરાનો ડુંગર ૫૫ મીટરથી વધુની ઉંચાઈ ઉપર પહોંચ્યો જે પીઝાનો ઢળતો મિનારો (57 મીટર) જેટલો થાય છે . અમદાવાદની મુલાકાતે આવી ચુકેલી કેન્દ્રની શહેરી વિકાસ વિભાગની ટીમ દ્વારા પણ અગાઉ અનેક વખત આ કચરાનો નિકાલ તાકીદે કરવા મ્યુનિ.ને સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે.આ તરફ કરોડો રૂ...

ઈસનપુરમાં વગર પરવાને ધંધો કરતા પાંચ એકમો સીલ કરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં આજે ઈસનપુરમાં અખાધ્ય પરવાના વગર ધંધો કરતા એકમો ઉપર તવાઈ ઉતારવામાં આવી હતી.જેમાં પરવાનો મેળવ્યા વગર કે રીન્યુ કર્યા વગર ધંધો કરતા પેરેડાઈઝ ઈન્ડસ્ટ્રીઝ,ઈસનપુર,શાલીભદ્ર,ઈસનપુર,ડિપલ માર્કેટીંગ અને ડિપલ કેમ ટ્રેડ ઈસનપુર અને હરીકૃપા પેઈન્ટ,ઈસનપુર એકમોને સીલ કરવામાં આવ્યા છે.