Saturday, December 28, 2024

Tag: Aravalli

માલપુરના ગ્રામ્ય વિસ્તારોની આકસ્મિક મુલાકાત લઈ ડી.ડી.ઓ.એ વિકાસ કામોની ...

માલપુર, તા.૨૮   અરવલ્લી જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામોમાં પોલંપોલ ચાલતી હોય છે. જીલ્લામાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો વિકાસથી જોજનો દૂર છે, ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી વિવિધ ગ્રાન્ટોમાંથી સરપંચ, તલાટી થી લઈ સ્થાનિક નેતાઓ અને તાલુકા-જીલ્લા કક્ષાએ ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ કોન્ટ્રાકટર સાથે મીલીભગત કર...

ઘરમાં ઉંઘતી બે મહિલાઓને ગળે ચપ્પુ મૂકી ૧.૧૬ લાખ રૂપિયાની લૂંટ કરી

ભિલોડા, તા.૨૭ અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિથરેહાલ હોય તેવું પ્રજાજનો અહેસાસ અનુભવી રહ્યા છે. જીલ્લામાં તસ્કર ટોળકી અને ઘરફોડિયા ગેંગે પડાવ નાખ્યો હોય તેમ સતત લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. જીલ્લામાં ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ભિલોડા શહેરમાં આવેલી સંસ્કાર સોસાયટીમાં બંધ મકાનમાં પ્રવેશી ઉંઘી રહેલી બે મહિલાઓના ગળે ચપ્...

પોલિસ પ્રજાની મદદ કરે છે પણ પોલિસની મદદ કોણ કરશે…?

મોડાસા, તા.૨૬ અરવલ્લી જીલ્લાનું એકમાત્ર મહિલા પોલીસ સ્ટેશનની આજુબાજુ વરસાદી પાણી ભરાઈ રહેતા મહિલા પોલીસ અધિકારી સહીત કર્મચારીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ સ્ટેશને આવનારી મહિલા અરજદારો પણ પાણીમાંથી પસાર થવું પડતું હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલા પોલીસસ્ટેશનની આજુબાજુ સતત પાણી ભરાઈ રહેતા હોવાથી મચ્છરજન્ય રોગચાળ...

હોટલોમાં ફૂડ અધિકારીની ઓળખ આપી તોડ કરનાર પત્રકાર સહીત ૩ શખ્સો ઝડપાયા

મોડાસા, તા.૨૬ અરવલ્લી જીલ્લામાં અસલી નામે નકલી પોલીસ બની તોડ કરતા અનેક શખ્સો જેલની હવા ખાઈ ચુક્યા છે. હાઈવે પર આવેલી હોટલોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અને કર્મચારીના નામે તોડ કરવા પહોંચેલા એક પત્રકાર સહીત ૩ શખ્સોએ દમદાટી આપી તોડ કરતા હતા. હોટલ માલિકોને શંકા પેદા થતા તોડનો ભોગ બનેલા કેટલાક હોટલ માલિકોએ પીછો કરી મોડાસા નજીકથી ત્રણે શખ્સોને ...

બાયડ બેઠક પર જીતની ચાવી ઠાકોર(ક્ષત્રિય) સમાજના હાથમાં

મોડાસા, તા.૨૩ 2.31 લાખ મતદારો ધરાવતી બાયડ વિધાનસભા બેઠકની આખરે પેટાચૂંટણી જાહેર થઈ ગઇ છે. 2017માં કોંગ્રેસમાંથી ધવલસિંહ ઝાલા જીત્યા હતા. 2019માં ધવલસિંહ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતાં આ બેઠક ખાલી પડતાં 21મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24મી ઓક્ટોબરે તેનું પરિણામ જાહેર થશે. બેઠક પર સૌથી વધુ મતો ઠાકોર (ક્ષત્રિય) સમાજના હોવાથી પ્રભુત્વ જ...

મંદબુદ્ધિ મહિલા આશ્રમ પહોંચેલી આંધ્રપ્રદેશની માનસિક અસ્વસ્થ મહિલાનું પ...

બાયડ, તા.૨૨  ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં માનસિક વિકલાંગ મહિલાઓ માટે આશ્રય સ્થાન બનેલા અને બાયડ શહેરમાં છેલ્લા બે વર્ષથી માનવતાની મહેક બનેલા જય અંબે મહિલા મંદબુદ્ધિ આશ્રમમાં અનેક માનસિક વિકલાંગ મહિલાઓને સારવાર આપી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. બાયડ જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના પ્રમુખ અશોક જૈન થોડા દિવસ અગાઉ અમદાવાદ કામકાજ અર્થે ની...

અરવલ્લી જીલ્લા ખાણખનીજ અધિકારીને સસ્પેન્ડ કરાયા : આખરે એન.પી. સંઘવીનું...

મોડાસા, તા.૨૦ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે. અરવલ્લી જીલ્લામાં કેટલાક ખનીજ માફિયાઓ તો જીલ્લા ખાણ ખનીજ અધિકારીની છત્રછાયા નીચે રેતી અને કાંકરાની ચોરી કરી નદીઓના પાટ સાફ કરી નાખ્યા હતા. ડુંગરો-ડુંગરીઓના અસ્તિત્વ સામે ખતરો પેદા થયો હોય તેમ ડુંગરો જમીનદોસ્ત કરી મોટા પ્રમાણમાં પથ્થરો સહીત ખનીજ ચોરી કરી રહ્યા હોવાનું રોયલ્ટી ...

શામળાજી પોલીસે ૪ કારમાંથી વિદેશી દારૂ સાથે ૬ બુટલેગરોને પકડતા ફફડાટ

હીંમતનગર, તા.૨૨ રાજસ્થાનને અડીને આવેલી અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો અને શામળાજી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં સેફ હેવન તરીકે જાણીતી છે. શામળાજી પોલીસે ને.હા.નં-૮ પર અને અંતરિયાળ માર્ગો પર સઘન ચેકીંગ હાથધરી ૬ કલાકના સમયગાળામાં ૪ કારમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી ૬ બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલા...

સાબરડેરીએ દૂધના ભાવમાં ફેટ દીઠ રૂ. 20નો વધારો કર્યો

હિમતનગર, તા.૧૮  સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. સાબરડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીએ ભેંસના દૂધના ભાવમાં ફેટ દીઠ રૂપિયા 20નો વધારો કર્યો છે. જ્યારે ગાયના દૂધના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. ​​​​​​​ભેંસના દૂધનો જૂનો ભાવ 680 રૂપિયા હતો, જેમાં 20 રૂપિયાનો વધારો થતા 700 રૂપિયા થયો હતો. જ્યારે ગાયના દૂધનો જૂ...

ભિલોડા અને માલપુર નજીક એસટી બસ ખાડામાં ખાબકી ૬૫ મુસાફરોનો આબાદ બચાવ

ભિલોડા, તા.૧૮ ગુજરાત રાજ્ય પરિવહન નિગમની અડધો-અડધ બસો યોગ્ય સમારકામના અભાવે ખખડધજ હાલતમાં ઉપયોગમાં લેવાતી હોવાનું મુસાફરો અનેકવાર ફરિયાદ કરી ચુક્યા છે અને અનેકવાર રસ્તામાં ખોટકાયી પડવાની અને અકસ્માતની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. "બસની મુસાફરી સલામતીની સવારી"ના બદલે લોકો જીવનજોખમે પ્રવાસ ખેડાતા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે. અરવલ્લી જીલ્લામાં ભિલોડ...

ભિલોડાના રંગપુર પાસેથી પસાર થતા હાઈવે પર ઓવરબ્રિજ બનાવવા રજૂઆત

ભિલોડા, તા.૧૭ અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં-૮નું રીનોવેશન થઈ રહ્યું છે. આ હાઈવે પહેલા ફોરલેન હતો તેને અપડેટ કરીને સિક્સ લેન બનવા જઈ રહ્યો છે. ત્યારે આ માર્ગ ઉપર રાત દિવસ કામ ચાલી રહ્યું છે. ત્યારે ભિલોડા તાલુકાના રંગપુર સીમમાંથી પસાર થતા આ હાઈવે ક્રોસ કરીને ગામના ધો-૧ થી ૮ના વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે જે ખુબ જ જોખમી છે. ત્યારે ...

શાળાએ જવા બસ સુવિધા નહિ અપાતા હઠીપુરાના છાત્રોએ બસ રોકીને હાલાકીને વાચ...

મોડાસા, તા.૧૭ અરવલ્લી જિલ્લામાં મોડાસા એસટી ડેપોમાં હઠીપુરાથી મરડીયા ભણવા હતા. બાળકોને શાળા સમયે જવા માટે સવારની પૂરતી બસ સેવા નહિ મળતા મોતીપુરા સુધી આવતી બસને હઠીપુરા લંબાવવા અનેકવાર મૌખિક લેખિત રજૂઆતો કરવા છતાં બાળકોને માટે આ માગણી નહિ સંતોષાતા આજરોજ હઠીપુરા ગામે ધરોલાથી આવતી અને મોડાસા જતી બસને રોકીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ બસ...

માઝુમ ડેમમાંથી ૨૦૦૦ ક્યુસેક પાણી છોડતા માઝુમ નદી ગાંડીતુર

મોડાસા, તા.૧૬  મોડાસા પંથકમાં અને ઉપરવાસમાં મેઘરાજા મહેરબાન થતા માઝુમ ડેમ ભરાઈ જતા અગાઉ એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. માઝુમ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતા રૂલ લેવલ જાળવી રાખવા બે દરવાજા ખોલી ૨૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતા માઝુમ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા ગાંડીતુર બની હતી. ખડોદા ગામ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળતા ૧૦થી વધુ...

વડાગામની માઝુમ નદીમાં નાહવા પડેલ ૨૧ વર્ષીય યુવક ડૂબતા ભારે ચકચાર

ધનસુરા, તા.૧૬  અરવલ્લી જીલ્લામાં પાણીમાં ડૂબી જવાની ઘટનાઓમાં સતત નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જીલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે નદી, નાળા, તળાવ બે કાંઠે થતા પ્રજાજનો પાણીમાં નાહવાની માજા માણવા લલચાતા ચાલુ ચોમાસામાં ૧૦ થી વધુ લોકો પાણીમાં ડૂબવાની ઘટનામાં મોત નીપજ્યું છે. ધનસુરા તાલુકાના વડાગામ નજીક થી પસાર થતી માઝુમ નદીમાં ગામના ત્રણ યુવકો નાહવા ...

મોડાસાના “ગગા” નામના બુટલેગરે મંગાવેલ ૩૮ હજારનો વિદેશી દારૂ રીક્ષામાંથ...

મોડાસા, તા.૧૫  અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વિદેશી દારૂના શોખીનો મોટા પ્રમાણમાં દારૂ ગટગટાવી જતા હોવાથી બંને જીલ્લામાં સ્થાનિક બુટલેગરો રાજસ્થાનના ઠેકાઓ પરથી અને બુટલેગરો પાસેથી વિદેશી દારૂ-બિયર મંગાવી દારૂબંધીના ઓથ હેઠળ તગડો નફો રળી રહ્યા છે. બંને જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માંગો તે બ્રાન્ડનો શરાબ ગણતરીના કલાકમાં બુટલેગરો પહોંચાડી રહ્યા...