Tag: Aravalli
બાયડના લાલપુર-જુમાત્રાલ ગામની ૩૫ વર્ષીય મહિલાનું વીજકરંટ થી મોત
બાયડ, તા.૧૪ અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં વીજ કરંટ લાગવાની અને જાનહાની થવાની અનેક ઘટનાઓ દર વર્ષે નોંધાતી હોય છે. વીજ કરંટ લાગવાથી જીલ્લામાં બે વ્યક્તિઓ કાળનો કોળિયો બની જવાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યારે બાયડ તાલુકાના લાલપુર-જુમાત્રાલ ગામે ઘર નજીક પશુઓ માટે બનાવેલ તબેલામાં ભરાવેલી દૂધની બરણી લેવા જતા ૩૫ વર્ષીય મહિલાને વીજકરંટ લાગતા મહિલાને બચા...
માલપુરમાં ધોધમાર વરસાદ :સાત ગામો સંપર્ક વિહોણા બન્યા
અરવલ્લી, તા.13
માલપુર પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું માલપુર નગરમાં બજારોમાં પાણી ફરી વળતા વેપારીઓએ અને પ્રજાજનોએ માલપુર ગામમાં ભરાતા પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી
માલપુરના સુરાના પહાડીયા ગામે અને ઉપરવાસમાં વરસાદ પડતા સુરાના પહાડીયા નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળ...
સ્વચ્છ ભારતનો સંદેશો લઈને આવેલ સાયકલ રેલીનું શામળાજી શ્યામલ વનમાં સ્વા...
શામળાજી, તા.૧૨
સમગ્ર ભારતમાં જ્યારે સ્વચ્છતા અંગેનો લોક જુવાળ છે, ત્યારે NCC વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં સાઇકલ રેલી દ્વારા સ્વચ્છતા અંગેનો સંદેશો ફેલાવવાનું આયોજન કરવામાં આવેલ છે, આ સ્વચ્છતા સાઈકલ રેલી મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશી અને ગુજરાત એન.સી.સી દ્વારા બેટન લઇ આ સંદેશો ગુજરાતના તમામ જિલ્લામાં પ્રસાર કરતા આ રેલી શામળાજી મુકામે આવી પહોંચી ...
મોડાસામાં રઝળતા ઢોરની ઇતરડી થી કોંગો ફીવરનો મંડરાતો મોટો ખતરો
મોડાસા, તા.૧૦
હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોંગો ફીવર નામની મહામારી બીમારીએ હાહાકાર મચાવ્યો છે. અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર સહીત શહેરી વિસ્તારોમાં રઝળતા ઢોરની ચામડી પર જોવા મળતી ઇતરડી નામની જીવાત થી જીલ્લામાં કોંગો ફીવર નામની બીમારીને પગપેસારો તેમજ ફેલાવી શકે છે. તદઉપરાંત સૌરાષ્ટ્રની કોંગો ફીવરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પરત ફરેલા અરવલ્લી...
વરસતા વરસાદની વચ્ચે પણ અંબાજી ભણી શ્રધ્ધાળુઓના ઘોડાપૂર
અંબાજી, તા.૧૧
લીલીછમ અરવલ્લીની ગીરીમાળા વચ્ચે બિરાજતાં માઁ અંબાના પાયલાગણ કરવા નીકળી પડેલા હજારો ભક્તો હજુ રસ્તામાં છે. મંગળવારે મેઘરાજા કસોટી કરતા હોય તેમ ધોધમાર વરસ્યા, પણ આતો માઁ અંબાના ભક્તો, રોકાય એ બીજા.માનો રથડો ખેંચતા જાય અને બોલતા જાય બોલ માડી અંબે જય જય અંબે. આગળવાળા બોલે જય અંબે. પાછળવાળા બોલે જય અંબે. ધજાવાળા બોલે જય અંબે. એમ કહી એકબ...
મોડાસામાં મુસ્લિમ બિરાદરોએ મહોરમની ભાવપૂર્વક ઉજવણી કરાઈ
મોડાસા, તા.૧૦
મોડાસા શહેરમાં મંગળવારે તાજીયાનું મોડાસા નગરમાં કસ્બા સમાજના બિરાદરો દ્વારા જુલુસ નીકાળી શહેરના માર્ગો પર ફેરવવામાં આવ્યું હતું. તાજીયા જુલૂસમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. અરવલ્લી જીલ્લા નવ નિયુક્ત કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર અને જીલ્લા પોલીસવડા મયુર પાટીલ તાજીયા જુલુશ નિહાળી તાજીયા કમિટીની મુલાકાત લીધી હતી. મોડાસાના પ્રમુખ સુભાષ શાહ,...
અરવલ્લીમાં ભાદરવાએ મેઘરાજાની ભારે જમાવટ : મોડાસામાં બે ઇંચ વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના કારણે સોમવારની મોડી સાંજથી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. મંગળવારે વહેલી સવારથી અરવલ્લી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારબાદ થોડાક સમયબાદ કડાકા ભડાકા સાથે વરસાદ ટૂટી પડ્યો હતો. સમગ્ર જીલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા નીચાણવાળા વિસ્તાર અને ખેતરોમાં પાણી ફરી વળતા તળાવમાં ફેરવાયા હોય...
ખાનગી શાળાઓને ટક્કર મારે એવી પરોયાની ડિઝીટલ શાળા
મોડાસા, તા.૦૬
અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે કુદરતના સૌંદયનો અખૂટ ભંડાર પ્રાપ્ત થયો તેવો સાબરકાંઠા જિલ્લાનો ખેડબ્રહ્મા તાલુકો છે. આમ તો આ તાલુકો મુખ્યત્વે આદિજાતિ વસ્તી ધરાવે છે. તાલુકા મથકથી નવ કિમીના અંતરે આવેલુ પરોયા ગામ જ્યાં એક સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, પરંતુ તમને પ્રથમ નજરે આ સરકારી શાળા લાગે જ નહિ કેમ કે અન્ય ખાનગી શાળાઓને ટક્કર મારે એવી...
વાત્રકમાં ૬ યુવાનો ડૂબ્યા, બે મૃતદેહ મળ્યા
અરવલ્લી,તા.6
અરવલ્લી જીલ્લાના નજીક પસાર થતી વાત્રક નદીના પટમાં કેશરપુરાના છ યુવાનો નદીમાં ડૂબી જતા ભારે ચકચાર મચી હતી. છ યુવકો વાત્રક નદીમાં ડૂબી ગયા હોવાની ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં કેશપુરા ગામ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ નદીમાં જંપલાવી પાણીમાં ગરકાવ થયેલા યુવકોની શોધખોળ આદરી હતી. ઘટનાસ્થળે વહીવટી ત...
વરસાદના આગમનને લઈ ૧૦ થી વધુ ગામના પ્રજાજનો ચિંતામાં સરી જાય
મોડાસા, તા.૦૫
ગતિશીલ ગુજરાત મોડેલને દેશભરમાં તોડી મરોડીને રજુ કરવામાં આવે છે. ગતિશીલ ગુજરાતની વાતો કરતા નેતાઓ થાકતા નથી. અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગુજરાતના વિકાસની ગુલબાંગો હાંકતા નેતાઓએ એકવાર ડોકિયું કરવાની જરૂર છે, અનેક ગ્રામ્ય વિસ્તારો પ્રાથમિક સુવિધા થી આઝાદીના ૭૨ વર્ષ પછી પણ જોજનો દૂર છે.
મોડાસા તાલુકાના મુલોજ થી નહેરુંકંપા, ...
મોડાસા શહેર ટ્રાફિક ગ્રસ્ત : ટી.આર.બી જવાનો મોબાઈલ પર મસ્ત
મોડાસા, તા.૦૪
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ચાર રસ્તા થી મખદૂમ ચોકડી સુધી અને ચાર રસ્તા થી ડીપ વિસ્તારમાં જેવાના મુખ્યમાર્ગો પર ગેરકાયદેસર ખડકાતા લારી-પથારાવાળા થી અને રોડ પર આડેધડ ખડકી દેવાતા બાઈક અને કાર, રીક્ષાઓ થી ધોરીમાર્ગ પણ અદ્રશ્ય બની જાય એટલી હદે દબાણ કરાતા રાહદારીઓ માટે ચાલવું ક્યાં તે યક્ષ પ્રશ્ન બની રહે છે. છાશવારે ટ્રાફિક...
ભિલોડાના રામેળા ગ્રામ પંચાયતના તલાટીએ યુવકને કુંવારાનું સર્ટિફિકેટ અપ...
ભિલોડા, તા. ૧
ભિલોડા તાલુકાના રામેળા ગ્રામ પંચાયતના તલાટીએ હિંમતનગર ખાતે લશ્કરી ભરતી મેળામાં ભાગ લેનાર અરજદારો માટે અપરણિત કે પરણિત અંગેનું સર્ટિફિકેટ રજુ કરવાનું હોય એક યુવકનું અપરણિત હોવા અંગેનું સર્ટિફિકેટ આપવામાં આવતા સર્ટિફિકેટમાં સ્પેલિંગમાં ભૂલ હોવાની સાથે ઉચ્ચારણમાં પણ ભૂલ જણાતા સમગ્ર મામલો સોશ્યલ મીડિયામાં ભારે રમૂજ ફેલાઈ છે. તલાટીએ મેર...