Tag: ATS
સિરિયલ કિલરે 10 લૂંટ કબૂલી, ચોપડે એકપણ નોંધાઈ નથી
અમદાવાદ, તા.16
વર્ષ 2016થી પિસ્તોલ બતાવીને લૂંટ ચલાવતા સિરિયલ કિલર મદન નાયકે સીઆઈડી ક્રાઈમ સમક્ષ ત્રણ હત્યા સિવાયના ફક્ત લૂંટ કરી હોય તેવા 10 ગુનાઓ કબૂલ્યા છે. હત્યારાએ કબૂલ કરેલા ગુનાઓ પૈકીનો એકપણ ગુનો ગાંધીનગર પોલીસના ચોપડે નોંધાયેલો મળ્યો નથી.
સવા ત્રણ મહિનાના ગાળામાં લૂંટ સમયે પ્રતિકાર કરનારા ત્રણ લોકોના માથામાં પાછળથી ગોળી મારી દેનારા મદ...