Thursday, September 25, 2025

Tag: banaskantha

રાધનપુર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી લડી રહેલો ભાજપનો ઉમેદવાર અલ્પેશ ...

પાટણ ,તા:૨૧ રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, વર્ષ ૨૦૧૭માં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પૂર હોનારત સર્જાઈ હતી, આ વખતે અલ્પેશ ઠાકોરે સેનાના કાર્યકરો ને ઘરે ઘરે મોકલી નુકસાની સર્વે કરાવ્યું હતું. આ સર્વે આધારે સરકારને ઘણી-બધી સહાય આપવાની ફરજ પડે તેમ હતી, જોકે અલ્પેશે પોતાનું ઘર ભરવા માટે સરકાર સાથે સોદાબાજી કરી ઠાકો...

અજગરને જીવતો આગમાં હોમી દેનારા 4 જંગલી સામે ગુનો

ડીસા, તા.૨૦ ડીસા તાલુકાના બોડાલ ગામે અજગરને જીવતો સળગાવી આગમાં હોમી વીડિયો વાઇરલ કરવાનું જંગાલિયતભર્યું કૃત્ય આચરનારા તત્વો સામે વન વિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અન્વયે ફરિયાદ નોંધી આકરી વલણ અપનાવ્યું છે. વન વિભાગે ગ્રામજનો અને સરપંચની પૂછપરછ બાદ ગામના ચાર યુવકોના નામજોગ અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ શનિવારે ડીસા કોર્ટમાં ફરિયાદ દાખલ કર...

બરવાળા ડેરીમાં મંત્રી-ચેરમેનના ભ્રષ્ટ્રાચારને લઈ ડેરી બે મહિનાથી બંધ

ભાભર, તા.૧૭ ભાભર તાલુકાના બરવાળા ગામની સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાં રોજનું 2700 લીટર દૂધ ભરાવતા 200 ગ્રાહકો પરેશાન છે. અહીં ચેરમેન અને મંત્રીના ભ્રષ્ટાચારને લઇને છેલ્લા બે મહિનાથી ડેરી બંધ રહેતા હાલાકી ભોગવી રહ્યા છે. બરવાળા ગામની સહકારી દૂધ ડેરીમાં ગેર વહીવટના કારણે છેલ્લા બે માસથી ડેરી બંધ પડી છે. ગ્રાહકોના દૂધ ભાવ વધારાના પૈસા અને એક મહિનાનો...

ડાભીમાં સરપંચના ઘરે વીજચોરી પકડાતા ઇજનેરને મારી મહીલા સાથે ફોટા પાડ્યા...

સુઇગામ, તા.૧૭ સુઇગામના ડાભી ગામે સોમવારે ચેકીંગમા ગયેલી યુજીવીસીએલની ટીમ ગામના સરપંચના ઘરે થતી વિજ ચોરીના ચેકીંગ કરવા પહોચી તો સરપંચ સહિત એક શખ્સ અને એક મહીલાએ યુજીવીસીએલના ઇજનેર સહીત ટીમને મારમારી ઘરમાં હાજર મહીલા સાથે હાથ પકડાવી ફોટા પાડી ફોટા વાયરલ કરી દેવાની ધમકીઓ આપતા ઇજનેરએ સુઇગામ પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી. સુઇગામની યુજીવીસીએલની સબ ડીવ...

અપશબ્દો બોલી કુહાડી અને પાવડા વડે મારમારતા ચાર વિરુદ્ધ પોલીસ ફરીયાદ નો...

થરાદ, તા.૧૬ આપણી જૂની કહેવત છેકે જર જમીનને જોરું ત્રણે કજિયાના છોરું, જે થરાદના વાઘાસણ ગામમાં સાચી ઠરી છે. એકજ પરિવારના સભ્યોની વચ્ચે ઘરની માંગણી સાથે કુહાડી અને પાવડા ઉછળતા લોહિયાળ જંગના ગુના સાથે પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્રેના બનાવની વિગતો અનુસાર થરાદ તાલુકાના વાઘાસણ ગામના રમેશભાઈ ભાંણાભાઈ પ્રજાપતિ શનિવારના ઘરે હાજર હતા. આ વખતે પિતરાઈ ગ...

તેનીવાડા હાઇવેની હોટલ ઉપર ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા ઈસમને દબોચ્યો : એ...

છાપી, તા.૧૬ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાને લઈ છાપી પીએસઆઈ આઈ.એચ હિંગોરાને મળેલ બાતમી આધારે છાપી નજીક તેનીવાડા હાઇવેની એક હોટલ ઉપર રેડ પાડતા પોલીસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક ઈસમ નાસી છૂટવામાં સફળ થયો હતો. વડગામ તાલુકાના છાપી હાઇવે વિસ્તારમાં આવેલ હોટલો ઉપર અસામાજિક પ્રવૃતિઓ વધવા સાથે હોટલો ઉપર આવતા જતાં ઓઇલ ભર...

બાળ લગ્નનો ભાંડો ફૂટતા સગીરાને સંરક્ષણ ગૃહમાં મોકલી અપાઈ

અમદાવાદ, તા.15 બનાસકાંઠાના ખેરમાળ ગામની 17 વર્ષની સગીરાને દોઢ લાખ રૂપિયા લઈને અમદાવાદના યુવક સાથે પરણાવી દેવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. બાળ લગ્નની માહિતીના પગલે મહિલા પોલીસે બાળ સુરક્ષા અધિકારી સાથે મળીને સગીરાને શોધી કાઢી તેને ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે. બીજી તરફ મહિલા ક્રાઈમ બ્રાંચમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અન...

રાજસ્થાનના અનાદરામાં ટ્રેલર દુકાનમાં ઘુસી જતાં ૪ વ્યક્તિનાં મોત, ૧૩ ઘા...

પાલનપુર, તા.૧૧ ગુજરાતના બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના અનાદરા ગામમાં ગુરુવારે બપોરે બેકાબુ ટ્રેલર ચાલકે રિક્ષા, બાઇક અને વીજળીના થાંભલા સાથે ટ્રેલર અથડાવી દુકાનમાં ઘુસી જતા સર્જાયેલી વિચિત્ર દુર્ઘટનામાં ૪ લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે ૧૩ જેટલા લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. ગુરુવારે બપોરે રાજસ્થાનના મંડારથી અનાદરા તરફ ...

સોશિયલ મીડિયામાં નોટા બટન દબાવવાના મેસેજથી દોડધામ

પાલનપુર, તા.૦૩ થરાદ વિધાનસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયામાં નોટાની રેલીના મેસેજથી દોડધામ મચી હતી. સોશિયલ મીડિયામાં નોટા માટે બેઠક યોજવાનું કહી એક મેસેજ ફરતો કરાયો હતો. જેમાં કેટલાક મોબાઈલ નંબરો લખવામાં આવ્યા હતા. બાદમાં ચૂંટણી અધિકારી બેઠક સ્થળે પહોંચી જતા બેઠકમાં એકઠા થયેલા લોકોએ ખાનગી કામે બેઠક યોજી હોવાનું જણાવ્યું હતું. થરાદમાં શંકરભાઈ ચૌ...

જિલ્લામાં ઝરમરથી માંડી દોઢ ઇંચ વરસાદ, ભિલોડા અઢી, મેઘરજમાં દોઢ અને બાય...

મોડાસા, તા.૩૦ ગત વર્ષે ઓછા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના 17 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવા પડ્યા હતા. ત્યારે આ વર્ષે ક્યાંક ઝાપટાંરૂપે તો ક્યારેક સાંબેલાધાર વરસતાં જિલ્લામાં 100 ટકાથી વધુ મેઘમહેર થઇ ચૂકી છે. ઉત્તર ગુજરાતમાં અપરએર સાયક્લોન સિસ્ટમની અસરના કારણે ગત વર્ષના સપ્ટેમ્બર મહિના કરતાં આ વર્ષના સપ્ટેમ્બરમાં બમણો વરસાદ ખાબક્યો છે. ગત વર્ષે 1 થી ...

પ્રજા પરેશાન હોઈ સત્તા પ્રેમિ શંકરચૌધરીનું પત્તું કપાયું

ગાંધીનગર, તા.30 રાધનપુરમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારેલા શંકર ચૌધરીને ભાજપે પેટા ચૂંટણીની ટિકિટ આપી નથી તેના અનેક કારણો છે. જેમાં ડેરીના પ્રશ્નો અને પક્ષની નેતાગીરી સામે ઊભી કરેલી શંકા કારણભૂત માનવામાં આવે છે. લોકોનો રોષ આજે પણ શંકર ચૌધરી સામે એટલો જ છે. તેથી તેમને ટિકિટ આપવામાં આવી નથી. શું કારણો છે? એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બ...

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશથી દાંતા- અમીરગઢની 20 ખાણોમાં ખનન અટકાવ્ય...

પાલનપુર, તા.૨૯ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશથી દાંતા અમીરગઢની 20 ખાણોમાં ખનન કાર્ય પર રોક લગાવાઈ છે. એનજીટીના હુકમના પગલે 11 લીઝ સંપૂર્ણ બંધ થાય એવી સ્થિતિ સર્જાઈ છે. અભ્યારણ ક્ષેત્રમાં વધુ ખોદકામ થયું હોવાનું સામે આવતા 9 લીઝને વધારાના વિસ્તારોમાં ખનન પર પ્રતિબંધ લગાવાયો છે. અધૂરામાં પૂરું લાપરવાહી દાખવનાર કલેકટર, ભૂસ્તર, વન, પ્રદુષણ સહિતના વિભા...

ભાદરવાના ભરપૂર વરસાદ વચ્ચે પણ મુક્તેશ્વર ડેમ તળિયા ઝાટક

વડગામ, તા.૨૬ બનાસકાંઠા જિલ્લાની પૂર્વે આવેલા વડગામ તાલુકાના મુકતેશ્વર-ડેમમાં ભાદરવા મહિનાના ભરપૂર વરસાદ વચ્ચે પણ પાણીની આવક નહીંવત થતાં ડેમનું તળિયું દેખાતા જગતના તાત ગણાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. લોક માતા સરસ્વતી નદી ઉપર વર્ષો પહેલાં સિંચાઈ વિભાગ દ્વારા ડેમ બાંધવામાં આવ્યો હતો. પરંતુ તાલુકામાં નહેરોના અભાવે હજુ સુધી વડગામ તાલુકાના ૧૧૦ ગામ...

થરાદમાં પેટા ચૂંટણી સંદર્ભે ભાજપનો સેન્સ લેવામાં આવ્યો

થરાદ, તા.૧૮ થરાદ એ પી એમ સી ખાતે રાજયમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અંગત મિટિંગ યોજી હતી અને ભાજપના ચૂંટાયેલા અને સ્થાનિક  કાર્યકર્તાઓના સેન્સ લીધા હતા.  ત્યારે આ કાર્યક્રમમાં  બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, કેસાજી ચૌહાણ, અમૃત દવે સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આવનારી વિધાનસભાની પેટ...

વડગામમાં બસ મામલે વિદ્યાર્થીઓએ કર્યા ચક્કાજામ

વડગામ, તા.૧૮ બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વડગામમાં બસના અભાવે વિફરેલા વિદ્યાર્થીઓએ બસ રોકી ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો. જો કે દોડી આવેલી પોલીસે વિદ્યાર્થીઓને સમજાવી મામલો માંડ થાળે પાડ્‌યો હતો. તાલુકા મથક વડગામ ખાતે મંગળવારે સાંજે સ્કૂલો છૂટ્યા બાદ વિદ્યાર્થીઓના ટોળેટોળાં આવીને બસની રાહ જોઈ ઉભા હતા. પણ મોડા સુધી બસ ન આવતા વિદ્યાર્થીઓ રજળ્યાં ...