Friday, November 22, 2024

Tag: Bayad

બાયડમાં આઠ ઘરફોડ કરનાર રૂ.4.57 લાખની મત્તા સાથે મહિસાગરનો ચોર ઝડપાયો

બાયડ, તા.૦૫ બાયડના ચોઇલામાં શનિવારની રાત્રીએ સાંઇબાબા અને બહુચર માતાજીના મંદિરને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે બાર કલાક કરતા ઓછા સમયમાં તસ્કર ટોળકીના સાગરીતને ઝડપી પાડી રૂ.4,57,380નો મુદ્દામાલ કબજે લઇ આઠ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખી પંચમહાલ જિલ્લાની તસ્કર ટોળકીને ઝબ્બે કરવા બાયડ પી.એસ.આઇ કે.કે. રાજપૂતે કવાયત હાથધરી છે. બાયડ અને ...

ગાબટ પાસે તળાવમાં મગરે પશુઓ ઉપર હુમલો કર્યો

બાયડ, તા.01  બાયડના ગાબટ પાસે જીતપુરવાંટાના તળાવમાં ત્રણ મગરોએ વસવાટ શરૂ કરતાં હલચલ મચી છે. મગરે દિવાળીએ પાણી પીવા આવેલ પશુઓ પર હુમલો કરતાં દોડધામ મચી હતી. જીતપુરવાંટા આવેલ તળાવમાં છેલ્લા બે દિવસથી ત્રણ જેટલા વિશાળ મગરો એ વસવાટ શરૂ કરી દેતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ છવાયો છે. દિવાળીના દિવસે પશુ ચરાવવા માટે ગયેલા કોનાભાઇ પરમાર તેમના પશુઓને પ...

બાયડમાં ભાજપના પક્ષ પલટુ ધવલ ઝાલાની હાર

બાયડ ,તા:૨૪ બાયડ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જસુ પટેલની 730 મતોથી જીત થઇ છે અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધવલ ઝાલાની હાર થઇ છે, જનતાએ સમાજ સાથે ગદ્દારી કરનાર ધવલ ઝાલાને જાકારો આપ્યો છે, અલ્પેશ ઠાકોરના નજીકના ધવલ ઝાલાએ કોંગ્રેસ પર અનેક આરોપ લગાવીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, તેઓ અગાઉ કોંગ્રેસમાંથી જ આ બેઠક પર ચૂંટાઇ...

બાયડના ભાજપી ઉમેદવારની ગેરકાયદે ધમધમતી એપોલો ઈજનેરી કોલેજ સામે કાર્યવા...

બાયડ, તા.19 આ દેશમાં કાયદાઓ અને નિયમો માત્ર આમ આદમી માટે જ હોય તેવુ લાગી રહ્યુ છે. જેની પર સતા અને તંત્રની છત્રછાયા છે તેઓને કાયદાના બંધનો નડતા નથી. લોકતંત્રમાં તેઓ મનસ્વીપણે વર્તી શકે છે કારણકે આ લોકો પર સતાના ચાર હાથ છે, કાયદો- પોલીસ તેમના ખિસ્સામાં છે. મનીપાવર અને મસલ પાવરથી તેઓ પ્રજાનો વિરોધી સુર પણ દાબી દેવા સમર્થ છે. હાલ ભાજપના બાયડ વિધાન...

જિલ્લામાં ઝરમરથી માંડી દોઢ ઇંચ વરસાદ, ભિલોડા અઢી, મેઘરજમાં દોઢ અને બાય...

મોડાસા, તા.૩૦ ગત વર્ષે ઓછા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના 17 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવા પડ્યા હતા. ત્યારે આ વર્ષે ક્યાંક ઝાપટાંરૂપે તો ક્યારેક સાંબેલાધાર વરસતાં જિલ્લામાં 100 ટકાથી વધુ મેઘમહેર થઇ ચૂકી છે. ઉત્તર ગુજરાતમાં અપરએર સાયક્લોન સિસ્ટમની અસરના કારણે ગત વર્ષના સપ્ટેમ્બર મહિના કરતાં આ વર્ષના સપ્ટેમ્બરમાં બમણો વરસાદ ખાબક્યો છે. ગત વર્ષે 1 થી ...

મંદબુદ્ધિ મહિલા આશ્રમ પહોંચેલી આંધ્રપ્રદેશની માનસિક અસ્વસ્થ મહિલાનું પ...

બાયડ, તા.૨૨  ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં માનસિક વિકલાંગ મહિલાઓ માટે આશ્રય સ્થાન બનેલા અને બાયડ શહેરમાં છેલ્લા બે વર્ષથી માનવતાની મહેક બનેલા જય અંબે મહિલા મંદબુદ્ધિ આશ્રમમાં અનેક માનસિક વિકલાંગ મહિલાઓને સારવાર આપી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. બાયડ જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના પ્રમુખ અશોક જૈન થોડા દિવસ અગાઉ અમદાવાદ કામકાજ અર્થે ની...

બાયડ નજીક ખેતરમાં વીરપ્પનનો ત્રાટક્યા : ૩ લાખના ૭ ચંદનના ઝાડ કટરથી કાપ...

બાયડ, તા.૨૧  બાયડ શહેરના ગાબટ રોડ પર આવેલા ખેતરમાં ખેડૂતે ૧૪૦ સફેદ ચંદનના છોડનું વાવેતર કરી છેલ્લા ૧૦ વર્ષથી ભારે માવજત પછી ઝાડના રૂપમાં તૈયાર થયા હતાં. ખેતરમાં ઉભા ચંદનના ઝાડ જોઈ ચંદનચોર ટોળકી ત્રાટકી ૭ ચંદનના ઝાડ કાપી અને ૧૫ ઝાડ પર ઘા મારી રફુચક્કર થઈ જતા ભારે ચકચાર મચી હતી. ખેતરમાં ઉભા ચંદનના ઝાડ કાપીને લઈ જવામાં આવતા ખેડૂતે બાયડ પોલીસને જાણ કરત...

બાયડના લાલપુર-જુમાત્રાલ ગામની ૩૫ વર્ષીય મહિલાનું વીજકરંટ થી મોત

બાયડ, તા.૧૪ અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં વીજ કરંટ લાગવાની અને જાનહાની થવાની અનેક ઘટનાઓ દર વર્ષે નોંધાતી હોય છે. વીજ કરંટ લાગવાથી જીલ્લામાં બે વ્યક્તિઓ કાળનો કોળિયો બની જવાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યારે બાયડ તાલુકાના લાલપુર-જુમાત્રાલ ગામે ઘર નજીક પશુઓ માટે બનાવેલ તબેલામાં ભરાવેલી દૂધની બરણી લેવા જતા ૩૫ વર્ષીય મહિલાને વીજકરંટ લાગતા મહિલાને બચા...

નડિયાદ બસનો ડ્રાઈવર નશામાં ધૂત

અરવલ્લી,તા:૨૨ સલામતી સવારી એસટી અમારી સુત્રમાં એસટીને સલામત તરીકે ચિતરવામાં આવી છે પરંતુ ગુજરાત એસટીના કેટલાક ડ્રાઇવરો સરેઆમ લીરેલીરા ઉડાડી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં ૩ મહિનાના ટૂંકા ગાળામાં દારૂપીને નશામાં ધૂત બની હંકારતા ૫ થી વધુ ડ્રાઈવર ઝડપાઈ ચુક્યા છે પરંતુ એવા અનેક ડ્રાઇવરો હશે જે લોકોના હાથે નહીં ચડ્યા હોય કે પછી પકડાયા નહીં હોય. અહીં પ્...

બાયડ પોલીસે શહેરમાંથી ચોરી કરેલ રીક્ષા સાથે વાહનચોરીના ૧૩ ગુન્હામાં સં...

અરવલ્લી જીલ્લામાં બાઈક ચોરીની ગુન્હાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે બાયડ શહેરમાં મસ્જીદ આગળ મુકેલી રિક્ષાની ૮ દિવસ અગાઉ ચોરી થતા બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી બાયડ પીએસઆઈ કે.કે.રાજપૂત ને બાતમીના આધારે માધવ કંપા નજીક થી ચોરી કરેલ રીક્ષા સાથે પસાર થતા ત્રણ શખ્શોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ચોરીની રીક્ષા સા...