Wednesday, April 16, 2025

Tag: Bhavanagar

સિંહ પરિવારે ભાવનગરના સણોસરા પંથકને પોતાનું નવું રહેણાંક બનાવાને કારણે...

અમદાવાદ, તા. 18  એશિયાટિક સિંહ માટે ગુજરાતનું ગીરનું જંગલ જગ વિખ્યાત છે. આ ગીર વિસ્તારમાં સિંહની વસ્તી વધી રહી છે જેના કારણે સિંહ ગીરનું જંગલ છોડીને બૃહદ ગીર વિસ્તારમાં પોતાનું રહેણાંક બનાવી રહ્યા છે. જેમાં ગારિયાધાર વિસ્તાર છોડીને એક સિંહ પરિવારે ભાવનગરના સણોસરા પંથકને પોતાનું નવું રહેણાંક બનાવી લીધું છે. જેના કારણે આ વિસ્તારના લોકોમાં કૂતુહુલત...

શિપબ્રેકર્સ ઉપર હુમલાની ઘટનામાં વાઘાણીએ દાનસંગ મોરી સામે દાવ લીધો

અમદાવાદ, તા. 15 ભાવનગરના બુધેલ ગામમાં જહાજ ભાંગવાના વેપારી સાથે ટકરાવવાની બોલાચાલીમાં પૂર્વ સરપંચ દાનસંગ મોરી અને તેના સરપંચ ભત્રીજા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં વેરની વસુલાત અને ઊભા કરેલા વેરની વાતો બહાર આવી રહી છે. આ ઘટના બાદ દાનસંગ મોરી સામે એક જૂથ વિરોધ કરી રહ્યું છે તો બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ સામે ભારે વિરોધ ઊભો થયો છે. ...

ભાવનગરમાં નશીલા પદાર્થોનું વેચાણ વધ્યું

અમદાવાદ, તા. 12. ભાવનગર જિલ્લાના બગદાણાના કાદવાડી ખાતે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (એલસીબી) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) દ્વારા સંયુક્ત રીતે દરોડો પાડીને મોટા પ્રમાણમાં ગાંજાના વાવેતરને પકડી પાડ્યું છે. આ સાથે પોલીસે ખેતરના માલિકની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પકડેલા ગાંજાના છોડના જથ્થાની કિંમત અંદાજે 15.85 લાખ રૂપિયાની થવા જાય છ...

1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ભાવનગરમાં સ્થપાશે

ગાંધીનગર,તા:10 ગુજરાતના ભાવનગરમાં 1900 કરોડ રૂપિયાના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી ભાવનગર વિશ્વના નકશામાં અંકિત થઈ જશે. બ્રિટનસ્થિત ફોરસાઇટ જૂથ અને મુંબઈસ્થિત પદ્મનાભ મફતલાલ ગ્રૂપના સહયોગમાં સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે. ગુજરાતના મુખ્યમંત્ર...

ઘેટી ગામના આરોગ્ય કેન્દ્રમાં રાજ્યનું પ્રથમ હેલ્થ એટીએમ કાર્યરત

પાલિતાણા,તા.22   પાલિતાણા તાલુકાના ઘેટી ગામે રાજ્યનું સૌ પ્રથમ હેલ્થ એટીએમ મુકવામાં આવ્યું છે. આ હેલ્થ એટીએમ થકી કોઈ પણ વ્યક્તિ ૨૦ મિનિટમાં ૪૧ રોગની તપાસ કરાવી શકશે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ હેલ્થ એટીએમને તાજેતરમાં જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે. આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજીના સંયોજનથી લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે હેલ્થ એટીએમની સેવા શર...

ભાવનગરના વેપારીનું અપહરણ કરી ખંડણી માંગનારા ખંડણીખોરની ધરપકડઃ ચાર અપહર...

રાજકોટ, તા. ૧૭ :. ભાવનગરના ખોજા વેપારીનું અમદાવાદમાંથી અપહરણ કરી ખંડણી માંગવાના ગુન્હામાં પકડાયેલ રાજકોટના રમીઝ સેતાને કોર્ટે ૩ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. અપહરણ અને ખંડણી પ્રકરણના મુખ્ય સૂત્રધાર વસીમ કથીરી સહિત પાંચ ષડયંત્રકારોની જસદણ પોલીસે શોધ શરૂ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે જસદણના પાંચ ટોબરા તરીકે ઓળખાતા ડુંગર વિસ્તારમાં એક ...

દિવાળી નિમિત્તે પાલિતાણા-મુંબઈની સ્પેશિયલ ટ્રેનસેવા શરૂ કરાઈ

ભાવનગર,તા:૧૬ દિવાળી નિમિત્તે લોકોના ધસારાને જોતાં પશ્ચિમ રેલવે દ્વારા પાલિતાણા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી, જે અંતર્ગત પાલિતાણા-મુંબઈ વચ્ચે દર બુધવારે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી, જેનો બુધવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટ્રેન દ્વારા પાલિતાણાથી મુંબઈ જતા અને મુંબઈથી પાલિતાણા આવનારા પ્રવાસીઓની સુવિધામાં વધારો થયો છે. પ્રવાસીઓના ધ...

આધેડની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરનાર પત્ની અને ભત્રીજાની ધરપકડ

ભાવનગર તા. ૧૪ :.. ભાવનગર જીલ્લાનાં બગદાણામાં કાકી-ભત્રીજાનાં આડા સબંધમાં આડખીલી રૂપ બનતાં કાકાની કાકી-ભત્રીજાએ હત્યા કરી નાખ્યાનો પોલીસ દફતરે ગુન્હો નોંધાયો છે. બગદાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા ચકુરભાઇ સરવૈયાની તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા થતાં ચકચાર મચી ગઇ  હતી. બનાવની જાણ થતા જ બગદાણા પોલીસ સ્ટેશનનાં પો. સ. ઇ. સરવૈયા એ બગદાણા પોલીસ સ્ટેશનમાં...

બોટાદમાં હિરાઘસુની હત્યાના કેસમાં ભાણેજની ધરપકડ

બોટાદ,તા.12 બોટાદના બોડી ગામના વિપુલ ધલવાણિયા નામના યુવાનની હત્યા કરીને મૃતદેહને કારમાંથી ફેંકી દેવાયાની ઘટના ઘટી હતી. જેનો  ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, જેમાં વિપુલભાઈને બેહોશ હાલતમાં ખસેડનાર તેના આર્મીમેન ભાણેજે જ હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે તેને પકડી લીધો છે. બોટાદ હીરાબજારમાં કામ કરતો  વિપુલ  મોડી રાત્રીના ઈકો કા...

પાણીના નીચા સ્તરના કારણે દહેજ-ઘોઘા રૉ-રૉ ફેરી સર્વિસ બંધ

ભાવનગર, તા:24  ઘોઘા-દહેજ વચ્ચેની રૉ-રૉ ફેરી સર્વિસ ફરી બંધ કરી દેવાની ફરજ પડી છે. હવે પાણીના નીચા સ્તરના કારણે રૉ-રૉ ફેરી સર્વિસ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા પ્રમાણે પાણીનું સ્તર ઊંચું આવતાં ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. રૉ-રૉ ફેરી સર્વિસ બંધ થતાં તેની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા ...

ભાવનગરની સરકારી હોસ્પિટલમાં તબીબીને શંકાસ્પદ કોંગો ફિવરથી હાહાકાર

ભાવનગર,તા.17 ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલના તબીબને શંકાસ્પદ કોંગોફિવર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તબીબના રીપોર્ટને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રીપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે. શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલના એક તબીબની તબીયત આજે સોમવારે ખરાબ થતા તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. તબીબને કોંગોફિવર હોવાની શંકાના પગલે અન્ય ...

દિપડાએ પાંચ ઘેટાંનું મારણ કર્યુઃ દિપડાને ભગાડવા આવેલા પરિવારને ઘાયલ કર...

ભાવનગર,તા.12 બગદાણામાં પશુધન સાથે વાડી વિસ્તારમાં પડાવ નાખી દેતા એક માલધારી પરિવાર પર દિપડાએ હુમલો કરી ત્રણ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા જ્યારે 5 ઘેટાનું પણ મારણ કર્યું હતું. આ બનાવથી વગડે વસવાટ કરતા પશુપાલકોમાં ભય ફેલાઇ ગયો છે. ઘેટા-બકરાની જોકમાં શિકાર માટે દિપડો ઘુસતા બચાવ માટે ધસી ગયેલા માલધારી પરિવારનાં સભ્યોને દિપડાએ નિશાન બનાવ્યાં  હતા અને ઇ...

જે પોલીસ કર્મચારીઓ ટ્રાફીક નિયમનો ભંગ કરે તેની સામે શિક્ષાત્મક પગલા લો...

ભાવનગર,તા.12 પોલીસ જયારે કડકાઈથી પ્રજા પાસે કાયદાનો અમલ કરાવે છે ત્યારે જો કોઈ પોલીસ કાયદાનો ભંગ કરતા નજરે પડે ત્યારે પ્રજાનું લોહી ઉકળી ઉઠે છે, પરંતુ પ્રજાની નાડ પારખી ગયેલા ભાવનગર રેન્જના ડીઆઈડી અશોકકુમાર યાદવે પોતાના તાબાના તમામ પોલીસ સુપ્રીટેન્ડનન્ટને આદેશ આપ્યો કે તા 16મીથી સુધારેલા કાયદાનો અમલ થાય તે પહેલા યુનિફોર્મમાં રહેલી પોલીસ ટ્રાફિકન...

પલાળવાથી રંગ પ્રસરી જાય એ નકલી નોટની આસાન ઓળખ છે

અમદાવાદ,તા.11 ભાવનગર પોલીસના  સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે લાખો રૂપિયાની ફેક કરન્સી રેકેટમાં સૌરાષ્ટ્રના  ભાવનગરના શખ્સ અને અમદાવાદની પણ એક વ્યક્તિની ધરપકડ કરી છે.  રાજ્યભરમાં ગમે ત્યાં નકલી ચલણી નોટનો કાંડ થાય પરંતુ તેનો છેડો તો મોટેભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ જ હોય છે, એમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ઉચ્ચ અધિકારીઓનું માનવું છે. પોલીસ...

ફેક કરન્સીના સુત્રધારોને પબજી ગેમ રમતાં-રમતાં એક નવો સાથી મળી ગયો!

અમદાવાદ, તા.09 ભાવનગર ફેક કરન્સી રેકેટના સૂત્રધાર મનાતા પરેશ સોલંકી અને પ્રતિક નકુમે નોટબંધી પહેલા અને તે જ વખતે કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો માર્કેટમાં ઘુસાડી હોવાની હકીકત બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે આ રેકેટમાં આરોપીઓએ ટેકનોલોજી જબરદસ્ત ઉપયોગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. અંદાજે એક કરોડ કરતા પણ વધુ રકમની નકલી નોટ ભાવનગર પોલીસના સ્પે...