Tag: Bhiloda
માકરોડામાં નિવૃત્ત એલઆઈસી ઓફિસરના બંધ ઘરમાંથી 4.50 લાખની ચોરી
ભિલોડા, તા.૧૦
ભિલોડાની માંકરોડામાં અવની સોસા.માં રહેતા અને એલઆઈસીમાંથી નિવૃત્ત ડેવલોપમેન્ટ ઓફિસરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી જાળી તોડી ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે 4.50 લાખન મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતાં નિવૃત કર્મચારીના માથે આભ તૂટી પડ્યું હતું. નિવૃત્ત જીવન શાંતિમય પસાર થાય તે માટે બચાવી રાખેલ પૂંજી લૂંટાઈ ...
ભિલોડાના કમઠાડિયામાં વરસાદથી પાંચ મકાન ધરાશાયી
ભિલોડા, તા.૦૨
ભિલોડા તાલુકાના કમઠાડિયામાં સોમવારે પડેલા ભારે વરસાદથી પાંચ મકાન ધરાશાયી થયા હતા. જ્યારે ઝૂમસરમાં ખેડૂતોનો 80 હેકટરનો પાક ધોવાઇ ગયો હતો. જેમાં કાવાભાઈ કનકાભાઈ બુવળ, ગોબરભાઈ કોનાભાઈ બુવળ, મનજીભાઈ મોથલીયા, પોપટભાઈ મંગળાભાઈ મોડીયાના મકાન ધરાશાયી થયા હતા. જ્યારે ઝૂમસર પંથકમાં પડેલા વરસાદે તબાહી મચાવી છે અને ખેતરોમાં પાણી ભરાતા બેટમાં ...
જિલ્લામાં ઝરમરથી માંડી દોઢ ઇંચ વરસાદ, ભિલોડા અઢી, મેઘરજમાં દોઢ અને બાય...
મોડાસા, તા.૩૦
ગત વર્ષે ઓછા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના 17 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવા પડ્યા હતા. ત્યારે આ વર્ષે ક્યાંક ઝાપટાંરૂપે તો ક્યારેક સાંબેલાધાર વરસતાં જિલ્લામાં 100 ટકાથી વધુ મેઘમહેર થઇ ચૂકી છે. ઉત્તર ગુજરાતમાં અપરએર સાયક્લોન સિસ્ટમની અસરના કારણે ગત વર્ષના સપ્ટેમ્બર મહિના કરતાં આ વર્ષના સપ્ટેમ્બરમાં બમણો વરસાદ ખાબક્યો છે. ગત વર્ષે 1 થી ...
ઓવરફ્લો મેશ્વો ડેમનું પાણી ચેકડેમ પસાર કરતાં શામળાજીથી બહેચરપુરા ગામોન...
શામળાજી, તા.૨૯
શામળાજીમાં આવેલો મેશ્વો ડેમ ઓવર ફ્લો થઈ ચુક્યો છે. તેવામાં ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા મેશ્વો નદીમાં ઘોડાપૂર આવ્યું છે ડેમના ઓવર ફલોનું પાણી શામળાજીથી બહેચરપુરા ગામે જવાના રસ્તામાં બનાવાયેલ ચેકડેમ ઉપર થઈ પસાર થતા બંને ગામોના વાહન વ્યવહારને અસર થઈ હતી. પોલીસ દ્વારા આ રસ્તે લોકોની અવર જવર પણ બંધ કરાઈ હતી. ત્યારે આ ઓવરફ્લોના પાણીના ...
ઘરમાં ઉંઘતી બે મહિલાઓને ગળે ચપ્પુ મૂકી ૧.૧૬ લાખ રૂપિયાની લૂંટ કરી
ભિલોડા, તા.૨૭
અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિથરેહાલ હોય તેવું પ્રજાજનો અહેસાસ અનુભવી રહ્યા છે. જીલ્લામાં તસ્કર ટોળકી અને ઘરફોડિયા ગેંગે પડાવ નાખ્યો હોય તેમ સતત લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. જીલ્લામાં ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ભિલોડા શહેરમાં આવેલી સંસ્કાર સોસાયટીમાં બંધ મકાનમાં પ્રવેશી ઉંઘી રહેલી બે મહિલાઓના ગળે ચપ્...
ભિલોડા નજીક બે અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યો : ૩ યુવકો ગં...
ભિલોડા, તા.૨૧
અરવલ્લી જીલ્લામાં વાહન ચાલકો બેફામ ગતિએ વાહન હંકારતા અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ભિલોડાના કલ્યાણપુર નજીક પસાર થતી સીફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે ભટકાતા કાર ચાલકનું મોત નીપજ્યું હતું. કારમાં સવાર બે યુવાનોના શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અન્ય એક અકસ્માતમાં ધુળેટા ગામ નજીક બાઈકને અડફેટે ...
ભિલોડા અને માલપુર નજીક એસટી બસ ખાડામાં ખાબકી ૬૫ મુસાફરોનો આબાદ બચાવ
ભિલોડા, તા.૧૮ ગુજરાત રાજ્ય પરિવહન નિગમની અડધો-અડધ બસો યોગ્ય સમારકામના અભાવે ખખડધજ હાલતમાં ઉપયોગમાં લેવાતી હોવાનું મુસાફરો અનેકવાર ફરિયાદ કરી ચુક્યા છે અને અનેકવાર રસ્તામાં ખોટકાયી પડવાની અને અકસ્માતની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. "બસની મુસાફરી સલામતીની સવારી"ના બદલે લોકો જીવનજોખમે પ્રવાસ ખેડાતા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે. અરવલ્લી જીલ્લામાં ભિલોડ...
ભિલોડાના રંગપુર પાસેથી પસાર થતા હાઈવે પર ઓવરબ્રિજ બનાવવા રજૂઆત
ભિલોડા, તા.૧૭
અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં-૮નું રીનોવેશન થઈ રહ્યું છે. આ હાઈવે પહેલા ફોરલેન હતો તેને અપડેટ કરીને સિક્સ લેન બનવા જઈ રહ્યો છે. ત્યારે આ માર્ગ ઉપર રાત દિવસ કામ ચાલી રહ્યું છે. ત્યારે ભિલોડા તાલુકાના રંગપુર સીમમાંથી પસાર થતા આ હાઈવે ક્રોસ કરીને ગામના ધો-૧ થી ૮ના વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે જે ખુબ જ જોખમી છે. ત્યારે ...
ભિલોડાના રામેળા ગ્રામ પંચાયતના તલાટીએ યુવકને કુંવારાનું સર્ટિફિકેટ અપ...
ભિલોડા, તા. ૧
ભિલોડા તાલુકાના રામેળા ગ્રામ પંચાયતના તલાટીએ હિંમતનગર ખાતે લશ્કરી ભરતી મેળામાં ભાગ લેનાર અરજદારો માટે અપરણિત કે પરણિત અંગેનું સર્ટિફિકેટ રજુ કરવાનું હોય એક યુવકનું અપરણિત હોવા અંગેનું સર્ટિફિકેટ આપવામાં આવતા સર્ટિફિકેટમાં સ્પેલિંગમાં ભૂલ હોવાની સાથે ઉચ્ચારણમાં પણ ભૂલ જણાતા સમગ્ર મામલો સોશ્યલ મીડિયામાં ભારે રમૂજ ફેલાઈ છે. તલાટીએ મેર...