Sunday, December 22, 2024

Tag: Breaking news

પ્રજા પર ૨૦૪ કરોડનો બોજ

અમદાવાદ,મંગળવાર ગુજરાત સરકારની વીજ કંપનીઓ દ્વારા વીજ ઉત્પાદન ઘટાડી દેવામાં આવતા ગુજરાતના 1.40 કરોડ વીજ જોડાણધારકોને માથે વરસે 204 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ બોજ આવી રહ્યો છે. ગુજરાત સરકાર હંમેશા તેમનું રાજ્ય પાવર સરપ્લસ હોવાનો દાવો તો કરતી રહી છે, પરંતુ 18000 મેગાવોટની ભર ઊનાળે મહત્તમ ડિમાન્ડ ઊભી થાય છે. તે સિવાયના સમયમાં ડિમાન્ડ  12000 મેગાવોટ ...

કેન્દ્ર સરકારના ફિઝિયો થેરેપી એકટના વિરોધમાં રેલી નીકળી કર્યો વિરોધ.

અમદાવાદ,તા:૩ ફિઝયો થેરેપીના વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ. હજારો વિદ્યાર્થીઓ ચાલતા રેલીમાં જોડાયા. માંગ પુરી નહીં થાય તો વિરોધ ચાલુ રાખવાની ચીમકી.  

DGPનો દારૂ-જુગારના અડ્ડા ઉપર ક્રોસ રેડ કરવાનો આદેશ

ગાંધીનગર,તા:૩ રાજયના પોલીસના મેળાપીણા વગર રાજયમાં કોઈ પણ સ્થળે દારૂ-જુગારના અડ્ડા શકય જ નથી, આમ છતાં આ આખા મામલામાં પોલીસ અને બુટલેગર થપ્પો રમતા હોય તે પ્રમાણેની રમત વર્ષોથી રમી રહ્યા છે આ રમતમાં માત્ર સ્થાનિક અને બુટલેગર જ નહીં પણ ઉપરથી નીચે બધા આ રમતમાં  હેસીયત પ્રમાણેની રમત રમે છે, તાજેતરમાં પોલીસ સબઈન્સપેકટરમાંથી ઈન્સપેકટર તરીકે બઢતી આપવા મા...

સૌરાષ્ટ્રના એક ડાયરામાં ખુલ્લેઆમ ફાયરિંગ

અમદાવાદ,તા:૨ સૌરાષ્ટ્રમાં ડાયરા પ્રત્યે લોકોનું એક અનેરું આકર્ષણ હોય છે, અને ડાયરાના કલાકારો ખૂબ માનીતા હોય છે. આ કલાકારોના ડાયરામા પ્રવેશ સમયે ઉત્સાહમાં આવી લોકો ફાયરિંગ પણ કરવાનું ચૂકતા નથી. આવું જ કંઈ બન્યું જૂનાગઢના એક લોકડાયરામાં. જૂનાગઢમાં કોઈ જગ્યાએ યોજાયેલા ડાયરાનું મોબાઈલ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે...

રાજકોટની શાનમાં રિંગરોડ-3નું વધુ એક મોરપિંચ્છ

રાજકોટમાં એકતરફ જ્યાં રિંગરોડ-2નું કામ પૂર્ણતાના આરે છે, ત્યાં રિંગરોડ-3 બનાવવાનો રોડમેપ પણ ઘડાઈ ચૂક્યો છે. ટૂંક સમયમાં તેના માટે પણ કામ શરૂ કરવામાં આવશે. હાલમાં રિંગરોડ-3 માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એટલે કહી શકીએ કે 2020 સુધીમાં તેનું કામ શરૂ થયેલું આપણને જોવા મળશે. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ દીર્ઘદૃષ્ટિ રાખી એક બ્લૂપ્...

ગાંધીનગરમાં એસ્ટેટ વિભાગની દબાણો પર લાલઆંખ

ગાંધીનગર,તા:૨ ગાંધીનગર કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ગેરકાયદે બાંધકામ અને ખાનગી બાંધકામમાં ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારા પર તવાઈ બોલાવી છે. જે મુજબ એસ્ટેટ વિભાગે સેક્ટર-2માં 84 એકમોને નોટિસ આપી છે. ગાંધીનગરમાં ગેરકાયદે બાંધકામ કરનારા અને ઘરમાં જ પીજી ચલાવનારા લોકોનો રાફડો ફાટ્યો છે, જેને કોર્પોરેશને 15 દિવસમાં બંધ કરવાની નોટિસ આપી છે, જો હ...

વાહન સાથેની ઘટનામાં મૂળ માલિક રહે જવાબદાર

અમદાવાદ,તા:૨ વાહન વેચવા પહેલાં સાવધાન રહેજો. તમારું વાહન વેચવા સાથે ટ્રાન્સફર કરાવવું ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં હજારો વાહનો હાલમાં પણ ટ્રાન્સફર થયા વિના જ ફરી રહ્યાં છે. આવામાં જો વાહનનો અકસ્માત થાય અથવા વાહનથી કોઈ ગુનાઈત પ્રવૃત્તિ થાય તો મૂળ માલિક જ તેના જવાબદાર ઠરે છે, અને તેના નામે જ સમન્સ ઈશ્યૂ થાય છે. આળસ અથવા અન્ય કાર...

મહેસાણામાં કચરાના નિકાલ મુદ્દે શાસક-વિપક્ષ આમનેસામને

મહેસાણા,તા:૨ મહેસાણા ન.પા. દ્વારા તાજેતરમાં જ કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ માટે બહાર પાડેલા 7.81 કરોડના ટેન્ડરનો વિપક્ષ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપના 18 સભ્યોએ ચીફ ઓફિસર પાસે લેખિતમાં વિરોધ નોંધાવતાં જણાવ્યું કે, ટેન્ડરની વિવાદાસ્પદ જોગવાઈઓ અને ક્ષતિઓને દૂર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કેસ નગરપાલિકાએ હાલમાં જ 80 TPD વેસ્ટ પ્રોસેસિં...

પોતાની નવી ગર્લફ્રેન્ડના કારણે ચર્ચામાં ક્રિકેટર હાર્દિક પંડ્યા

મુંબઈ ,શનિવાર ભારતીય ક્રિકેટ ટીમના દમદાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં પોતાની ગર્લફ્રેન્ડના કારણે ચર્ચામાં છે. હાર્દિક હાલમાં મૂળ સર્બિયાની અને અભિનેત્રી એવી નતાશા સ્ટેનકોવિકને ડેટ કરી રહ્યા છે. હાર્દિકે પોતાના પરિવાર સાથે પણ નતાશાની મુલાકાત કરાવી છે. થોડા દિવસ પહેલાં મુંબઈના બાંદ્રામાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાર્...

રાજ્યમાં મગફળીનું ઉત્પાદન સારું રહેવાની સંભાવના

રાજકોટ,શુક્રવાર સમયસર વરસાદ, ઉઘાડ અને વરાપના પગલે મગફળી પકવતા ખેડૂતો આ વર્ષે આનંદમાં છે, કારણ કે આ વખતે મગફળીના પાક માટે યોગ્ય વાતાવરણ મળી રહ્યું છે. યોગ્ય વાતાવરણના પગલે આ વર્ષે 27થી 30 લાખ ટન મગફળીનો પાક ઉતરવાની આશા સેવાઈ રહી છે, જે ગત વર્ષે માત્ર 18 લાખ ટન જ ઉત્પાદન રહ્યું હતું. આ વખતે રાજ્યમાં 15.40 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, ...

વિશ્વના સુરક્ષિત શહેરોમાં ગુજરાતનું કોઈ શહેર નહીં

અમદાવાદ,શુક્રવાર ‘સલામત ગુજરાત’ની ગુલબાંગો પોકારાઈ રહી છે, પણ જોવાનું એ છે કે વિશ્વનાં સલામત કહેવાતાં 100 શહેરોમાં ક્યાંય પણ ગુજરાતનું કોઈ શહેર નથી, અરે ત્યાં સુધી કે મુંબઈ અને દિલ્હી સિવાય દેશનાં અન્ય શહેરો પણ સલામત કહેવાતા માનક પર ખરા નથી ઉતરતાં. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટે 2019 માટે દુનિયાનાં 100 સૌથી સુરક્ષિત શહેરોની યાદી જાહેર કરી છે, ...

મનપાના દરજ્જા માટે પ્રધાનમંત્રીને પત્ર

મોરબી, શનિવાર સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીને મહાનગરપાલિકા બનાવવા માટે હવે માગણી થઈ રહે છે, અને તેના માટે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી માગણી પણ કરવામાં આવી છે. વ્યવસાયે સીએ અને જાગૃત નાગરિકે આ અંગે વિવિધ રજૂઆત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી મોરબીને મહાનગરપાલિકાનો હોદ્દો આપવા આ અંગેની માગણી કરી છે. કેન્દ્ર સરકારના 370 અને 35-એ જે...

હાજરી પૂરવાની ઓનલાઈન એપ્લિકેશનથી શિક્ષકો નારાજ

અમદાવાદ,શનિવાર રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવાના આશયથી રાજ્ય સરકાર હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે, જેના ભાગરૂપે જ સરકાર શિક્ષકોની હાજરી પૂરવા માટે ઓનલાઈન એપ્લિકેશન ‘કાય ઝાલા’નો પ્રાયોગિક અમલ શરૂ કરવા જઈ રહી છે છે. જો કે આ નિર્ણયથી ગુલ્લીબાજ શિક્ષકો રોષે ભરાયા છે અને આ એપ્લિકેશનનો વિરોધ નોંધાવી રહ્યા છે. ગુલ્લીબાજ શિક્ષકોની પોલ ખોલનારી આ એપ...

કૈલાસમાં જ કૈલાસ વસી ગયાં…

અમદાવાદ, શુક્રવાર સંજાગો કેટલીકવાર માણસની આકરી કસોટી કરતાં હોય છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને થોડા સમય પહેલાં બેંકમાંથી નિવૃત્ત થયેલા ગૃહસ્થ પત્ની સાથે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતાં. જ્યાં કૈલાસ પર્વત નજીક તેમનાં જીવનસંગિનીનું આકસ્મિક  અવસાન થયું હતું. અચાનક આવી પડેલી વિપદા વચ્ચે પણ તેમણે પોતાની જાતને સંભાળી રાખી હતી. વિપરીત સંજાગ...

ભાજપમાં જોડાયેલા મહેસાણા પાલિકાના પ્રમુખની પલટી, પાછા કોંગ્રેસમાં જતા ...

મહેસાણા,તા:૩૦   2 દિવસ પહેલા જ મહેસાણા નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી સહિત 7 કોંગ્રેસી નગર સેવકો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જોડાઇ ગયા હતા અને હવે આજે પાછા તેમની ઘર વાપસી થઇ છે, અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું કે હું તો નીતિનભાઇ સાથે ગ્રાન્ટની ચર્ચા કરવા ગયો હતો અને મને ખેસ પહેરાવી દેવાયો હતો, જો કે આ વા...