Tag: Bullate Train
બુલેટ ટ્રેન માટે ભાજપના ધારાસભ્યએ જંત્રીદરના સાત ગણા રૂપિયા માગ્યા
ગાંધીનગર,તા:૨૭ અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાના પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન સંપાદનમાં વિધ્ન આવતાં હવે રાજકીય નેતાઓ મેદાને ઉતર્યા છે. ભાજપના જ એક ધારાસભ્યએ ખેડૂતોને જંત્રીદર કરતાં સાત ગણું વળતર આપવાની દરખાસ્ત કરી છે જેને જિલ્લા કલેક્ટરે માન્ય રાખી સરકારમાં મોકલી આપી હોવાનું જાણવા મળ્યું છે.
સુરત જિલ્લાના કલેક્ટર ધવલ પટેલે સરકારને કહ્ય...
વૃક્ષોના નિકંદનના ભોગે આ તે કેવો વિકાસ?
ગાંધીનગર,તા:૦૭ મુંબઈમાં મેટ્રો માટે વૃક્ષોના નિકંદન પર વિરોધના વંટોળ હજુ ઊભા છે, ત્યાં અમદાવાદમાં પણ બુલેટ ટ્રેન માટે હજારો વૃક્ષો કપાઈ ગયાં છે. બંને પ્રોજેક્ટ રેલવે મંત્રાલયના છે અને એક વૃક્ષની સામે 10 હજાર વૃક્ષ વાવવાનો નિયમ જળવાતો નથી, ઉપરાંત બંને પ્રોજેક્ટ માટે રિ-ટ્રીપ્લાન્ટેશન પણ નિષ્ફળ થયું છે. બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં હજારો વૃક્ષો કપાઈ ગ...
અત્યાધુનિક સીનકાસેન બુલેટ ટ્રેન દોડશે મુંબઈ-અમદાવાદ
અમદાવાદ,તા:૫
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલમાં ચાલી રહ્યું છે, જે માટે કેન્દ્ર સરકાર જાપાન પાસેથી 70 અબજ રૂપિયાના ખર્ચે 18 સીનકાસેન બુલેટ ટ્રેન ખરીદવા જઈ રહી છે, જે હાઈસ્પીડ ટ્રેન પૈકી વિશ્વની પ્રથમ સિસ્ટમ છે. જો કે હાલમાં પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતમાં કેટલાંક ઠેકાણે જમીન અધિગ્રહણના કારણે વિવાદમાં સપડા...
બૂલેટ ટ્રેનનાં અસરગ્રસ્તોનું આંદોલન
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બૂલેટ ટ્રેનમાં ગુજરાતના જે વિસ્તારનાં ખેડૂતો અને બિન ખેડૂતોની જમીન અને ઘર સંપાદિત થવાના છે અને તેમને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું તે લોકો આગામી ત્રણ મહિનામાં વાપીથી અમદાવાદ સુધી એક યાત્રા કરશે. આ યાત્રા દરમિયાન તેઓ આઠ જેટલા જિલ્લામાંથી પસાર થશે અને ત્યાં દરેક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમને ન્યાય આપવાની માગણી કરશ...
જિકાના રિપોર્ટ, ખેડૂતોના વિરોધથી બૂલેટ ટ્રેનને બ્રેક
અમદાવાદ, તા. 2
રાજ્ય સરકારના જમીન સંપાદનના કાળા કાયદાના કારણે અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન ઘોંચમાં પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્ય સરકારે વર્ષ 2016માં જમીન સંપાદનનાં કાયદામાં જે સુધારો કર્યો તેના કારણે અમદાવાદ-મુંબઈના બૂલેટ ટ્રેનના માર્ગમાં ગુજરાતના અંદાજે 14,500 ખેડૂતો અને બિન ખેડૂતો જમીન અને ઘર વિહોણા થવાનો અંદાજ છે.
જો સરકાર આ મામલે આગામી દિવ...
દરિયો બૂલેટ ટ્રેનને ડૂબાડશે
અમદાવાદ, તા. 22
ગુજરાત અને મુંબઈને જોડતો બૂલેટ ટ્રેનનો રૂટ આગામી વર્ષોમાં દરિયામાં ડૂબી જાય એવો એક અહેવાલ તાજેતરમાં જ બહાર આવ્યો છે. આ અહેવાલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં થઈ રહેલાં ક્લાઈમેટ ચેન્જને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનાં કારણે દરિયાની સપાટી વધી રહી છે અને તે વધુને વધુ આગળ વધી રહ્યો છે. આ સંજોગોમાં દરિયાઈ સપાટી વ...