Tag: business
સપ્ટેમ્બર સિરીઝમાં નિફ્ટી 5.75 ટકા વધ્યો અને બેન્ક નિફ્ટી 9.88 ટકા ઊછળ...
અમદાવાદ,તા:૨૬
વૈશ્વિક બજારોથી પ્રોત્સાહક સંકેતોને મળતાં શેરબજાર તેજી સાથે બંધ રહ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ઘટવાનો માહોલ બન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન કહેવામાં આવ્યું હતું કે યુએસ અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકે છે. જેથી બંને દેશો વચ્ચેનું વેપારયુદ્ધ ઠંડું પડવાની આશાએ સેન્સેક્સ 396 પોઇન્ટ ઊછળીને...
મગફળીની ધૂમ આવક થતાં માર્કેટીંગ યાર્ડમાં હજારો ગુણી આવક
રાજકોટ,તા.26 ચાલુ સિઝનમાં સારો વરસાદ થતા મગફળીનું વિપુલ ઉત્પાદન થયુ છે, ત્યારે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની માટાપાયે આવક થઇ રહી છે. આજે માર્કેટ યાર્ડમાં મગફળીની 7 હજાર જેટલી ગુણીની આવક થઈ છે. માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતાં ઊંચા ભાવે ખેડૂતોની મગફળી વેચાઈ રહી છે. હાલ સરેરાશ 1હજાર થી 1300 રૂપિયા ગુણીના ભાવે મગફળીનું વેચાણ થઈ રહ્યુ છે. ખેડ...
નવેમ્બરમાં રૂ બજાર પર મંદીવાળાનો કબજો બળવાન હશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૬: ચીને ઘણી બધી વસ્તુઓ અમેરિકાથી ખરીદવાની શરુ કરી છે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને નાણા પ્રધાન સ્ટીવન મુચીને આ ઘટનાને આવકારી હતી. તેમની હકારાત્મક ટીપ્પણીથી કોમોડીટી બજારમાં એવી આશા બંધાઈ છે કે ઓક્ટોબરમાં મળનારી ટ્રેડ વોર સમાધાન બેઠકમાં કૈંક તો હકારાત્મક ઘટના બનશે. વૈશ્વિક ફલક પર આ સપ્તાહના રૂ બજારના અહેવાલ કહે છે કે અમેરિક...
કેન્સર હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર અને અનીતિનું કેન્સર
જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ભૂતપૂર્વ કર્મચારીનો આક્ષેપ
અમદાવાદ : પ્રખ્યાત ગુજરાત કેન્સર સોસાયટીના નામે ચાલતી ચામુંડા બ્રીજ પાસેની જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ઘટસ્ફોટ હોસ્પિટલનાં જ એક ભૂતપૂર્વ કર્મચારીએ કર્યો છે. ટ્રસ્ટના નામે શરૂ કરાયેલી હોસ્પિટલ હવે તદ્દન ખાનગી હોસ્પટલ ની ઢબે જાહેર જનતા પાસે...
વૈશ્વિક પરિબળોને લીધે સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 11,450ની નીચ...
અમદાવાદ,તા:૨૫
વૈશ્વિક પ્રતિકૂળ સંકેતોની સીધી અસર સ્થાનિક બજાર પર પડી હતી. અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ઇમ્પિચમેન્ટની પ્રક્રિયા શરૂ થવાના અહેવાલે મંગળવારે અમેરિકી શેરબજારો મોટા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. એની અસર વિશ્વભરનાં શેરબજારોમાં જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 503 પોઇન્ટ તૂટીને 38,593.52ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 1...
કપાસના બમ્પર ક્રોપની આશા વચ્ચે ડચકાં ખાઈ રહેલા ગુજરાતના જિનિંગ-સ્પિનિં...
અમદાવાદ,બુધવાર
સારા વરસાદને પરિણામે ગુજરાતમાં વાવેતર વિસ્તાર વધ્યો છે તેથી ગયા વરસે 92 લાખ ગાંસડીની થયેલી ઉપજ સામે આ વરસે 120 લાખ ગાંસડીથી વધુ કપાસની ઉપજ થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કપાસના થતાં કુલ ઉત્પાદનમાંથી 70 ટકા કપાસનું ઉત્પાદન એકલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં થાય છે. ગુજરાતમાં આ વરસે કપાસના વાવેતરના વિસ્તારમાં 3 લાખ હેક્ટરનો વધા...
520 બસીસમાં 100 કરોડનું ટાટા નું કૌભાંડ, કંપનીને બચાવવા માંગતા રાજનેતા...
ગાંધીનગર, તા.25
એસટી દ્વારા 2160 રેડી બીલ્ટ મીની બસ આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા જેમાં ટાટા મોટર્સ દ્વારા નક્કી કરેલા મોડલ કરતાં હલકી કક્ષાના મોડેલની બસ આપીને રૂ.99 કરોડની છેતરપીંડી કરી હોવાનું 21 સપ્ટેમ્બર 2019માં બહાર આવ્યું છે. જે અંગે એસ ટી નીગમના અધિકારી અમરીશ એ. પટેલ કે જે ખરીદ નિયામક છે તેમણે આ કૌભાંડ જાહેર કર્યું છે. તેથી સર...
ચાલુ વર્ષે ગુજરાતમાં 25 લાખ ટન મગફળીનો પાક ઉતરે તેવી ખેડૂતોની ધારણા
અમદાવાદ,તા:૨૪ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને બાદ હવ મગફળીની નવી સિઝન શરૂ થવા જઇ રહી છે.નાફેડ દ્વારા મગફળીની ખરીદીનો પ્રારંભ થશે જોકે નાફેડ પાસે જૂની મગફળીનો કુલ બે લાખ ટન જેટલો સ્ટોક પડતર રહી ગયો છે. સરકારે તો ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત' પણ કરી દીધી છે. કદાચ પહેલી ઓક્ટોબરથી નોંધણીનો શરૂ થશે. ત્યારે હવે સરકારી માલનો નિકાલ થઇ શકે તેવી કોઇ શક્...
જીએસટીની ઘટનું વળતર 2025 સુધી આપવાની માગણી પરની ચર્ચા મુલતવી
અમદાવાદ,તા.24
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલથી રાજ્યોની વેરાની આવકમાં ઘટ પડે તો તે 2022 સુધી કોમ્પેન્સેટ કરવાની નક્કી કરેલી મુદત લંબાવીને 2025 સુધી કરી આપવાની માગણી દેશના રાજ્યો દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ આ મુદ્દે આગામી મહિનાઓમાં થનારી બેઠકો બાદ નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ મોટર અને બિસ્કિટ સહિત 200થી વધુ ચીજવસ્તુઓમાંથી 160થી 170 વસ્તુઓના ...
બે દિવસની તોફાની તેજી બાદ શેરોમાં પ્રોફિટ બુકિંગઃ સેન્સેક્સ અને નિફ્ટી...
અમદાવાદ,તા:૨૪
સપ્તાહના બીજા દિવસે બજાર ટૂંકી વધઘટે અથડાઈ ગયું હતું. સ્ટોક સ્પેસિફિક જ વધુ થયાં હતાં. બે દિવસની જોરદાર તેજી પછી શેરોમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી રહી હતી. જોકે સેન્સેક્સ અને નિફ્ટીમાં સામસામા રહ્યા હતા. જોકે બજાર મોટે ભાગે બેતરફી ટૂંકી વધઘટ બાદ સપાટ બંધ રહ્યું હતું. સેન્સેક્સ 7.11 પોઇન્ટ વધી 39,097.14ના મથાળે બંધ રહ્યો હતો, જ્યાર...
સોયાબીનની તેજી તેલીબીયા બજારમાં પણ આગ લગાડશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઇ,24 ખેંચ પકડ મુજે જોર આતા હૈ જેવો ચીન અને અમેરિકા વચ્ચેનો વેપાર ઝઘડો અંત વગરની ચર્ચા જેવો છે, જો આ ઝઘડો ચાલુ રહે અને બ્રાઝીલમાં ધારણા પ્રમાણે પાક ઓછો આવશે તો, સોયાબીનની તેજી તેલીબીયા બજારમાં પણ આગ લગાડશે. સતત સુકા હવામાનને લીધે બ્રાઝીલના ખેડૂતો અત્યાર સુધીમાં માત્ર ૦.૨૮ ટકા અથવા ૯૭.૨ લાખ હેકટરમાં જ વાવેતર કરી શક્યા છે, જે ગતવ...
શેરબજારમાં મન્ડે મેજિકઃ સેન્સેક્સ બે દિવસમાં 2,997 પોઇન્ટ ઊછળ્યો, નિફ્...
અમદાવાદ,તા:૨૩
સપ્તાહના પ્રારંભે શેરોમાં સતત બીજા દિવસે આગઝરતી તેજી થઈ હતી. શુક્રવારે સરકાર દ્વારા આપવામાં આવેલા ટેક્સ બોનાન્ઝાની અસર શેરબજારમાં સતત બીજા દિવસે જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 1,075 પોઇન્ટ ઊછળીને 39,090ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 329 પોઇન્ટ ઊછળીને 11,603.40ની સપાટીએ બંધ રહ્યો હતો.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે મ...
સોનામાં રચાતી લાંબાગાળાની મજબૂત તેજીની સાયકલીકલ મોમેન્ટમ
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૪: સ્થિર અને ધીમી ગતિએ સોનું બુલીશ મોમેન્ટમ ધારણ કરી રહ્યું છે, અમારું માનવું છે કે બુલિયન બજારનું આવું મજબૂત વલણ લાંબા સમય સુધી જળવાઈ રહેશે. મુંબઈ સ્થિત રિદ્ધિસિદ્ધિ બુલીયનના સીઈઓ અને ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન (ઇબ્જા)ના પ્રેસિડેન્ટ પૃથ્વીરાજ કોઠારીએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે નવી સાયક્લીક્લ તેજીમાં આગામી એક...
કાશ્મીર ધીરે ધીરે રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાઈ રહ્યું છે અને વિકાસના માર્...
અમદાવાદ, તા.૨૨
કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ આજે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ‘જમ્મુ અને કાશ્મીરમાં વેપારની તકો’ પર મહાજનોના એક સંમેલનને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કલમ 370 ના પ્રાવધાનો હટાવાયા તેને લગભગ એક મહિનોથી વધુ સમય પસાર થયો છે, પરંતુ ક...
એચડીએફસી લાઈફઃ ઇન્વેસ્ટર કમાણી કરી શકે
અમદાવાદ,તા:૨૨ એચડીએફસી લાઈફની બ્રાન્ડિગ સ્ટ્રેટજી પ્રભાવ પાડે તેવી છે. વીમા બજારની જરૂરિયાતને પારખીને નવા નવા પ્રોડક્ટ્સ મૂકવા તે એચડીએફસી લાઈફનું એક મોટું જમા પાસું છે. તેના પ્રોડક્ટ્સની વિવિધતા ઉપરાંત પ્રોડક્ટને વધુ મોટા ફલક પર લઈ જવા માટે જુદાં જુદાં પ્રોડક્ટ્સના તૈયાર કરવામાં આવતા મિક્સ ઉપરાંત સંગીન વિસ્તરણ યોજનાએ કંપનીને એક અલગ ફલક પર મૂકી દી...
ગુજરાતી
English