Monday, May 12, 2025

Tag: business

મંદી; માણેકચોક સોની બજારમાં તાળા વાગી રહયા છે 

અમદાવાદ,તા:08 મોદી સરકાર દ્વારા લદાયેલો ગેરવ્યાજબી જીએસટી અને નોટબંધીની  ગંભીર મંદીની અસર અમદાવાદના સુપ્રસિદ્ધ માણેકચોક સોની બજારમાં  જોવા મળી રહી છે.વીટમ્બણાભરી વાત એ છે કે   સોના-ચાંદીનો ભાવ આકાશ આંબી રહો છે ત્યારે માણેકચોક બજારમાં ગ્રાહકોની રાહ જોતા વેપારીઓ  સમય વ્યતીત કરી રહયા છે !!  અને કેટલીક પેઢીઓ-દૂકાનોમાં તો તાળા પણ વાગી ગયા છે. આ અંગે ...

રિઅલ્ટી ક્ષેત્રને બૂસ્ટર ડોઝથી શેરોમાં તેજીઃ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપા...

અમદાવાદ,તા:૦૭ શેરબજાર બેતરફી વધઘટે તેજી સાથે બંધ થયું હતું. સરકાર દ્વારા રિયલ્ટી ક્ષેત્રને બુસ્ટ ડોઝ આપવામાં આવ્યું હતું. આ સાથે હોમ બાયર્સ માટે સારા સમાચાર હતા. સરકારે 4,68,000 અધૂરા ઘરોને પૂરાં કરવી માટે રૂ. 25,000 કરોડના વિશેષ ફંડને કેબિનેટની મંજૂરી આપી હતી. જેને લીધે એનબીસીસી સહિત રિયલ્ટી શેરોમાં જોરદાર તેજી હતી. જેથી સેન્સેક્સ 184 પોઇન્ટ વ...

રાજ્યના શહેરોમાં ડુંગળીના ભાવ આસમાને, અન્ય શાકભાજીના ભાવ પણ વધશે

ગાંધીનગર,તા.07 ગુજરાતમાં ડુંગળીની અછત સર્જાઇ હોવાથી તેના દામ હજી પણ વધશે તેવી શંકા છે, હાલ છૂટક બજારમાં શાકભાજીનો ભાવ પ્રતિકિલોએ 90 રૂપિયા છે જે આગામી સપ્તાહ સુધીમાં 100 રૂપિયા થાય તેવી સંભાવના છે. ડુંગળીની જેમ અન્ય શાકભાજીના ભાવ પણ વધે તેવું એપીએમસી કહે છે. જો કે ખેડૂતોને વધેલા ભાવનો ફાયદો થતો નથી, માત્ર વેપારીઓ નફાખોરી કરી રહ્યાં છે. ચોમાસાન...

ભારતીય ઉદ્યોગો સ્પર્ધા કરી શકે તેમ ન હોવાથી RCEPમાંથી ભારત ખસી ગયું

અમદાવાદ,ગુરૂવાર ભારતના ઉદ્યોગો ના 16 દેશોમાંથી 11 દેશો સામે સ્પર્ધામાં ટકી શકે તેવી ક્ષમતા ન ધરાવતો હોવાથી ભારતે છેલ્લી ઘડીએ તેમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. પરિણામે ભારતમાંથી નિકાસ થવાની સંભાવના કરતાં ભારતમાં આયાત વધી જાય તેવી સંભાવના વધારે હતી. વિશ્વના સ્પર્ધાત્મકતાના ઇન્ડેક્સમાં ભારત આજે 68માં ક્રમે છે. આ સંજોગોમાં ચોક્કસ નિર્ણય પર આવી જવા ...

વધુ કમાતા લોકો માટે વધુ વેરો લાદીને નાણાકિય સ્રોત વધારવા સરકારના પ્રયા...

અમદાવાદ,તા.25 કેન્દ્ર સરકાર હવે આવકનો સ્રોત વધારવા માટે નવા નવા નુસખા અજમાવીર રહી છે અને એટલેજ 2019માં મે મહિનામાં સ્પષ્ટ બહુમતી મેળવ્યાં બાદ મોદી સરકારે પોતાનું પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યુ હતું. પાંચમી જુલાઈના રોજ રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારામને દેશના સુપર રિચ લોકો પર સરચાર્જ લાદીને નાણાકિય સ્ત્રોત વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ સ...

અમેરિકાના ડ્રગ કંટ્રોલરે અમદાવાદ સ્થિત દવાની કંપની ઝાયડસ ફાર્માને નોટિ...

અમદાવાદ,બુધવાર દવાની ગુણવત્તાને મુદ્દે ચૂક થતી હોવાનું જણાવીને અમેરિકાના ડ્રગ કંટ્રોલર જનરલે અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાને નોટિસ અને ચેતવણી આપી છે. મોરૈયા ખાતાને પ્લાન્ટમાં કંપની દ્વારા દવાની ક્વોલિટીની જાળવણીને મુદ્દે સમાધાન કરવામાં આવતું હોવાનું જણાવીને ચેતવણી આપી છે. સૌથી આઘાતજનક બાબત તો એ છે કે આ વરસે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલરે વિશ્વ...

ગુજરાતની 210 ઔધોગિક વસાહતો જીઆઇડીસી ના અધિકારીઓની મનમાની થી પરેશાન

અમદાવાદ,તા:06 ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમમાં નાનો પ્લોટ ધરાવતી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ ટ્રાન્સફર કરી આપવાની તથા ગેરકાયદેસર રીતે નોન યુઝ ચાર્જ માટે ઉદ્યોગોને નોટિસ ફટકારતા અધિકારીઓને દૂર કરીને ઉદ્યોગોને સહકાર આપે તેવા અધિકારીઓને મૂકીને ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસને સાર્થક થાય તેવી વ્યવસ્થા નિર્માણ કરી આપવાની માગણી કરતી એક રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ...

ટોરેન્ટ પાવરની ગુનાહીત બેદરકારી સામે કાર્યવાહી કરવા કમિશનરને લેખિત રજૂ...

અમદાવાદ,તા.૫ અમદાવાદ શહેરમાં અમપાના શાસકો પણ ટોરેન્ટ પાવરની દાદાગીરીથી વાજ આવી ગયા છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ટોરેન્ટ પાવર દ્વારા જાહેર રોડ પર નાંખવામાં આવેલા ખુલ્લા વીજવાયરો અને કેબલો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને એક પ...

શેરબજારમાં સાત દિવસની તેજી પર બ્રેકઃ સેન્સેક્સ 53 પોઇન્ટ ઘટ્યો, ઇન્ફોસ...

અમદાવાદ,તા:05 સતત સાત દિવસની તેજી થયા પછી શેરબજાર આંશિક ઘટ્યું હતું. રોકાણકારોએ ઊંચા મથાળેથી શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. દિવસ દરમ્યાન સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ નફારૂપી વેચવાલી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 53.73 પોઇન્ટ ઘટીને 40,248.23ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 24.10 પોઇન્ટ ઘટીને 11,917.20ના સ્તરે બંધ રહ્યો હતો. અમ...

સતત સાત દિવસની તેજીએ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપાટીએઃ નિફ્ટી 11,900ને પાર...

સપ્તાહના પ્રારંભ તેજી સાથે થયો હતો. સેન્સેક્સ સતત સાતમા દિવસે તેજી સાથે બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ રેકોર્ડ ઊંચા સ્તરે બંધ રહ્યો હતો. ઇન્ફોસિસ અને એચડીએફસીની આગેવાની હેઠળ તેજીની આગોકૂચ રહી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ ચોથા દિવસે 40,000ની ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 137 પોઇન્ટ વધીને 40,301.96ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 54.55 પોઇન્...

પંદર સો કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જીએસટી વિભાગે ગાળીયો કસ્યો

અમદાવાદ,તા.03   અમદાવાદમાં ગત જુલાઇ મહિનામાં સ્ટેજીએસટીના 282 કંપનીઓના 6 હજાર કરોડી વધુના કૌભાંડના પર્દાફાશ કર્યા બાદ હવે બોગસ બિલિંગનું હબ બની ગયેલા સુરતમાં કૌભાંડીઓ સામે હવે GST વિભાગે ગાળીયો કસ્યો છે.  લગભગ દોઢ હજાર કરતાં પણ વધુ કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં સુરત GST વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જે અંતર્ગત  80થી વધુ શંકાસ્પદ પે...

અનિલ સ્ટાર્ચ મિલની ખોટી આકારણી કરી બે કરોડના કૌભાંડની તપાસ અભેરાઈ પર ચ...

પ્રશાંત પંડિત અમદાવાદ, તા. 0૩ શહેરના ઉત્તરઝોનમાં આવેલી અનિલ સ્ટાર્ચ મિલની ખોટી આકારણી કરી અમપા તિજારીને રૂપિયા બે કરોડનો આર્થિક ફટકો પહોંચાડનારા સામે એક વર્ષ અગાઉ વિજિલન્સ તપાસની મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરી કૌભાંડને અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવ્યું છે. અનિલ સ્ટાર્ચની મિલ્કતોને લાભ કરાવવા જે તે સમયે ડેપ્યુ...

રાઈટ્સ લિમિટેડની રૂા. 6100 કરોડની ઓર્ડર બુક જોતાં ઇન્વેસ્ટ કરી શકાય

અમદાવાદ,રવિવાર કેન્દ્ર સરકારે પ્રમોટ કરેલી રાઈટ્સ લિમિટેડની રૂા. 6100 કરોડની તગડી ઓર્ડર બુક જોતાં અને દેશવિદેશમાંથી તેને મળી રહેલા નવા નવા ઓર્ડરને જોતાં તેના શેર્સમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારી શકાય છે. ભારત સરકાર પણ રેલવેની સુવિધામાં સતત સુધારો કરી રહી હોવાથી તેની ઓર્ડર બુકમાં વધારો થવાનું ચાલુ રહેવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. છેલ્લે ઘાનાની સરકા...

RCEP: સોલાર પાવર માટે ફોટો વોલ્ટેક સેલ બનાવતી કંપનીઓ ચીનના સપ્લાયથી ખત...

અમદાવાદ,રવિવાર ભારત આવતીકાલે રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપમાં સહભાગી થવાની તૈયારી દર્શાવશે તો ભારતમાં એકથી બે દાયકામાં અસ્તિત્વમાં આવેલી અને સ્થિર થવા માંડેલી ભારતની ફોટોવોલ્ટેઈક ઇન્ડસ્ટ્રી સફાચટ થઈ જશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતમાં ફોટો વોલ્ટેઇક ડિવાઈઝ અને સેલનું ઉત્પાદન કરનારી કંપનીઓની સંખ્યા અંદાજે 100 જેટલી છે....

અમદાવાદ- ગાંધીનગરના પેટ્રોલ પંપમાં ચાલતા ગોરખધંધા પ્રત્યે તોલમાપ ખાતાન...

અમદાવાદ,તા.02 (વિપુલ રાજપૂત) અમદાવાદ અને ગાંધીનગરમાં પેટ્રોલપંપ ઉપર ઘણીવાર લોકોને પેટ્રોલ-ડીઝલ ઓછું આપવામાં આવતું હોય તેવી ઘણી ઘટનાઓ બની છે. લોકોની આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પણ તોલમાપ ખાતાને લાખો રૂપિયાના આધુનિક સાધનો આપ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે તોલમાપ ખાતાના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો આ આધુનિક સાધનો ઉપયોગ કરતાં જ નથી. પર...