Tag: Cheating
રુપાણી લાલ સીગ્નલ તોડીને ભાગ્યા, આવ્યો મેમો
અમદાવાદ
શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓને દંડ ફટકારવા માટે લગાવાયેલા સીસીટીવી કેમેરા કોઈની શરમ રાખતા નથી. ભલેને એ વાહનનો મુખ્યપ્રધાન ઉપયોગ કરતા હોય. વિજય રૂપાણી જે કારનો ઉપયોગ કરે છે તેને રેડ લાઈટ વાયોલેશન હેઠળ બે ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના ચોપડે અન્ય હજારો ઈ-મેમોની સાથે આ બે ચલણનો અનપેઈડની યાદીમાં સમાવેશ થાય છે. અમદાવ...
જૂનાગઢની યુવતીએ અમદાવાદના યુવાનને ફસાવ્યો હનીટ્રેપમાં
જૂનાગઢ,તા:૧૮ અમદાવાદના રહેવાસી પંકજ પાનસુરિયાને હનીટ્રેપમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે, જે અંગે જૂનાગઢના સરદારપરાની યુવતીએ તેમને ફસાવી જૂનાગઢ બોલાવ્યા અને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના બાપુનગરમાં રહેતા પંકજ પાનસુરિયા થોડા સમય પહેલાં સોશિયલ સાઈટ પર જૂનાગઢની કાજલ પટેલના સંપર્કમાં આવ્યા હતા, જ્યાં તેમની મિત્રતા...
પ્રજાના કારણે બન્યો બંધ, જશ કોઈક લે છે
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ મરણદોરી બની જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદે સર્વદે સૂત્ર ગુજરાતના લોકોનું છે. બંધની જળસપાટી 138 મીટર ઉપર પહોંચી ગઈ છે. ગુજરાતનું હિત રહ્યું છે. કોઈ સરકાર કે વ્યક્તિ નહીં પણ તમામ રાજકીય પક્ષો અને તમામ લોકોએ નર્મદા અંગે લડત આપી છે. 2017માં બંધના દરવાજા બંધ કરવા મંજૂરી આપી તેનો જસ મોજીએ લીધો હતો કે, મેં ગુજર...
મોદીના જન્મદિને નર્મદા કાંઠે લોકોની જન્મભૂમિ ડૂબી
નર્મદા બંધની સપાટી વધી હોત તો મધ્યપ્રદેશના ધર, બરવાની, અલીરાજપુર અને ખારગોન જિલ્લાના વિસ્તારો નર્મદા નદી નજીક આવેલા આંશિક રીતે ડૂબી જવાના છે.
સરકારી આંકડા મુજબ, સરદાર સરોવર ડેમની મહત્તમ ઉંચાઇ આશરે 138 મીટર જેટલી ભરવાને કારણે મધ્યપ્રદેશના 141 ગામોના 18,386 પરિવારો ડૂબી જશે. મધ્ય પ્રદેશના વિસ્થાપિતો માટે આશરે 3,000 હંગામી મકાનો અને 88 કાયમી પુનર્વ...
નરેન્દ્ર મોદીના સમયના નર્મદા બંધના કૌભાંડો
નર્મદા સિંચાઈની ખેતરોમાં નંખાતી પાઈપ લાઈનમાં કરોડોનું કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું ?
નર્મદાની નહેરો નબળી બની હોવાથી તે તૂટી જાય છે. વર્ષે 200 સ્થળે આવી નહેર તૂટવાનું કૌભાંડ થયું છે. ત્યાં હવે સબમાઈનોર નહેરથી ખેડૂતોના ખેતરો સુધી પાણી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યાં...
પાટણમાં પીયુસીના બમણાથી વધુ ચાર્જ લેતા સેન્ટર સંચાલકો
પાટણ, તા.૧૫
પાટણમાં પીયુસી સેન્ટરોમાં વાહન ચાલકોની લાંબી લાઈનો લાગતા સેન્ટરો વાળાઓ તકનો લાભ લઇ સરકારની નિયત ફી કરતાં ડબલ કમાણી કરી રહ્યા છે અને પાવતીની રકમ કરતા ડબલ પૈસા ઉઘરાવતા હોવાની વાહન ચાલકો બુમરાણ કરતા જોવા મળી રહ્યા છે.
પાટણમાં ટ્રાફિક નવા દંડના ડરથી વાહન ચાલકો જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવા દોડી રહ્યા છે, ત્યારે મોટાભાગના વાહન ચાલકોએ પીયુસી...
વિજયનગરમાં રાત્રે રસ્તા પર જતી છેડતી કરી હેલ્મેટધારી એક્ટિવા ચાલક ફરાર...
અમદાવાદ, તા. 14
16મી સપ્ટેમ્બરથી વાહન ચાલકો પર નવા કાયદા હેઠળ દંડ શરૂ થવાનો છે. આ કાયદાઓની કેટલિક જોગવાઈઓ કેટલી ઘાતક પુરવાર થઈ શકે છે તે પુરવાર કરતા કેટલાક બનાવ સામે આવી રહ્યા છે. દ્વીચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવતા એક તરફ લોકોએ જીવ બચાવવા કરતા દંડથી બચવા હેલ્મેટની ખરીદી માટે દોડ મૂકી છે તો બીજી બાજુ હેલ્મેટની આડમાં ...
ભ્રષ્ટાચારનું સોગંદનામું
ગાંધીનગર, તા.12
62 વર્ષના રમેશ મનુભાઈ વણીક-દેસાઈએ 9 સપ્ટેમ્બર 2019ના રોજ સત્ય પર પ્રતિજ્ઞા લઈને સોગંદનામું બનાવ્યું છે કે, અમરેલીના પાણી દરવાજા વિસ્તારમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ચલાવું છું. મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદારની સુચનાથી દુકાન ચલાવવા માટે અને તેમની કચેરી તરફથી કોઈ હેરાનગતી ન થાય તે માટે મારે દર મહિને રૂ.5,000 આપવ...
ચાંદખેડાના મહિલા કોર્પોરેટરની દંબગાઈ, લોકઅપમાં પૂરેલા પતિનો વિડીયો બના...
અમદાવાદ, તા.12
ચાંદખેડાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરી સામે દિલ્હીની એક મહિલા વકીલે ગાળો બોલી ધમકી આપીહોવાની ફરિયાદ નોંધાઈ છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ નોંધાયેલી ઘરેલુ હિંસા અને છેતરપિંડીની ફરિયાદમાં લંડનથી ભારતમાં એરપોર્ટ પર ઉતરેલા રાજશ્રીબહેન કેસરીના પતિ જપમનદીપ અહલુવાલીયાની લુકઆઉટ સરક્યુલરના આધારે ધરપકડ થઈ હતી અને આરોપી જપ...
મોબાઈલ ફોન માટે બાળકની હત્યા કરી લાશને દાટી દેનારો હત્યારો ઝડપાયો
અમદાવાદ, તા.૧૧
દેત્રોજ તાલુકાના રામપુરા-ઘટીસણા રોડ પર 11 વર્ષના બાળકનું ગળુ કાપી હત્યા કર્યા બાદ લાશને દાટી દઈ પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરનારા હત્યારાને અમદાવાદ એલસીબીએ ઝડપી લીધો છે. પ્રવિણ ઉર્ફે ભોલો ઉર્ફે પવલો બજાણીયાએ એક મોબાઈલ ફોન માટે બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે હત્યારા પાસેથી લૂંટી લેવાયેલો મોબાઈલ ફોન કબ્જે લીધો છે.
...
અમપાના કોર્પોરેટરો અને પદાધિકારીઓમાં પ્રજાના નાણાંથી પ્રવાસ કરવાનો ચસ્...
અમદાવાદ,તા.૧૧
અમદાવાદ શહેરના વધુ એક મેયર બિજલ રૂપેશભાઈ પટેલ ૨૪ સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્ક ખાતે આયોજીત હાઈલેવલ પોલીટીકલ ફોરમમાં ભાગ લેવા નાયબ મ્યુનિસિપલ કમિશનર આર કે મહેતા સાથે રવાના થશે.આ બંનેના પ્રવાસ અંગે મંજુરી માંગતી એક દરખાસ્ત શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે
નાયબ મ્યુનિસીપલ કમિશ્નર પણ સાથે
શહેરના મેયર સેવન ફો...
પલાળવાથી રંગ પ્રસરી જાય એ નકલી નોટની આસાન ઓળખ છે
અમદાવાદ,તા.11
ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે લાખો રૂપિયાની ફેક કરન્સી રેકેટમાં સૌરાષ્ટ્રના ભાવનગરના શખ્સ અને અમદાવાદની પણ એક વ્યક્તિની ધરપકડ કરી છે. રાજ્યભરમાં ગમે ત્યાં નકલી ચલણી નોટનો કાંડ થાય પરંતુ તેનો છેડો તો મોટેભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ જ હોય છે, એમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ઉચ્ચ અધિકારીઓનું માનવું છે.
પોલીસ...
ભાજપના જીતુ વાઘાણીને ગેરકાયદે જંગલ પ્રવેશ માટે 6 વર્ષની સજા અને 1 લાખન...
અમદાવાદ, તા.11
ગીરનું જંગલ 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન કોઈ પણ માટે પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે. છતાં ભાજપના પ્રદેશ પ્રમુખ ગીરના જંગલમાં ગેરકાયદે ઘૂસીને ફરી આવ્યા અને સિંહને જોવાની મોજ કરી આવ્યા હોવાથી ભારે વિવાદ ઊભો થયો છે. વાઈલ્ડ લાઈફ નિષ્ણાત મનિષ વૈદ્યએ કહ્યું કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આ પ્રકારે અન...
પાર્કિંગની જગ્યામાંથી મલાઈ તારવી લેનારા હવે પાર્કિંગના નામે નાગરિકોની ...
પ્રશાંત પંડીત
અમદાવાદ, તા.11
શહેરમાં પોલીસ અને અમપા દ્વારા વાહન પાર્ક સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદમાં 10 હજાર કોમર્શિયલ બિલ્ડીંગો એવા છે કે જેમાં પાર્કિંગની જગ્યા વેચીને મારી હોવાથી રોજના હજારો વાહનો માર્ગ પર પાર્ક કરવામાં આવી રહ્યાં હોવાનો અંદાજ છે. બિલ્ડીંગોમાં ધંધા માટે આવતા મુલાકાતીઓ કે દુકાન માલિકોને માર્ગ પર કે રોડ પર આવેલી...
અમદાવાદ શહેરમાં ઠેરઠેર પ્રદૂષિત પાણીની સમસ્યા
અમદાવાદ,તા:૧૧ આમ તો આપણું શહેર અમદાવાદ સ્માર્ટ સિટીમાં સ્થાન પામી રહ્યું છે, પરંતુ નાગરિકોને મળતી વ્યવસ્થા જંગલ કરતાં પણ બદ્તર છે. ચોમાસામાં શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઊંચકતો જ હોય છે, આ ઉપરાંત કોર્પોરેશને પણ રોગીઓની સંખ્યા વધારવામાં કંઈ બાકી રાખ્યું નથી.
અમદાવાદ શહેરના લગભગ તમામ વોર્ડમાં હાલમાં કોર્પોરેશન દ્વારા પ્રદૂષિત પાણી સપ્લાય ...