Tag: Cheating
બ્યુટી પાર્લર લૂંટ કેસમાં ચાર ટ્રાફિક પોલીસ કર્મીઓ ચાર દિવસના રિમાન્ડ ...
રાજકોટ,તા.10
રાજકોટના ઇન્દરા સર્કલ પાસે આવેલા એન્જોય હેર પાર્લરમાં ગાંધીધામ ડી સ્ટાફના નામે આવી તમે ગોરખધંધા કરો છો તેવી ધમકી આપી બ્યુટી પાર્લર ના સંચાલક પાસેથી રુપિયા 85000ની રોકડ તેમજ સીસી ટીવી કેમેરાનું ડીવીઆર ની લૂંટ ચલાવનાર એક સસ્પેન્ડેડ લોકરક્ષક તેમજ અન્ય લોક રક્ષક અને એક ટ્રાફિક વોર્ડન એમ ચારેય શખ્સોની ટોળકી અને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધ...
બરવાલા ચોકડી પાસેથી પોલીસે દેશી તમંચા સાથે ત્રણને ઝડપ્યાં
બોટાદ,તા.09
બોટાદ જીલ્લા પોલીસની ટીમ ગઢડા જલજીલીણી અગીયારના તહેવાર નિમીત્તે તથા માનનીય મુ.મંત્રીશ્રી ના ગઢડા મુકામેનો પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રાણપુર મીલટ્રી હાઇવે રોડ ઉપર બરવાળા ચોકડી પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે દરમ્યાન એક કાળા કલરનીકાર માલણપુર ગામ તરફથી આવતા તે ગાડી શંકાસ્પદ જણાઇ હતી. ગાડી રોકીને તેને ચેક કરતા ગાડીમાંથી ત્રણ ઇસમો...
વિડિયો વાઇરલ થયાં બાદ પોલીસે બૂટલેગરને ત્યાં રેડ કરીને દારૂ ઝડપ્યો
અમદાવાદ,તા.09 સરદારનગરનો દારૂ કટિંગનો વીડિયો પ્રસિદ્ધ થયો હતો તે જૂનો હતો, વીડિયો વાયરલ થયાના બીજા દિવસે આરોપી બલિયાને ત્યાં રેડ પાડીને 144 વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 37 હજાર સાથે ધરપકડ કરીને તેને પાસામાં મોકલી અપાયો છે. જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર હોવાનું સરદારનગરના પોલીસ ઈન્સ્પેકટર સી. આર. જાદવે જણાવ્યુ હતું.
શહેરમાં દારૂના ધંધા માટે સરદારન...
ચાઈલ્ડ ટ્રાફિકીંગ કેસમાં પૂના-સુરતથી બાળકીઓ ઉપાડી લાવનાર આરોપીની ધરપકડ...
અમદાવાદ, તા.9
બેએક મહિના અગાઉ નવા વટવા વિસ્તારમાંથી રેસ્કયુ કરાયેલા 17 બાળકો અને સંરક્ષણ ગૃહમાં આશરો લઇ રહેલી બે બાળાઓ પૈકી ચારનું અપહરણ કરીને વર્ષો અગાઉ અમદાવાદ લાવી તેમની પાસે સલાટ પરિવાર ભિક્ષાવૃત્તિ-ચોરી કરાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે ચાઈલ્ડ ટ્રાફિકીંગ રેકેટની મુખ્ય સૂત્રધાર આનંદી સલાટના ફરાર પુત્ર બેતાબ ઉર્ફે શિવમને ઝડપી...
ફેક કરન્સીના સુત્રધારોને પબજી ગેમ રમતાં-રમતાં એક નવો સાથી મળી ગયો!
અમદાવાદ, તા.09
ભાવનગર ફેક કરન્સી રેકેટના સૂત્રધાર મનાતા પરેશ સોલંકી અને પ્રતિક નકુમે નોટબંધી પહેલા અને તે જ વખતે કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો માર્કેટમાં ઘુસાડી હોવાની હકીકત બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે આ રેકેટમાં આરોપીઓએ ટેકનોલોજી જબરદસ્ત ઉપયોગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
અંદાજે એક કરોડ કરતા પણ વધુ રકમની નકલી નોટ
ભાવનગર પોલીસના સ્પે...
સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી બે મોબાઈલ ફોન મળ્યા, ત્રણ કેદી સામે ફરિયાદ
અમદાવાદ, તા.8
સેન્ટ્રલ જેલ સ્ટાફે એક જ દિવસમાં બે મોબાઈલ ફોન શોધી કાઢી ત્રણ કેદી સામે નામજોગ ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ એસઓજીને સોંપી દીધી છે. પ્રથમ વખત સીસીટીવી ફૂટેજની મદદથી પાકા કામના કેદીએ પ્લાસ્ટીકની ડોલમાં છુપાવેલો મોબાઈલ ફોન જેલ કર્મચારીઓએ શોધી કાઢ્યો છે.
સાબરમતી જેલના ગ્રુપ-2ના જેલર કનુભાઈ એસ. પટણીએ બે પાકા કામના કેદ...
ભેજાબાજ ભેળસેળિયાની કમાલની કરામત, માવામાં ટેક્લમ પાવડરની મિલાવટ
ગાંધીનગર, તા.06
ગણપતીના લાડુ ભેળસેળ વાળા બની રહ્યા છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગાંધીનગર નજીક જેઠીપુરા અને વલાદ ગામમાં દરોડા પાડી નકલી માવો તૈયાર કરતી બે ફેક્ટરી ઝડપી પાડી છે. ગુરુવારે મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગાંધીનગર નજીકથી ડૂપ્લિકેટ માવો તૈયાર કરતી બે ફેક્ટરી ઝડપી પાડી રૂ. 6.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
માવામાં ટેલકમ પાવડર...
ડૉકટરે બનાવટી ચલણી નોટ છાપવાની ગેંગ બનાવીઃ 1,50લાખના બનાવટી ચલણ સાથે છ...
ભાવનગર,તા,7
સામાન્ય માણસ ગરીબીને કારણે અથવા શ્રીમંત થવાની ઘેલછામાં ગુનો કરે પણ ભાવનગરના એક ડૉકટર જે અગાઉ સરકારી ડૉકટર તરીકે ફરજ બજાવી ચુકયા હતા અને હાલમાં પોતાનું ખાનગી દવાખાનું ચલાવતા, તેમને પણ શ્રીમંત થવાની અભરખા જાગ્યા અને તેમણે એક ગેંગ બનાવી રૂપિયા 2000 અને 500ની બનાવટી ચલણી નોટો છાપી બજારમાં ફરતી કરી હતી પણ આ મામલે ભાવનગરના સ્પેશીય ઓપરેશન ...
રિસોર્ટના ધંધામાં રોકાણના નામે નિવૃત્ત આર્મીમેન સાથે બે લાખની ઠગાઈ
ગોવામાં આવેલા રિસોર્ટમાં રોકાણ કરવા માટે નિવૃત આર્મીમેનને વિશ્વાસમાં લઈને બે લાખ રૂપિયા પડાવી લેનારા આહુજા બંધુ સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.
ગાંધીનગરના ભાટ ગામ ખાતે નારાયણ એવન્યુમાં રહેતા નિવૃત આર્મીમેન બિનયકુમાર બિનાયક સીતારામ યાદવ વર્ષ 2016માં જજીસ બંગલો રોડ પર ન્યૂયોર્ક પ્લાઝા ખાતે ધી ગ્રાન્ડ ચંદ્રા રિસોર્ટ એન્ડ હોલિડ...
ગોતામાં રહેતી નર્સ સાથે મિત્રતા કરવા ફેક એકાઉન્ટ બનાવનારો યુવક ઝડપાયો
અમદાવાદ,તા:૫
શહેરના ગોતા વિસ્તારમાં રહેતી અને અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકેકામ કરતી મહિલા સાથે મિત્રતા કરવા બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનારા યુવકની સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.મહિલાના તેના પતિ સાથેના ફોટાનો ઉપયોગ કરી ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને મહિલાના સંબંધીઓના મોબાઈલ ફોન નંબર મેળવવાનો પણ આરોપીએ પ્રયાસ કર્યો હતો.
ગોતા વ...
વિદેશી બેંકોના ખાતેદારોની ચોરાયેલી માહિતીથી એટીએમમાંથી રૂપિયા ઉપાડવાના...
અમદાવાદ, તા.5
વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્જે લીધુ...
વરસાદના આગમનને લઈ ૧૦ થી વધુ ગામના પ્રજાજનો ચિંતામાં સરી જાય
મોડાસા, તા.૦૫
ગતિશીલ ગુજરાત મોડેલને દેશભરમાં તોડી મરોડીને રજુ કરવામાં આવે છે. ગતિશીલ ગુજરાતની વાતો કરતા નેતાઓ થાકતા નથી. અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગુજરાતના વિકાસની ગુલબાંગો હાંકતા નેતાઓએ એકવાર ડોકિયું કરવાની જરૂર છે, અનેક ગ્રામ્ય વિસ્તારો પ્રાથમિક સુવિધા થી આઝાદીના ૭૨ વર્ષ પછી પણ જોજનો દૂર છે.
મોડાસા તાલુકાના મુલોજ થી નહેરુંકંપા, ...
ધાનેરામાં દવાની દુકાને પંજાબ પોલીસની તપાસથી મેડિકલ લોબીમાં ખળભળાટ
ધાનેરા, તા.૦૫
ધાનેરામાં ગંજરોડ પર આવેલી એક દુકાન પર આજે બપોરના સમયે અચાનક પંજાબ પોલીસ પ્રતિબંધિત દવા પંજાબ રાજ્યમાં મોકલનાર વેપારીની તપાસ અર્થે આવતા વેપારીઓના ટોળા એકઠા થયા હતા.
આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ ધાનેરામાં ગંજરોડ પર આવેલી એક દુકાન જે કેટલાક સમય પહેલા કોઈ મેડિકલ એજન્સી માટે ભાડે આપેલી હતી, તે એજન્સી દ્વારા તે સમયે પ્રતિબંધિત ડ્રગ...
પાલનપુરમાં કેળાની વખારમાં ફૂડ એન્ડ ડ્રગની ટીમના દરોડા
પાલનપુર, તા.૦૫
પાલનપુર શહેરના જુના માર્કેટયાર્ડમાં કેળાની વખારમાં ફૂડ એન્ડ ડ્રગની ટીમે ઓચિંતા દરોડા પાડતા અફરાતફરી મચી જવા પામી હતી. જ્યાંથી કેમિકલ યુક્ત પાણીથી પકવવામાં આવી રહેલા એક લાખ રૂપિયાનો બે ટન કેળાનો જથ્થો કબ્જે લેવાયો હતો. આ અંગે કેળા પકવવાનું કેમિકલ લેબોરેટરીમાં મોકલી જપ્ત કરાયેલો કેળાનો જથ્થો નાશ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
...
સેક્સપાવર SEX વધારતી કંપની સાથે અંસુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સ...
અમદાવાદ : નાઈજીરીયામાં સેકસ પાવર વધારવાની દવા બનાવતી કંપનીને મશીન સપ્લાય કરવાના બહાને એક ગઠીયાએ 27 હજાર ડોલરનો ચૂનો લગાવી દીધો છે. નવરંગપુરા પોલીસે આ મામલે અન્સુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પૂણે ખાતે અભ્યાસ કરતા હેરીસન કીંગસ્લે નકીમે (ઉ.29 મૂળ રહે. નાઈજીરીયા) નાઈજીરીયન કંપનીમાં કામ કરતી અને યુ.કે. આયરલેન્ડ ...