Tag: Child
’મારું બાળક ભૂખ્યું છે, દૂધના પૈસા નથી’ આવા કરૂણાના શબ્દો ...
બસ આટલું સાંભળ્યું અને સંવેદનાસભર તંત્ર દૂધનો પાઉડર લઈને દોડ્યું....
કદાચ માન્યામાં ન આવે પણ સત્ય ઘટના છે. શહેરના સૈજપુર વિસ્તારમાં રહેતા એક જરૂરિયાતમંદ પરીવારનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોન આવ્યો કે, "મારે નાનું બાળક છે તેની માતાને ધાવણ આવતું નથી. દૂધ બજારમાંથી ખરીદવાના પૈસા પણ નથી.
આટલું સાંભળતા જ જિલ્લા કલેક્ટર કે.કે નિરાલાએ તંત્રને તાત્ક...
હવે બાળકોને મનોરંજન પૂરુ પાડશે ડિઝ્ની+ હોટસ્ટાર
13 એપ્રિલ 2020
આ વર્ષે બાળકોને વહેલુ ઉનાળુ વેકેશન મળી ગયુ છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગને લીધે તેઓ ઘરની બહાર જઈ શકતા નથી. હાલમાં જ લોન્ચ થયેલા ડિઝ્ની+ હોટસ્ટાર બાળકોને ઘરમાં જ આકર્ષક મનોરંજન સાથે જોડી રાખશે. ડિઝ્ની+ હોટસ્ટાર વીઆઈપી માટે હિન્દી, તેલુગુ, અને તમિલમાં તેમજ ડિઝ્ની+ હોટસ્ટાર પ્રિમિયમ યુઝર્સ માટે આ તમામ ભાષા ઉપરાંત અંગ્રેજી ભાષામાં મનોર...
નોંધારા બાળકને આ ઘોડીયામાં મુકો!
સમાજજીવનની કડવી સચ્ચાઈ દર્શાવતા આ એલઈડી સાઈનબોર્ડના શબ્દો અમદાવાદ જેવા મહાનગરની ઝાકમઝમાળ પાછળનું કાળુ અંધારુ બતાવી આપે છે. મોડી રાત્રીએ એકાદ વાગ્યાના સુમારે લેવાયેલી આ તસવીર શહેરના રાયપુર દરવાજા નજીક મુખ્ય માર્ગ પાસે આવેલા મહીપતરામ રુપરામ આશ્રમની છે. જ્યા એલઇડી સાઈન બોર્ડ દ્વારા નવજાત બાળકને ફેંકી ન દેતા તેને અહીં મુકાયેલા ઘોડિયામાં મૂકી જવાની વિ...
બીજી પત્ની સાથે રહેતા પતિએ પ્રથમ પત્ની અને પુત્રીને માર માર્યો
સરખેજ ખાતે બીજી પત્ની સાથે રહેતો પતિ નશાની હાલતમાં પ્રથમ પત્ની અને પુત્રીને માર મારી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કન્સ્ટ્રકશનનો ધંધો કરતા ચાંદ શાહે પ્રથમ મુમતાઝબાનુ (ઉ.36) સાથે લગ્ન કર્યા છે. જેમના થકી ત્રણ પુત્ર અને બે પુત્રી છે. ત્રણ મહિના પહેલા ચાંદ શાહે પિન્કી ઉર્ફે ગોસીયા સાથે ત્રણ મહિના પહેલા બીજા લગ્ન કર્યા છે...
ભોગાવા નદીમાં ડુબી જવાથી બે બાળાઓના કરૂણ મોત
ચુડા તાલુકાના નવી મોરવાડ ગામની નદીના પટમાં રમતા-રમતા ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબી ગયા હતા. ગામના બે યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીમાં કૂદી બે બાળકોને બચાવી લીધા હતા. પરંતુ બે બાળાઓનું ડૂબી જવાથી મોત નીપજતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ભૂમાફીયાએ રેતી ચોરી કરી કરેલા ખાડાના હિસાબે જ બે માસૂમ બાળકીના મોત થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ...
નિર્માણાધીન ફ્લેટના પાયાના ખોદાયેલા ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના કરૂ...
રાજકોટના રૈયાગામની બની રહેલી સાઈટ ઉપર નવા બનતા ફલેટ્સનો પાયો ખોદવામાં આવ્યો હતો જેમાં વરસાદી પાણી ભરાયાં હતાં આ પાણીમાં ઢાંઢણીના દલિત પરિવારના ત્રણ બાળકો ડૂબી જતાં તેમના મોત થયા હતા. બાળકો ડૂબી જવાને કારણે પરિવારોમાં બિલ્ડર સામે આક્રોશ જોવા મળતો હતાં. બાળકોની લાશ લેવાનો ઇન્કાર કરીને પરિવારોએ હોબાળો મચાવ્યો હતો. આ બનાવમાં બિલ્ડર અને કોન્ટ્રાકટરની ...
મણીનગરની શાળામાં વિદ્યાર્થી સીડી પરથી પડતા ઈજાગ્રસ્ત
શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી સરસ્વતી સ્કૂલના પંકજગીરી ગોસ્વામી નામનો વિદ્યાર્થી શુક્રવારે સવારના સમયે સીડી ઉપરથી ઉતરવાના સમયે ધક્કા-મુક્કી થતા સીડી પરથી નીચે પટકાયો હતો.આ દરમિયાન તેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે એલ.જી.હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
૧૪ વર્ષથી નીચેની વયના બાળકોને કામે રાખવા બદલ રૂ. ૫૦ હજારનો દંડ અને બે ...
રાજ્યમાં બાળશ્રમ નાબૂદી માટેની સહિયારી કૂચ દરમિયાન ૧૪ વર્ષથી નીચેના ૪૮ બાળ શ્રમયોગીઓને જોખમી અને ૧૪ થી ૧૮ વયના ૧૯૬ કિશોર શ્રમયોગીઓને બિનજોખમી વ્યવસાયમાંથી મુક્ત કરાયા
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની વિેશેષ ઉપસ્થિતિમાં તા.૧૩ જૂન-૨૦૧૯ થી તા.૧૨ જુલાઇ-૨૦૧૯ સુધી ૧૪ વર્ષથી નીચેની વળના બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવાના હેતુથી એક માસ માટે ‘સહિયારી...
ગુજરાતી
English